PAK vs NZ: ન્યુઝીલેન્ડે બીજી ટેસ્ટના પ્રથમ દિવસને જ પાકિસ્તાનને પરેશાન કરી દીધુ, કોન્વેની શાનદાર સદી

TV9 GUJARATI

|

Updated on: Jan 02, 2023 | 9:57 PM

પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે કરાચીમાં ટેસ્ટ મેચ રમાઈ રહી છે. બીજી ટેસ્ટ મેચના પ્રથમ દિવસે જ કિવી ઓપનીંગ જોડીએ પાકિસ્તાન બોલરોને કરાચીની સપાટ પીચ પર પરેશાન કરી દીધા હતા.

PAK vs NZ: ન્યુઝીલેન્ડે બીજી ટેસ્ટના પ્રથમ દિવસને જ પાકિસ્તાનને પરેશાન કરી દીધુ, કોન્વેની શાનદાર સદી
Devon Conway એ સદી નોંધાવી હતી

Follow us on

ન્યુઝીલેન્ડ હાલમાં પાકિસ્તાન પ્રવાસે છે. ત્યાર બાદ ન્યુઝીલેન્ડની ટીમ ભારત પ્રવાસે આવી પહોંચશે. પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે 2 મેચોની ટેસ્ટ સિરીઝ રમાઈ રહી છે. જેની પ્રથમ મેચ ડ્રો રહી હતી. જ્યારે બીજી મેચ સોમવારથી શરુ થઈ છે. જે કરાચીમાં રમાઈ રહી છે. કરાચી ટેસ્ટમાં ન્યુઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. કિવી ટીમે યજમાન ટીમના બોલરોને પરેશાન કરતી શરુઆત કરી હતી. કિવી ઓપનરોએ શાનદાર શતકીય ભાગીદારી રમત વડે મેચના પ્રથમ દિવસે ઈનીંગની શરુઆત કરી હતી. જોકે પાકિસ્તાની બોલરોએ અંતિમ સત્રમાં વિકેટ મેળવવામાં સફળતા મેળવી હતી.

પ્રથમ દિવસની રમતના અંતે ન્યુઝીલેન્ડનો સ્કોર 6 વિકેટના નુક્સાને 309 રન હતો. કિવી ઓપનીંગ જોડી ટોમ લાથમ અને ડેવેન કોન્વેએ શતકીય ભાગીદારી કરી હતી. બંનેએ શાનદાર રમત દર્શાવી પાકિસ્તાની બોલરોનો સામનો કર્યો હતો. કોન્વેએ શાનદાર સદી નોંધાવી હતી. જ્યારે લાથમે અડધી સદી નોંધાવી હતી. જેના થકી કિવી ટીમ 300 પ્લસના સ્કોર પર પ્રથમ દિવસે પહોંચવામાં સફળતા મેળવી છે.

કોન્વેની શાનદાર સદી

બંને ઓપનરોએ 134 રનની ભાગીદારી નોંધાવી હતી. કોન્વેએ 191 બોલનો સામનો કરીને 122 રન નોંધાવ્યા હતા. આ દરમિયાન તેણે 16 ચોગ્ગા ફટકાર્યા હતા. કોન્વેએ 156 બોલમાં જ પોતાની સદી પુરી કરી લીધી હતી. ટી બ્રેક બાદ તે સલમાનનો શિકાર થયો હતો. તે વિકેટકીપર સરફરાઝ અહેમદના હાથમાં કેચ ઝડપાયો હતો. જ્યારે ટોમ લાથમે અડધી સદી નોંધાવી હતી. તેણે 71 રન નોંધાવ્યા હતા. કોન્વેએ બીજી વિકેટ માટે કેન વિલિયમસન સાથે મળીને 100 રનની પાર્ટનરશિપ કરી હતી. આમ કોન્વે બે શતકીય ભાગીદારીનો હિસ્સો રહ્યો હતો. વિલિયમસને 36 રનનુ યોગદાન ટીમના સ્કોરમાં આપ્યુ હતુ.

વિલિયમસન નસીમ શાહના બોલ પર આઉટ થયો હતો, તે વિકેટકીપર ના હાથમાં કેચ આઉટ થયો હતો. સલમાનનો આગળનો શિકાર હેન્રી નિકોલ્સ થયો હતો. નિકોલ્સે 26 રન નોંધાવ્યા હતા. ડેરિલ મિશેલ 3 રન નોંધાવીને પરત પેવેલિયન ફર્યો હતો. માઈકલ બ્રેસવેલ એલબીડબલ્યૂ આઉટ થયો હતો. તે શૂન્ય રને જ પરત ફર્યો હતો.

સલમાન અને નસીમ અસરકારક રહ્યા

એક સમયે પાકિસ્તાનના બોલરો પિચ પર થોડુક ઘાસ હોવા છતાં પણ ખાસ પ્રભાવિત કરનારી બોલીંગ કરી શક્યા નહોતા. તેઓ વિકેટ શોધતા જ રહ્યા અને ન્યુઝીલેન્ડના બેટ્સમેનો સામે લાચાર થઈ સંઘર્ષ કરી રહ્યા હતા. જોકે અંતિમ સત્રમાં વિકેટો મળતા કેટલેક અંશે બોલરોને રાહત થઈ હતી. પાકિસ્તાન તરફથી પ્રથમ દિવસની રમતમાં 55 રન આપીને સલમાન 3 વિકેટ ઝડપવામાં સફળ રહ્યો હતો. જ્યારે નસીમ શાહે 2 વિકેટ ઝડપી હતી. શાહે 44 રન આપ્યા હચા. સ્પિનર અબરાર અહેમદે એક વિકેટ ઝડપી હતી, જોકે તેણે 101 રન ગૂમાવ્યા હતા આ માટે.

Latest News Updates

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati