IPL 2023: પ્રભસિમરન સિંહ દિલ્હીમાં સદી નોંધાવી છવાઈ ગયો, અગાઉ મુંબઈમાં 17 છગ્ગા ફટકારી ધમાલ મચાવી હતી

|

May 13, 2023 | 10:39 PM

Prabhsimran Singh: દિલ્હી કેપિટલ્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા માટે પંજાબ કિંગ્સને મેદાને ઉતાર્યુ હતુ. PBKS તરફથી પ્રભસિમરન સિંહે શાનદાર સદી નોંધાવી હતી.

IPL 2023: પ્રભસિમરન સિંહ દિલ્હીમાં સદી નોંધાવી છવાઈ ગયો, અગાઉ મુંબઈમાં 17 છગ્ગા ફટકારી ધમાલ મચાવી હતી
Prabhsimran Singh century

Follow us on

IPL 2023 માં શનિવારે ડબલ હેડર દિવસની બીજી મેચ દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાઈ છે. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં પંજાબ કિંગ્સે ટોસ હારીને પ્રથમ બેટિંગ કરી હતી. પ્રથમ બેટિંગ કરતા પંજાબની શરુઆત ખરાબ અને ધીમી રહી હતી. પરંતુ ઓપનર પ્રભસિમરન સિંહે એકલા હાથે ટીમને યોગ્ય પડકારજનક સ્કોર તરફ આગળ વધારી હતી. પ્રભસિમરને એક છેડો સાચવી રાખતા પોતાની રમત જારી રાખીને પંજાબનુ સ્કોર બોર્ડ આગળ વધાર્યુ હતુ. આમ કરતા તેણે સંઘર્ષની સ્થિતી વચ્ચે સદી નોંધાવી હતી.

પ્રભસિમરન સિંહે આઈપીએલમાં પોતાની પ્રથમ સદી નોંધાવી હતી. પ્રથમ બેટિંગ કરતા પંજાબે પ્રભસિમરનની સદી વડે 167 રનનો સ્કોર નિર્ધારીત 20 ઓવરના અંતે નોંધાવ્યો હતો. જોકે પ્રભસિમરનની આ ઈનિંગ પ્રથમ નથી કે, તેણે એકલા હાથે સંઘર્ષ કર્યો હોય અને ટીમને માટે સ્કોર વધારવા માટે પ્રયાસ કર્યો હોય.

ખૂબસૂરત મહિલા પહેલવાન બની DCP, જાણો નામ અને જુઓ તસવીર
દુનિયાની સૌથી મોંઘી કોફી કઈ છે, અનોખી રીતે થાય છે તૈયાર
બજારમાં આવી ગઈ છે નકલી બદામ, આ રીતે કરો અસલી નકલીની ઓળખ
Moong Dal Khichdi : મગની દાળની ખીચડી કોણે ન ખાવી જોઈએ?
રોહિત શર્મા દિવસમાં કેટલી વાર ખાય છે? ફેવરિટ ફૂડ કયું છે?
Milk For Face : ચહેરા પર રોજ કાચું દૂધ લગાવવાથી શું થાય છે? જાણો અહીં

PBKS ના ઓપનરની શાનદાર સદી

પંજાબ કિંગ્સના યુવા ઓપનર બેટરે સદી વડે ધમાલ મચાવી દીધી છે. આ પહેલા યુવા ઓપનર યશસ્વી જયસ્વાલે સદી નોંધાવી હતી. યશસ્વી પણ યુવા ક્રિકેટર છે અને તેણે શાનદાર રમત વડે પ્રભાવિત કર્યા હતા. પ્રભસિમરન 2019 થી પંજાબ કિંગ્સનો હિસ્સો છે. પરંતુ તેને આ સિઝનમાં જ પ્રથમવાર આટલી બધી તક મળી છે અને જેમાં તેણે પોતાને સાબિત કરવાનો મોકો ઉઠાવ્યો હતો. પ્રભસિમરને સિઝનની શરુઆતમાં જ 34 બોલનો સામનો કરીને 60 રન નોંધાવ્યા હતા. જોકે ત્યાર બાદ તેના બેટથી મોટી ઈનીંગ સામે આવી રહી નહોતી. જોકે દિલ્હીમાં તેણે દિલ જીતી લેનારી ઈનીંગ રમી છે.

યુવા ઓપનરે 65 બોલનો સામનો કરીને 103 રનની ઈનીંગ રમી હતી. 23 વર્ષીય ઓપનર પ્રભસિમરનને આમતો તોફાની ઈનીંગ રમવાની આદત છે. તેણે ઘરેલુ ક્રિકેટમાં પણ સારુ પ્રદર્શન કર્યુ છે. પંજાબ માટે ઘરેલુ ક્રિકેટમાં જૂનિયર લેવલે મોટી ઈનીગ્સ રમી ચુક્યો છે. પ્રભસિમરન 2018માં અંડર-23 ટૂર્નામેન્ટ રમતા 303 બોલનો સામનો કરીને 298 રન નોંધાવ્યા હતા.

 

શરુઆત શૂન્યથી

આ પહેલા ટી20 ક્રિકેટમાં પોતાની રમતની શરુઆત શૂન્ય થી કરી હતી. એટલે કે તેની પ્રથમ ઈનીંગ શૂન્ય રનની જ રહી હતી. પંજાબ માટે ઘરેલુ ક્રિકેટમાં મધ્યપ્રદેશ સામે રમતા તે શૂન્ય રન પર આઉટ થયો હતો. જોકે ત્યાર બાદ થી પ્રભસિમરન સતત રન નિકાળતો રહ્યો છે. સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં પ્રભસિમરન સિંહે 2021 માં ગોવા સામેની એક મેચમાં 61 બોલમાં 119 રનની સદી નોંધાવી હતી. જે સદી ટી20 ફોર્મેટમાં તેના બેટથી પ્રથમ સદી નોંધાઈ હતી.

 

 

ડીવાય પાટિલ ટી20 ટૂર્નામેન્ટમાં 55 બોલમાં 161 રનની ઈનીંગ રમનારો પ્રભસિમરને 178 છગ્ગા ફટકાર્યા હતા. પ્રભસિમરનને પંજાબ કિંગ્સે 2019માં 4.80 કરોડ રુપિયામાં પોતાની સાથે જોડ્યો હતો. ત્યાર બાદ તે 2022 માં રિલીઝ થયો હતો અને ફરીથી તેને પંજાબે 60 લાખ રુપિયામાં પોતાની સાથે જોડ્યો હતો.

 

આ પણ વાંચોઃ SRH vs LSG IPL Match Result: પૂરનની તોફાની રમત વડે લખનૌએ 7 વિકેટે મેળવી રોમાંચક જીત, પ્રેરક માંકડની અડધી સદી

 

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

Published On - 10:37 pm, Sat, 13 May 23

Next Article