રણજી ટ્રોફી 2022 (Ranji Trophy 2022 Final) ની ફાઈનલ મેચ મુંબઈ અને મધ્યપ્રદેશ (Mum vs MP) વચ્ચે બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ટોસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કરતા મુંબઈએ પ્રથમ દિવસની રમતના અંતે પાંચ વિકેટે 248 રન બનાવ્યા હતા. મહત્વનું છે કે મુંબઈની ટીમ 42 વખત આ ટાઇટલ જીતી ચુકી છે. જ્યારે મધ્ય પ્રદેશની ટીમ હજુ સુધી એક પણ વાર રણજી ટ્રોફીનું ટાઇટલ જીતી શકી નથી. ત્યારે મધ્ય પ્રદેશ પોતાનું તમામ જોર લગાવશે પોતાનું પહેલો ટાઇટલ જીતવા માટે જ્યારે મુંબઈ લાંબા સમયથી આ ટાઇટલ નહીં જીતવાના ગેપને તોડી ઇતિહાસ રચવા માંગશે.
મુંબઈ તરફથી ઓપનર યશસ્વી જયસ્વાલ (Yashasvi Jaiswal) એ શાનદાર પ્રદર્શન કરતા સૌથી વધુ 78 રન બનાવ્યા હતા. આ સાથે જ ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનાર સરફરાઝ પણ ફાઇનલ મેચમાં લયમાં જોવા મળ્યો હતો. તે 40 રને અણનમ પરત રહ્યો હતો. આ ઉપરાંત મધ્યપ્રદેશ તરફથી અનુભવ અગ્રવાલ અને દર્શન જૈને બે-બે વિકેટ લીધી હતી. બીજી તરફ કુમાર કાર્તિકેયને સફળતા મળી.
રણજી ટ્રોફી ફાઈનલના પ્રથમ દિવસના પ્રથમ સત્ર મુંબઈ તરફ રહ્યા બાદ મધ્યપ્રદેશે બીજા સત્રમાં ત્રણ વિકેટ સાથે બાઉન્સ બેક કર્યું અને ચા સુધી 64 ઓવરમાં 41 વખતના ચેમ્પિયનને 201/4 સુધી સીમીત રાખ્યું હતું.
Saransh Jain & Anubhav Agarwal scalped 2 wickets each while @ybj_19 scored 78 on Day 1 of the @Paytm #RanjiTrophy #Final between Madhya Pradesh and Mumbai. 👍 👍 #MPvMUM
Watch the highlights 🎥 🔽https://t.co/qVVecmv99F pic.twitter.com/kvPXsazuPH
— BCCI Domestic (@BCCIdomestic) June 22, 2022
મુંબઈ તરફથી યશસ્વી જયસ્વાલે સૌથી વધુ 78 રન બનાવ્યા હતા. લંચ પછી 103/1 થી મુંબઈએ રમવાનું શરૂ કર્યું અને તરત જ તેની બીજી વિકેટ ગુમાવી દીધી. જ્યારે અરમાન જાફર કુમાર કાર્તિકેય સિંહના હાથે ધીમા બોલ પર કેચ આઉટ થયો હતો. મુંબઈ ટીમના સ્ટાર યુવા ક્રિકેટર યશસ્વી જયસ્વાલે મિડ-વિકેટ પર શાનદાર શોટ ફટકારી એક રન લઇને પોતાની અડધી સદી પૂરી કરી હતી. ત્યારે સુવેદ પારકર (18) પણ સરંશ જૈનના બોલ પર આઉટ થયો હતો.
દરમિયાન યશસ્વી જયસ્વાલે ગૌરવ યાદવની એક ઓવરમાં ત્રણ ચોગ્ગા ફટકાર્યા હતા. પરંતુ સિઝનમાં ત્રીજી વખત મુંબઈએ રન-ઓફ પ્લે સામે વિકેટ ગુમાવી હતી. કારણ કે જયસ્વાલ (78) અનુભવની બોલ પર ખરાબ શોટ રમીને આઉટ થયો હતો.