IPL Cheerleaders: ચીયરલીડર્સ સાથે પ્રેક્ષકે કર્યુ ‘ખરાબ’ વર્તન, વિડીયો ઉતારી ખૂબ પરેશાન કરી! Video
IPL 2023: આઈપીએલમાં ચીયરલીડર્સ લાંબા સમય બાદ ફરીથી જોવા મળી રહી છે. કોરોના કાળ બાદ હવે પ્રથમ વાર ચીયરલીડર્સ ચોગ્ગા અને છગ્ગા અને વિકેટ પડવા પર માહોલ બનાવતી નજર આવી રહી છે. પરંતુ એક વિડીયોમાં એક શખ્શ ચીયરલીડર્સ સાથે અયોગ્ય વર્તન કરી રહ્યો હોવાનુ સામે આવ્યુ છે.
IPL 2023 માં ઘણી બધી ચિજો કોરોના કાળ બાદ ફરીથી જોવા મળી રહી છે, જે કોરોના કાળ પહેલા હતી. કોરોના સંક્રમણને લઈ વર્ષ 2020ની સિઝનથી આકરા નિંયત્રણ વચ્ચે ટૂર્નામેન્ટનુ આયોજન થઈ રહ્યુ હતુ. પરંતુ હવે ટીમ પોતાના ઘર આંગણે મેચ રમી રહેલી જોવા મળતા ટીમના ચાહકોનો રોમાંચનો પારો ફરી એ જ રીતનો જોવા મળી રહ્યો છે. ચીયરલીડર્સ પણ માહોલને ફરીથી જબરદસ્ત બનાવી રહી છે. ત્રણ વર્ષ બાદ ચીયરલીડર્સ ફરીથી સ્ટેડિયમમાં નજર આવી રહી છે. એક વિડીયો સામે આવ્યો છે. જેમાં એક શખ્શ ચીયરલીડર્સની સાથે ગેરવર્તન કરતા વાત કરીને પરેશાન કરતો નજર આવી રહ્યો છે.
સોશિયલ મીડિયા પર જોવા મળી રહેલો આ વિડીયોને લઈ માનવામાં આવી રહ્યુ છે કે, આ વિડીયો ગુજરાત ટાઈટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેનો છે. જે વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જોકે સ્પષ્ટ રીતે આ વિડીયો અંગે વિગતો જાણી શકાતુ નથી, પરંતુ ચીયરલીડર્સના ડ્રેસિંગ પર થી અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે કે, તે કઈ મેચ અને કયા સ્થળનો વિડીયો છે.
આ પણ વાંચોઃ Shubman Gill: અમદાવાદમાં સદી બાદ શુભમન ગિલે બતાવ્યા પોતાના ઈરાદા, એક વિડીયોએ કર્યા ઈશારા ઈશારામાં બતાવ્યુ સપનુ
ચીયરલીડર્સને કરી પરેશાન
વાયરલ થયેલા આ વિડીયોમાં પરેશાન કરનારા શખ્શનો ચહેરો દેખાતો નથી. જોકે શખ્શ દ્વારા વિડીયો બનાવવામાં આવ્યો હતો અને તે ચીયરલીડર્સને વિડીયો બનાવવા દરમિયાન હાય-હેલો કરી રહ્યો છે. શખ્શ વિડીયો બનાવવા દરમિયાન કહી રહ્યો છે કે, અમે તમને જ જોવા માટે આવ્યા હતા મેચ ચો અમે ઘરે બેસીને પણ જોઈ શકતા હતા. હદ તો આ યુવકે ત્યારે વટાવી કે જ્યારે તે વિડીયો દરમિયાન કહી રહ્યો છે કે, ચીયરલીડર્સ તેને લાઈન મારી રહી છે. તો વળી આગળ તે ચીયરલીડર્સને કહી રહ્યો છે કે, શુ કોઈ હેન્ડસમ યુવક નથી જોયો?
This Is How Cheerleaders In India Are Harrased During IPL By Spectators,
Look How Uneasy Indian Cheerleader Girls Are Looking, Foreigners Who Don’t Know What They Are Saying Are Just Smiling.
They Do Cheerleading For Money Doesn’t Mean They Don’t Have Self Respect.#IPL2O23 pic.twitter.com/oVIyM2KODI
— ਹਤਿੰਦਰ ਸਿੰਘ (@Hatindersinghr3) May 8, 2023
ચીયરલીડર્સને લઈ કેટલીક વાર વિવાદ અને ચર્ચાઓ બનતી હોય છે. જેમાં ઘટના સામે આવતા જ કાર્યવાહી પણ થતી હોય છે. અગાઉ મુંબઈ ઈન્ડિયન્સની ચીયરલીડર્સનો વિવાદ ખૂબ ચર્ચામાં રહ્યો હતો. જેમાં પાર્ટી દરમિયાન કેટલાક ક્રિકેટરોએ ચીયરલીડર્સને પરેશાન કરી હોવાની ચર્ચા હતી.