નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાશે BAPS કાર્યકર સુવર્ણ મહોત્સવ, 1 લાખ કાર્યકર અને મહંતસ્વામી રહેશે હાજર, જુઓ Video
આગામી 7 ડિસેમ્બરના દિવસે બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાનો કાર્યકર સુવર્ણ મહોત્સવ અમદાવાદમાં યોજાશે. વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં તેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
આગામી 7 ડિસેમ્બરના દિવસે બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાનો કાર્યકર સુવર્ણ મહોત્સવ અમદાવાદમાં યોજાશે. વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં તેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાનો કાર્યકર સુવર્ણ મહોત્સવ અમદાવાદમાં યોજાશે. વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં તેની તાડમાર તૈયારીઓ ચાલી રહી છે.
1 લાખ કાર્યકર્તાઓ રહેશે ઉપસ્થિત
BAPS કાર્યકર સુવર્ણ મહોત્સવની ઉજવણીની વિશિષ્ઠ સભામાં BAPS સંસ્તાનાં 1 લાખ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમ માટે પુરુષો અને મહિલા કાર્યકરો માટે ખાસ ડ્રેસ કોડ નક્કી કરવામાં આવ્યો છે. BAPSના વડા મહંતસ્વામીએ કાર્યકર સુવર્ણ મહોત્સવ ઉજવવાનો વિચાર રજૂ કર્યો હતો ત્યારબાદ આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં અબુધાબીમાં કાર્યક્રમની ઉપરેખા નક્કી કરાઇ હતી.
14 ફેબ્રુઆરીએ અબુધાબીમાં BAPS હિન્દુ મંદિરનાં લોકાર્પણ બાદ કાર્યકર સુવર્ણ મહોત્સવની ઉજવણીની બ્લૂપ્રિન્ટ તૈયાર કરાઇ. આ વર્ષે મે અને જૂન મહિનામાં બોટાદના સાળંગપુર ખાતે પણ મહંતસ્વામીની ઉપસ્થિતિમાં BAPS સંસ્થાના કાર્યકર્તાઓનું વિશેષ સંમેલન દિવ્ય સંન્નિધિ પર્વ યોજાયું હતું.
પુરુષો અને મહિલા કાર્યકરો માટે ખાસ ડ્રેસ
1 ડિસેમ્બરથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કાર્યક્રમ માટેની તૈયારીઓમાં BAPS સંસ્થાનાં સંતો અને સ્વયંસેવકો જોડાયા છે. ત્યારે 7 ડિસેમ્બરે યોજાનાર BAPS કાર્યકર સુવર્ણ મહોત્સવનો મુખ્ય કાર્યક્રમ 3 કલાક ચાલશે. જેમાં આખું ક્રિક્રેટનું ગ્રાઉન્ડ જ પ્રસ્તુતિ મંચ બનશે. 1500થી વધુ બાળકો ખાસ પ્રસ્તુતિ કરશે.
આ માટે સમગ્ર સ્ટેડિયમમાં કરાશે વૈશ્વિક કક્ષાનું લાઇટિંગ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પહેલીવાર કોઇ ધાર્મિક કાર્યક્રમ યોજાવવાનો છે. હાલ BAPS કાર્યકર સુવર્ણ મહોત્સવને ભવ્યાતિભવ્ય બનાવવા તૈયારીઓ ચાલી રહી છે. BAPS સ્વામિનારાયણ સંસ્થા 4 ડિસેમ્બરે કાર્યક્રમની સત્તાવાર સંપૂર્ણ રૂપરેખા જાહેર કરશે.