રોહિત શર્માએ રાહુલ દ્રવિડના બોલ પર ફટકારી સિક્સર, ધર્મશાળામાં જોવા મળ્યો અદ્ભુત નજારો

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ શ્રેણીની છેલ્લી મેચ 7 માર્ચથી ધર્મશાળામાં શરૂ થઈ રહી છે. આ મેચ માટે બંને ટીમો ધર્મશાલા પહોંચી ગઈ છે. જો કે આ મેચ પહેલા રોહિત શર્માએ પોતાની ટીમના કોચ રાહુલ દ્રવિડના બોલ પર ઘા કર્યો છે અને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

રોહિત શર્માએ રાહુલ દ્રવિડના બોલ પર ફટકારી સિક્સર, ધર્મશાળામાં જોવા મળ્યો અદ્ભુત નજારો
Rahul Dravid & Rohit Sharma
Follow Us:
| Updated on: Mar 05, 2024 | 5:53 PM

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચોની શ્રેણીની છેલ્લી મેચ 7 માર્ચથી ધર્મશાળામાં શરૂ થઈ રહી છે. છેલ્લી મેચ જીતીને ટીમ ઈન્ડિયા 4-1થી શ્રેણી જીતવા ઈચ્છશે. ઈંગ્લેન્ડની ટીમ છેલ્લી મેચ જીતીને પ્રવાસનો અંત જીત સાથે કરવા ઈચ્છશે. પરંતુ આ મેચ પહેલા ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા અને કોચ રાહુલ દ્રવિડે અલગ મેચ રમી હતી અને આ મેચમાં રોહિતે દ્રવિડને પછાડી દીધો હતો.

એક કાર્યક્રમમાં કોચ-કેપ્ટન સામ-સામે

રોહિત અને રાહુલે પાંચમી મેચ પહેલા ધર્મશાળામાં એક કાર્યક્રમમાં હાજરી આપી હતી અને આ કાર્યક્રમમાં બંનેએ સ્ટેજ પર જ મેચ રમવાની શરૂઆત કરી હતી. કાર્યક્રમમાં હાજર દરેક વ્યક્તિ આ બંનેને સાથે રમતા જોઈ ખુશ થઈ ગયા હતા.

Clove : રોજ રાતે સુતા પહેલા 2 લવિંગ ચાવવાથી શું થશે?
છૂટાછેડાના સમાચાર વચ્ચે યુઝવેન્દ્ર ચહલની ઈમોશનલ પોસ્ટ વાયરલ !
આજનું રાશિફળ તારીખ 05-01-2025
Headache in Winter : શિયાળામાં માથું કેમ દુખે છે?
Jaggery and Sesame Benefits : સફેદ તલ અને ગોળ સાથે ખાવાથી શરીરને થાય છે ચોંકાવનારા ફાયદા
Control Blood Sugar : તેજ પત્તા ડાયાબિટીસના દર્દીઓ માટે છે આશીર્વાદ સમાન

દ્રવિડના બોલ પર રોહિતે ફટકારી સિક્સર

જ્યારે રોહિત અને દ્રવિડ સ્ટેજ પર હતા ત્યારે ઘણા લોકો હાજર હતા. થોડા સમય બાદ રોહિતના હાથમાં બેટ આવી ગયું. રોહિતે બેટ અને દ્રવિડે બોલ પકડ્યો. બંનેએ સ્ટેજ પર જ ક્રિકેટ રમવાનું શરૂ કર્યું. દ્રવિડે ટેનિસ બોલથી બોલિંગ કરી અને રોહિતે બેટિંગ કરી. દ્રવિડે શોર્ટ બોલ નાખ્યો અને પછી રોહિતે ટર્ન કરીને તેને ફટકાર્યો. આ પછી દ્રવિડે આગલો બોલ ફેંક્યો જેના પર રોહિતે આગળની તરફ શોટ માર્યો.

રોહિતની નજર ટેસ્ટ સિરીઝ જીત પર

રોહિત શર્મા પોતાની કપ્તાનીમાં બીજી શ્રેણી જીતવાનો પ્રયાસ કરશે. જો ભારત આ મેચ જીતશે તો તે સિરીઝ 4-1થી જીતીને ઈતિહાસમાં પોતાનું નામ નોંધાવશે. ભારત પ્રથમ મેચ હાર્યા બાદ આ શ્રેણી જીતશે. 112 વર્ષમાં આ પ્રથમ વખત બનશે જ્યારે કોઈ ટીમ પ્રથમ ટેસ્ટ મેચ હાર્યા બાદ 4-1થી શ્રેણી જીતશે. આ પહેલા ઈંગ્લેન્ડે 1912માં આવું કર્યું હતું.

આ પણ વાંચો : WPLમાં મોટો છબરડો, ખેલાડીને આઉટ આપ્યા બાદ ટેક્નોલોજી પર ઉઠયા સવાલ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">