PBKS vs GT Cricket Highlights Score, IPL 2022 : રાહુલ તેવતિયાએ 2 છગ્ગા સાથે પંજાબની જીત છીનવી, ગુજરાતની જીતની હેટ્રિક

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 08, 2022 | 11:43 PM

આપીએલ 2022 (IPL 2022) માં ગુજરાત ટાઇન્ટ ટીમે શાનદાર પ્રદર્શન કરતા લીગમાં જીતની હેટ્રિક મેળવી છે. પંજાબ કિંગ્સ ટીમને 6 વિકેટે હરાવીને સતત ત્રીજી મેચ જીતી હતી.

PBKS vs GT Cricket Highlights Score, IPL 2022 : રાહુલ તેવતિયાએ 2 છગ્ગા સાથે પંજાબની જીત છીનવી, ગુજરાતની જીતની હેટ્રિક
PBKS vs GT

IPL 2022 માં આજે ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે ટક્કર થશે. મહત્વનું છે કે ગુજરાત ટાઇટન્સની ટીમ અત્યાર સુધી રમેલી બંને મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું છે અને બંને મેચમાં જીત મેળવી હતી. તો પંજાબ કિંગ્સ ટીમે અત્યાર સુધી રમેલી 3 મેચમાંથી બે મેચમાં જીત મેળવી હતી.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 08 Apr 2022 11:41 PM (IST)

    Punjab vs Gujarat Match : રાહુલ તેવતિયાએ વિજયી છગ્ગો ફટકાર્યો

    રાહુલ ટીઓટિયાએ છેલ્લા બોલે સિક્સર ફટકારીને ગુજરાતને મેચ જીતાડી હતી. ગુજરાતને જીતવા માટે છેલ્લા 2 બોલ પર 12 રનની જરૂર હતી અને તેવતિયાએ આ 2 સિક્સર ફટકારી હતી. આ સાથે ગુજરાતે જીતની હેટ્રિક પૂરી કરી.

  • 08 Apr 2022 11:25 PM (IST)

    Punjab vs Gujarat Match : પંજાબને મોટી સફળતા મળી, ગિલ આઉટ

    શુભમન ગિલ 19મી ઓવરના પાંચમા બોલ પર આઉટ થયો. તે પોતાની સદી પૂરી કરી શક્યો નહીં. રબાડાના બોલ પર તેણે કવર પર મયંક અગ્રવાલને સરળ કેચ આપ્યો હતો.

  • 08 Apr 2022 11:18 PM (IST)

    Punjab vs Gujarat Match : પંડ્યાને જીવનદાન મળ્યું

    રાહુલ ચહરના બોલ પર હાર્દિકને જીવનદાન મળ્યું હતું. પાંચમા બોલ પર પંડ્યાએ મોટો શોટ રમવાનો પ્રયાસ કર્યો પરંતુ બોલ હવામાં ગયો પરંતુ રબાડા બોલને પકડી શક્યો નહીં.

  • 08 Apr 2022 11:18 PM (IST)

    Punjab vs Gujarat Match : હાર્દિક પંડ્યાએ ચોગ્ગો ફટકાર્યો

    17મી ઓવરના બીજા બોલ પર હાર્દિક પંડ્યાએ રાહુલ ચહર પર ચોગ્ગો ફટકાર્યો હતો. રાહુલે બોલને ઓફ-સ્ટમ્પની બહાર ફેંક્યો અને પંડ્યાએ તેને કાપીને ચોગ્ગો ફટકાર્યો. પછીના બોલ પર પંડ્યાએ ફરી ચોગ્ગો ફટકાર્યો.

  • 08 Apr 2022 11:08 PM (IST)

    Punjab vs Gujarat Match : સુદર્શન આઉટ

    રાહુલ ચહરે સુદર્શનની ઈનિંગનો અંત લાવ્યો અને આ સાથે જ શુભમન ગિલ અને સુદર્શનની ભાગીદારી પણ તૂટી ગઈ. 15મી ઓવરના ચોથા બોલ પર સુદર્શને રાહુલની ગુગલી પર લાંબો શોટ રમવાનો પ્રયાસ કર્યો પરંતુ બોલ બેટ પર બરાબર લાગ્યો નહીં અને મયંક અગ્રવાલે તેનો કેચ પકડી લીધો. ગિલ અને સુદર્શને 101 રનની ભાગીદારી કરી હતી.

  • 08 Apr 2022 10:40 PM (IST)

    Punjab vs Gujarat Match : સુદર્શનનો શાનદાર ચોગ્ગો

    10મી ઓવરના ચોથા બોલ પર સુદર્શને સુંદર શોટ સાથે ચોગ્ગો ફટકાર્યો. ઓડિયોન સ્મિથે બોલને ઓફ સ્ટમ્પ પર સુદર્શનને ફટકાર્યો અને સુદર્શને ધીમેથી કવરની વચ્ચેથી એક શાનદાર ડ્રાઇવ શોટ સાથે ચોગ્ગો ફટકાર્યો.

  • 08 Apr 2022 10:31 PM (IST)

    Punjab vs Gujarat Match : ગિલની અડધી સદી

    શુભમન ગિલે ચોગ્ગા સાથે પોતાની અડધી સદી પૂરી કરી. તેણે નવમી ઓવરના બીજા બોલમાં ચોગ્ગો ફટકારીને પોતાના 50 રન પૂરા કર્યા. ત્યાર બાદ ગિલે ચોથા બોલ પર પણ ચોગ્ગો ફટકાર્યો. આ તેની સતત બીજી અડધી સદી છે. ગિલે પ્રથમ ચાર કવર પર અને બીજા ચાર બેકવર્ડ પોઈન્ટ પર ફટકાર્યા હતા.

  • 08 Apr 2022 10:29 PM (IST)

    Punjab vs Gujarat Match : ગિલનો શાનદાર શોટ

    આઠમી ઓવરના બીજા બોલ પર શુભમન ગિલે સિક્સર ફટકારી હતી. ઓડિયોન સ્મિથે બાઉન્સર ફેંક્યો અને ગિલે ઝડપી પોઝિશન લીધી અને તેને ખેંચ્યો અને ડીપ મિડવિકેટ પર 6 રન ફટકાર્યા.

  • 08 Apr 2022 09:27 PM (IST)

    Punjab vs Gujarat Match : પંજાબે 20 ઓવરમાં કર્યા 189 રન

    પંજાબ કિંગ્સ ટીમે શાનદાર પ્રદર્શન કરતા 20 ઓવરમાં 9 વિકેટના ભોગે 189 રન કર્યા. પંજાબ તરફથી લિવિંસ્ટોને આક્રમક 64 રન, જીતેશ શર્માએ 11 બોલમાં 23 રન અને શાહરુખ ખાને 8 બોલમાં 15 રન કર્યા અને રાહુલ ચહરે 14 બોલમાં 22* રન કર્યા હતા. જ્યારે ગુજરાત તરફથી રાશિદ ખાને 3 વિકેટ ઝડપી હતી.

  • 08 Apr 2022 09:07 PM (IST)

    Punjab vs Gujarat Match : શાહરુખ ખાન આઉટ

    શાહરૂખ ખાન આઉટ થઇ ગયો છે. રાશિદ ખાને તેને પોતાનો શિકાર બનાવ્યો હતો. રાશિદનો બોલ શાહરુના પેડ પર વાગ્યો અને તેણે અપીલ કરી. અમ્પાયરે આઉટ આપ્યો અને શાહરૂખે અહીં રિવ્યુ લીધો જે નિષ્ફળ ગયો.

  • 08 Apr 2022 09:06 PM (IST)

    Punjab vs Gujarat Match : લિવિંસ્ટોન આઉટ

    પંજાબને છઠ્ઠો ઝટકો લાગ્યો છે. લિયામ લિવિંગ્સ્ટન આઉટ થઇ ગયો છે. લિવિંગસ્ટને મોટો શોટ રમવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તે ડેવિડ મિલરના ડીપ સ્ક્વેર લેગ પર કેચ થયો હતો.

  • 08 Apr 2022 08:47 PM (IST)

    Punjab vs Gujarat Match : લિવિંગસ્ટોનની અડધી સદી

    લિવિંગસ્ટને તેની અડધી સદી પૂરી કરી લીધી છે. તેણે 13મી ઓવરના છેલ્લા બોલ પર સિક્સર ફટકારીને પોતાની અડધી સદી પૂરી કરી. તેણે 21 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી. જે આ સિઝનની બીજી સૌથી ઝડપી અડધી સદી છે.

  • 08 Apr 2022 08:46 PM (IST)

    Punjab vs Gujarat Match : જીતેશ શર્માની આક્રમક બેટિંગ

    જીતેશ શર્માએ 13મી ઓવર લાવનાર રાહુલ તેવટિયાના ત્રીજા અને ચોથા બોલ પર સતત 2 છગ્ગા ફટકાર્યા હતા. પ્રથમ સિક્સ, તેણે સ્લોગ સ્વીપ પર રમીને ફટકારી અને બીજો છગ્ગો પણ તે જ સ્ટાઇલમાં ફટકાર્યો. આ બંને છગ્ગા મિડવિકેટ પર આવ્યા હતા.

  • 08 Apr 2022 08:28 PM (IST)

    Punjab vs Gujarat Match : ગુજરાતને મળી મોટી સફળતા

    શિખર ધવન આઉટ થઇ ગયો છે. રાશિદ ખાને શિખર ધવનને પોતાનો શિકાર બનાવ્યો હતો.

  • 08 Apr 2022 08:27 PM (IST)

    Punjab vs Gujarat Match : લિવિંસ્ટોનનો મળ્યું જીવનદાન

    લિવિંગ્સ્ટન આઉટ થતા બચી ગયો. નવમી ઓવરના ચોથા બોલ પર લિવિંગ્સ્ટન મિડવિકેટ તરફ મોટો શોટ રમ્યો હતો અને હાર્દિક પંડ્યાએ તેને શાનદાર રીતે કેચ કર્યો હતો પરંતુ પંડ્યાનો પગ બાઉન્ડ્રી સાથે અડી ગયો હતો અને આ રીતે લિવિંગ્સ્ટન આઉટ થતા બચી ગયો હતો.

  • 08 Apr 2022 08:25 PM (IST)

    Punjab vs Gujarat Match : લિવિંગસ્ટોનનો શાનદાર છગ્ગો

    આઠમી ઓવર નાખવા આવેલા દર્શન નલકાંડેના ચોથા બોલ પર લિવિંગસ્ટને શાનદાર સિક્સર ફટકારી હતી. નલકાંડે બોલને શોર્ટ ઓફ લેન્થ પર ફટકાર્યો અને મિડ ઓન તરફ સિક્સર ફટકારી.

  • 08 Apr 2022 07:58 PM (IST)

    Punjab vs Gujarat Match : ધવનનો વન બાઉન્સ ચોગ્ગો

    મોહમ્મદ શમીના સ્થાને આવેલા લોકી ફર્ગ્યુસને શિખર ધવને ચોગ્ગાથી આવકાર આપ્યો છે. પહેલા બોલ પર ધવને તેને મિડ-ઓન પર ફટકાર્યો અને ચાર રન લીધા. પછીના બોલ પર, ધવને કવર ડ્રાઈવ પર સતત બીજો ચોગ્ગો ફટકાર્યો હતો.

  • 08 Apr 2022 07:44 PM (IST)

    Punjab vs Gujarat Match : મયંક અગ્રવાલ આઉટ

    મયંક અગ્રવલા બીજી ઓવરના અંતિમ બોલ પર આઉટ થઇ ગયો છે. હાર્દિક પંડ્યાએ ગુજરાતને પહેલી સફળતા અપાવી.

  • 08 Apr 2022 07:17 PM (IST)

    Punjab vs Gujarat Match : ગુજરાતની પ્લેઇંગ XI

    ગુજરાત ટાઇટન્સની પ્લેઇંગ ઇલેવનઃ હાર્દિક પંડ્યા (સુકાની), શુભમન ગિલ, મેથ્યુ વેડ (વિકેટકીપર), સાઈ સુદર્શન, ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, અભિનવ મનોહર, રાશિદ ખાન, લોકી ફર્ગ્યુસન, દર્શન નલકાંડે, મોહમ્મદ શમી.

  • 08 Apr 2022 07:15 PM (IST)

    Punjab vs Gujarat Match : પંજાબની પ્લેઇંગ XI

    પંજાબ કિંગ્સની પ્લેઇંગ ઇલેવનઃ મયંક અગ્રવાલ (સુકાની), શિખર ધવન, લિયામ લિવિંગ્સ્ટન, જોની બેરસ્ટો, જીતેશ શર્મા (વિકેટકીપર), શાહરૂખ ખાન, ઓડિયન સ્મિથ, અર્શદીપ સિંહ, કાગીસો રબાડા, રાહુલ ચહર, વૈભવ અરોરા.

  • 08 Apr 2022 07:10 PM (IST)

    Punjab vs Gujarat Match : ગુજરાતના 2 ખેલાડીઓએ ડેબ્યુ કર્યું

    આજની મેચમાં ગુજરાત માટે 2 ખેલાડીઓ પદાર્પણ કરી રહ્યા છે. આ મેચમાં દર્શન નલકાંડે અને સાઈ સુદર્શનને આઈપીએલમાં ડેબ્યૂ કરવાની તક મળી.

  • 08 Apr 2022 07:05 PM (IST)

    Punjab vs Gujarat Match : ગુજરાત ટાઇટન્સે ટોસ જીત્યો

    ગુજરાત ટાઇટન્સ ટીમે ટોસ જીતી પહેલા બોલિંગ લેવાનો નિર્ણય કર્યો.

Published On - Apr 08,2022 7:03 PM

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">