AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

R Ashwin : સૂર્યકુમારને ટીમમાંથી બહાર કરતા અશ્વિને BCCI પર લગાવ્યા ગંભીર આરોપ!

સૂર્યકુમાર યાદવે માત્ર પોતાની કેપ્ટનશીપ ગુમાવી નથી પરંતુ T20 ટીમમાંથી પણ બહાર કરી દેવામાં આવ્યો છે. ભારતે તેની કેપ્ટનશીપ હેઠળ 2026નો T20 વર્લ્ડ કપ જીત્યો હતો.

R Ashwin : સૂર્યકુમારને ટીમમાંથી બહાર કરતા અશ્વિને BCCI પર લગાવ્યા ગંભીર આરોપ!
R Ashwin on BCCIImage Credit source: X
| Updated on: Jun 07, 2026 | 9:54 AM
Share

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર રવિચંદ્રન અશ્વિને આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ સામેની સિરીઝ માટે શ્રેયસ અય્યરને ભારતનો નવો T20 કેપ્ટન તરીકે નિયુક્ત કરવા પર પ્રતિક્રિયા આપી છે. ટીમની જાહેરાત થાય તે પહેલાં જ સમાચાર આવ્યા હતા કે અય્યરને નેતૃત્વની ભૂમિકા સોંપવામાં આવશે. સૂર્યકુમાર યાદવે માત્ર પોતાની કેપ્ટનશીપ ગુમાવી નથી, પરંતુ તેને T20 ટીમમાંથી પણ બહાર કરી દેવામાં આવ્યો છે. ભારતે તેની કેપ્ટનશીપ હેઠળ 2026નો T20 વર્લ્ડ કપ જીત્યો હતો.

અય્યરને સૌથી યોગ્ય ઉમેદવાર કેમ માનવામાં આવી રહ્યો છે? આર અશ્વિન

યુટ્યુબ ચેનલ પર વાત કરતાં અશ્વિને અય્યરને સીધા કેપ્ટન બનાવવાના નિર્ણય પાછળના તર્ક પર સવાલ ઉઠાવ્યો છે. અશ્વિને કહ્યું કે અય્યર T20 ટીમમાં સ્થાન મેળવવા માટે લાયક છે પરંતુ પસંદગીકારો અચાનક તેને કેપ્ટનશિપ માટે સૌથી યોગ્ય ઉમેદવાર કેમ માની રહ્યા છે તે સમજાતું નથી. અશ્વિનના મતે ભારતની T20 ટીમ પહેલેથી જ સંતુલિત છે અને તેમાં એવી કોઈ મોટી ખામી નથી કે જેના કારણે મોટા ફેરફારો કરવાની જરૂર પડી શકે. અશ્વિને વધારામાં જણાવ્યું કે સ્પિન બોલિંગ વિકલ્પોને લઈને થોડી ચિંતા સિવાય ટીમ મજબૂત અને સ્થિર છે. તેથી કેપ્ટનશિપમાં આટલો મોટો બદલાવ સમજણ બહારનો છે.

ખરાબ ફોર્મ એકમાત્ર કારણ ન હોવું જોઈએ

અશ્વિને IPLમાં અય્યરના કેપ્ટન તરીકેના પ્રદર્શનની પ્રશંસા પણ કરી. અય્યરના નેતૃત્વ હેઠળ કોલકાતા નાઈટ રાઈડર્સે (KKR) ખિતાબ જીત્યો હતો અને પંજાબ કિંગ્સ ફાઇનલ સુધી પહોંચી હતી. જોકે અશ્વિનના મતે રાષ્ટ્રીય ટીમની કેપ્ટનશિપ માત્ર ફ્રેન્ચાઇઝી ક્રિકેટમાં મળેલી સફળતાના આધારે નક્કી કરવામાં આવી નહીં જોઈએ. અશ્વિને સૂર્યકુમાર યાદવના બેટિંગ ફોર્મનો પણ બચાવ કર્યો છે. તેમણે ભૂતકાળના મહાન કેપ્ટનોના ઉદાહરણ આપતાં કહ્યું કે માત્ર ખરાબ ફોર્મને આધારે કોઈ કેપ્ટનને હટાવી દેવું યોગ્ય નથી. તેના બદલે જરૂર પડે તો સૂર્યકુમારને બેટ્સમેન તરીકે સ્પષ્ટ ભૂમિકા આપવી જોઈએ.

સતત બદલાવથી સર્જાય છે અસ્થિરતા

અશ્વિને વારંવાર કેપ્ટનશીપમાં ફેરફારને કારણે થતી અસ્થિરતા વિશે પણ ચેતવણી આપી છે. અશ્વિને કહ્યું કે લાંબા ગાળાની સફળતા માટે સુસંગતતા જરૂરી હોય છે. મુખ્ય અને મોટી ટુર્નામેન્ટમાં અનુભવી મેચ-વિનર્સ ખેલાડીઓ પર ભાર મૂક્યો છે. નોંધનીય છે કે ભારતના T20 કેપ્ટન તરીકે સૂર્યકુમાર યાદવનું રેકોર્ડ શાનદાર રહ્યું છે. તેણે 52 મેચોમાંથી 40 મેચોમાં ટીમને જીત અપાવી છે.

આ પણ વાંચો, Suryakumar Yadav : ભારતને T20 વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટન સૂર્યકુમાર યાદવ કાયમ માટેનો OUT? શું કહ્યું અજીત અગરકરે!

Follow Us
સાગબારાના ખેડૂતોના જમીન હકના મુદ્દે રક્ષાબંધન બાદ મંત્રીઓ ચર્ચા કરશે
સાગબારાના ખેડૂતોના જમીન હકના મુદ્દે રક્ષાબંધન બાદ મંત્રીઓ ચર્ચા કરશે
તહેવારો પહેલાં મોંઘવારીનો માર: ખાંડ-ડુંગળીના ભાવ બમણા, મીઠાઈ પણ મોંઘી
તહેવારો પહેલાં મોંઘવારીનો માર: ખાંડ-ડુંગળીના ભાવ બમણા, મીઠાઈ પણ મોંઘી
ક્રૂડ ઓઇલમાં તેજીથી સુરતનો કાપડ ઉદ્યોગ મુશ્કેલીમાં, SGCCIએ માંગી રાહત
ક્રૂડ ઓઇલમાં તેજીથી સુરતનો કાપડ ઉદ્યોગ મુશ્કેલીમાં, SGCCIએ માંગી રાહત
Trending Video: હિન્દુસ્તાની ભાઈએ સુમો પહેલવાન સાથે લીધો પંગો
Trending Video: હિન્દુસ્તાની ભાઈએ સુમો પહેલવાન સાથે લીધો પંગો
દેશી દારૂના વેચાણના વાયરલ વીડિયો બાદ મહિલાની અટકાયત
દેશી દારૂના વેચાણના વાયરલ વીડિયો બાદ મહિલાની અટકાયત
રાજકોટમાં યોજાતા લોકમેળાને લઇને મોટા સમાચાર
રાજકોટમાં યોજાતા લોકમેળાને લઇને મોટા સમાચાર
વાયરલ થયો આ એક વીડિયો અને રાજકોટ પોલીસ થઈ દોડતી
વાયરલ થયો આ એક વીડિયો અને રાજકોટ પોલીસ થઈ દોડતી
બુટલેગર પાસે હપ્તો માગનાર અમદાવાદ પોલીસકર્મી સસ્પેન્ડ - જુઓ Video
બુટલેગર પાસે હપ્તો માગનાર અમદાવાદ પોલીસકર્મી સસ્પેન્ડ - જુઓ Video
દોઢ વર્ષના બાળકની અન્નળીમાં પીન ફસાય , જુઓ Video
દોઢ વર્ષના બાળકની અન્નળીમાં પીન ફસાય , જુઓ Video
સુરતમાં હચમચાવતી ઘટના! 13 વર્ષના કિશોરની ગરદનમાંથી આરપાર થયો સળિયો
સુરતમાં હચમચાવતી ઘટના! 13 વર્ષના કિશોરની ગરદનમાંથી આરપાર થયો સળિયો
g clip-path="url(#clip0_868_265)">