Ind vs Pak T20 World Cup : એ સાબાસ.. રિચા ઘોષે બતાવી ધોની સ્ટાઇલ, આંખના પલકારામાં લીધો કેચ, જુઓ Video

મહિલા T20 વર્લ્ડ કપ 2024ની 7મી મેચ ભારત અને પાકિસ્તાનની ટીમો વચ્ચે રમાઈ રહી છે. આ મેચમાં ભારતીય ટીમની વિકેટકીપર રિચા ઘોષે શાનદાર કેચ લીધો હતો. તેણે 1 સેકન્ડથી ઓછા સમયમાં બોલ પકડીને બધાને ચોંકાવી દીધા છે.

Ind vs Pak T20 World Cup : એ સાબાસ.. રિચા ઘોષે બતાવી ધોની સ્ટાઇલ,  આંખના પલકારામાં લીધો કેચ, જુઓ Video
Follow Us:
| Updated on: Oct 06, 2024 | 6:37 PM

મહિલા ટી20 વર્લ્ડ કપ 2024માં ટીમ ઈન્ડિયા તેની બીજી મેચ પાકિસ્તાન સામે રમી રહી છે. બંને ટીમો વચ્ચેની આ મેચ દુબઈના દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયા માટે આ મેચ ઘણી મહત્વની છે. ભારતીય ટીમને તેની પ્રથમ મેચમાં ન્યુઝીલેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આવી સ્થિતિમાં ભારતીય ટીમ તરફથી પાકિસ્તાન સામે ખૂબ જ સારી રમત જોવા મળી હતી. ફિલ્ડર્સ મેચમાં પોતાનું સર્વસ્વ આપતા જોવા મળ્યા હતા.

ફાતિમા સના છેલ્લા બોલ પર આઉટ

આ દરમિયાન ભારતીય ટીમની વિકેટકીપર રિચા ઘોષે શાનદાર કેચ પકડ્યો હતો. રિચા ઘોષે આ મેચમાં પાકિસ્તાની કેપ્ટન ફાતિમા સનાને આઉટ કરીને આશ્ચર્યજનક કેચ લીધો હતો. ફાતિમા સના સારા ફોર્મમાં દેખાઈ રહી છે, પરંતુ રિચાની ચપળતા સામે તેણે પોતાની વિકેટ ગુમાવી દીધી. ફાતિમા સના ઇનિંગની 14મી ઓવરના છેલ્લા બોલ પર આઉટ થઈ ગઈ હતી.

આજનું રાશિફળ તારીખ : 03-12-2024
કયા વિટામિનની ઉણપથી શ્વાસમાં આવે છે દુર્ગંધ ? જાણો
રાતે સૂતા પહેલા ચહેરા પર લગાવો આ વસ્તુ, શિયાળામાં પણ ચમકવા લાગશે ત્વચા
અંબાણી પરિવારની નાની વહુ 23 હજારનુ જીન્સ પહેરી પતિ સંગ ડિનર પર ગઈ
Sobhitaand wedding : શોભિતા ધુલીપાલાએ રાતા સેરેમનીમાં માતા અને દાદીની જ્વેલરી પહેરી
Sesame seeds benifits : શિયાળામાં તલ આપશે શરીરને હૂંફ, સ્કીન કહેશે ચમકતી

આશા શોભના આ ઓવર રમી રહી હતી. ફાતિમા સનાએ પહેલા જ એક બાદ એક બે ચોગ્ગા ફટકાર્યા હતા અને તે ઓવરના છેલ્લા બોલ પર મોટો શોટ મારવાનો પ્રયાસ પણ કરી રહી હતી. તેણે એક બોલને બહારથી ફટકારવાનો પ્રયાસ કર્યો, પરંતુ બોલ બહારની ધારને લાગતા પાછળની તરફ ગયો.

કેચ લેવા માટે 1 સેકન્ડનો સમય પણ મળ્યો ન હતો

આ દરમિયાન રિચા ઘોષે પોતાની ચપળતા બતાવી અને બહાર જતા બોલને એક હાથે પકડી લીધો. બોલ લગભગ તેની પાસેથી પસાર થઈ ગયો હતો, પરંતુ રિચા ઘોષ બોલને પકડવામાં સફળ રહી હતી. તમને જણાવી દઈએ કે, રિચા ઘોષને આ કેચ લેવા માટે 1 સેકન્ડનો સમય પણ મળ્યો ન હતો અને તેણે આંખના પલકારામાં પોતાની ટીમને મોટી સફળતા અપાવી હતી. ફાતિમા સના આ મેચમાં 8 બોલમાં માત્ર 13 રન જ બનાવી શકી હતી. તમને જણાવી દઈએ કે, ટીમ ઈન્ડિયા માટે આ એક મોટી સફળતા હતી, કારણ કે છેલ્લી મેચમાં ફાતિમા સનાએ પાકિસ્તાન માટે સૌથી વધુ રન બનાવ્યા હતા.

Instagram पर यह पोस्ट देखें

ICC (@icc) द्वारा साझा की गई पोस्ट

ટીમ ઈન્ડિયાને 106 રનનો ટાર્ગેટ મળ્યો હતો

આ મેચમાં પાકિસ્તાનની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પણ તે કંઈ ખાસ કરી શકી નહીં. પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 105 રન બનાવ્યા હતા. અરુંધતી રેડ્ડીએ આ ઇનિંગમાં સૌથી વધુ 3 વિકેટ લીધી હતી. જ્યારે શ્રેયંકા પાટીલ 2 બેટ્સમેનોનો શિકાર કરવામાં સફળ રહી હતી. આશા શોભના, દીપ્તિ શર્મા અને રેણુકા સિંહને 1-1 સફળતા મળી. આ સાથે જ પાકિસ્તાન તરફથી નિદા ડારે સૌથી વધુ 28 રન બનાવ્યા.

g clip-path="url(#clip0_868_265)">