WPLમાં મોટો છબરડો, ખેલાડીને આઉટ આપ્યા બાદ ટેક્નોલોજી પર ઉઠયા સવાલ
WPL 2024ની 11મી મેચમાં યુપી વોરિયર્સને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર દ્વારા 23 રને પરાજય આપ્યો હતો. આ મેચમાં સ્મૃતિ મંધાના અને એલિસ પેરીએ પોતાની તોફાની બેટિંગથી દિલ જીતી લીધા હતા. પરંતુ આ મેચમાં કંઈક એવું થયું જેના પછી પ્રશંસકોએ બેઈમાની જેવા આરોપો લગાવવા માંડ્યા. પૂર્વ ક્રિકેટર આકાશ ચોપરાએ પણ આ મામલાને ગંભીર ગણાવ્યો છે.
વુમન્સ પ્રીમિયર લીગ 2024માં શાનદાર રમત જોવા મળી રહી છે. શાનદાર બેટિંગ અને બોલિંગની સાથે સાથે દરેક મેચમાં શાનદાર ફિલ્ડિંગ જોવા મળી રહી છે. આવું જ કંઈક 11મી મેચમાં થયું, જેમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને યુપી વોરિયર્સ બંનેએ શાનદાર પ્રદર્શન કર્યું. આ મેચમાં બેંગ્લોરે યુપી વોરિયર્સને 23 રને હરાવ્યું હતું. જો કે, આ મેચ દરમિયાન કંઈક એવું બન્યું જેના કારણે હવે મોટો વિવાદ સર્જાયો છે.
અટાપટ્ટુને આઉટ જાહેર કરવામાં આવી
યુપી વોરિયર્સની ઈનિંગની 7મી ઓવરમાં ડાબોડી બેટ્સમેન અટાપટ્ટુને એલબીડબ્લ્યુ આઉટ કરવામાં આવી હતી. અટાપટ્ટુએ જ્યોર્જિયા વેરહેમના બોલને સ્વીપ કરવાનો પ્રયાસ કર્યો અને તે બોલ ચૂકી ગઈ અને બોલ પેડમાં લાગ્યો. જે બાદ વિકેટ માટે અપીલ કરવામાં આવી, બાદમાં થર્ડ અમ્પાયર રિવ્યુ લેવામાં આવ્યો અને પછી જે થયું તેના પર કોઈ વિશ્વાસ કરી શક્યું નહીં.
હોક આઈ ટેકનિક પર ઉઠયા સવાલ
જે બોલ પર અટાપટ્ટુને આઉટ આપવામાં આવ્યો હતો તે લેગ સ્પિન બોલ હતો. આવી સ્થિતિમાં ડાબા હાથના અટાપટ્ટુ માટે બોલ કાં તો અંદરની તરફ આવવો જોઈએ અથવા સીધો આવવો જોઈએ. પરંતુ હોક આઈ પ્રોજેક્શનમાં બોલ અંદરની તરફ વળ્યો હતો અને તેને ગુગલી જાહેર કરવામાં આવ્યો હતો. આ જોઈને બધા ચોંકી ગયા અને આકાશ ચોપરાએ સોશિયલ મીડિયા પર આ મુદ્દો ઉઠાવ્યો.
This is a leg-spin delivery. The ball pitches really close to the foot. Hawkeye’s projection takes it as a straight ball/googly…shows hitting the middle stump. Would love to hear Hawkeye’s explanation for this. Do more errors happen when the ball is pitching really close to the… pic.twitter.com/BqVdekd3k0
— Aakash Chopra (@cricketaakash) March 5, 2024
આકાશ ચોપરાએ ઉઠાવ્યો સવાલ
આકાશ ચોપરાએ ટ્વિટ કરીને લખ્યું, ‘આ લેગ સ્પિનર બોલ છે. બોલ બેટ્સમેનના પગની એકદમ નજીક પડ્યો હતો. હોક આઈ પ્રોજેક્શને તેને એક સીધી અને ગુગલી તરીકે લીધી અને તેને મિડમાં ટચ થતું બતાવ્યું. મને આ બાબતે હોક આઈ તરફથી જવાબ જોઈએ છે. જો રૂટ સાથે પણ આવું જ થયું છે.
હોક આઈ ટેક્નોલોજી પર કરોડો રૂપિયાનો ખર્ચ
આપને જણાવી દઈએ કે હોક આઈ ટેક્નોલોજી પર કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. આ ટેક્નોલોજી દ્વારા પિચ મેપ, બોલ સ્પીડ, બોલ ટ્રેજેક્ટરી અને બાઉન્સ જાહેર થાય છે. તેને વેગન વ્હીલ પણ કહે છે. પરંતુ આટલી મોંઘી ટેક્નોલોજી હોવા છતાં તેના પર સવાલો ઉઠી રહ્યા છે.
આ પણ વાંચો : ધર્મશાળામાં ઈંગ્લેન્ડ જેવું જ વાતાવરણ, પણ પિચનો મિજાજ છે અલગ! જાણો કોને થશે ફાયદો