IPL 2023 માં ગુરુવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટક્કર સનરાઈઝર્સ હૈદરાબાદની થનારી છે. આ માટે આરસીબીની ટીમ હાલમાં હૈદરાબાદમાં છે. વિરાટ કોહલી, ફાફ ડુપ્લેસી સહિતના બેંગ્લોરના સ્ટાર ખેલાડીઓ હૈદરાબાદમાં મોજૂદ છે. હૈદરાબાદ સામે જીતીને બેંગ્લોર પ્લેઓફ માટે પોતાનો દાવો મજબૂત કરવાનો પ્રયાસ કરશે. સાથે જ આ જીત પણ મોટા અંતરથી મેળવવી જરુરી છે. આ દરમિયાન બેંગ્લોરની ટીમ હૈદરાબાદમાં મોહમ્મદ સિરાજના ઘરે ‘દાવત’ પહોંચી હતી.
RCB નો સુકાની ફાફ ડુ પ્લેસી અને વિરાટ કોહલી ઉપરાંત ટીમના ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ પણ સિરાજના ઘરે પહોંચ્યો હતો. સિરાજના પરિવારે તમામ ખેલાડીઓનુ બેંગ્લોરની પૂરી ટીમનુ સ્વાગત કર્યુ હતુ. હૈદરાબાદમાં હોવા દરમિયાન બેંગ્લોરની ટીમે સિરાજના પરિવારને મળવા પહોંચીએ કામ ચાહકોને પણ ખૂબ પસંદ આવ્યુ છે. સોશીયલ મીડિયા પર સિરાજના પરિવાર સાથે આરસીબીની ટીમના ખેલાડીઓની તસ્વીરો ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે.
બેંગ્લોરના ખેલાડીઓએ સિરાજના ઘરે ખૂબ જ એન્જોય કર્યો હતો. ખેલાડીઓએ ખૂબ મસ્તી અને મજાક કર્યા હતા. સિરાજના પરિવારે પણ બેંગ્લોરની ટીમનુ ખૂબ જ જબરદસ્ત સ્વાગત કર્યુ હતુ. વિરાટ કોહલી અને ફાફ ડુપ્લેસીએ સિરાજના પરિવાર સાથે તસ્વીરો પડાવી હતી. સિરાજના પરિવારની દાવત પર પહોંચેલી આરસીબીની ટીમની તસ્વીરો ટીમે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા શેર કરી હતી.
#PlayBold #ನಮ್ಮRCB pic.twitter.com/p2gM9gJnql
— Royal Challengers Bangalore (@RCBTweets) May 16, 2023
IPL 2023 માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ સતત સંઘર્ષ કરતી જોવા મળી હતી. અત્યાર સુધીમાં રમેલી 12 માંથી અડધી મેચ હાર્યુ છે અને એટલી જ મેચ જીતી છે. એટલે કે બેંગ્લોરે 6 મેચમા હાર અને 6 મેચમાં જીત મેળવી છે. પોઈન્ટ્સ ટેબલમાં બેંગ્લોર 5માં ક્રમે છે, પરંતુ પ્લેઓફ માટે બેંગ્લોરે હજુ પોતાની અંતિમ બંને મેચમા જીત જરુરી છે. જીત સારી હોવી પણ એટલી જ જરુરી છે, જે નેટ રનરેટ સારો બનાવી રાખે. આમ ગુરુવારે હૈદરાબાદ સામે સિરાજ પાસે તેના જ ઘરે સારા પ્રદર્શનની અપેક્ષા બેંગ્લોર રાખશે. સિરાજનુ પ્રદર્શન સિઝનમાં સારુ રહ્યુ છે.
Published On - 7:52 am, Wed, 17 May 23