પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે કરાચીમાં ટેસ્ટ શ્રેણીની બીજી મેચ રમાઈ રહી છે. બંને વચ્ચેની શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ ડ્રો રહી હતી. પરંતુ બીજી ટેસ્ટમાં પણ પિચને લઈ સવાલ ઉઠવા લાગ્યા છે. ન્યુઝીલેન્ડના ક્રિકેટર મિશેલ મેકક્લેનાઘને અને આઈસલેન્ડ ક્રિકેટ બોર્ડે કરાચીની પિચ પર સોશિયલ મીડિયામાં મજાક ઉડાવી હતી. કરાચીની પિચને તેઓએ રોડ તરીકે ઓળખાવ્યો હતો. તો વળી આઈસલેન્ડ બોર્ડે તો કહ્યુ કે ટોલટેક્સ લગાવી લ્યો!
નેશનલ સ્ટેડિયમ કરાચીમાં રમાઈ રહેલી ટેસ્ટ મેચમાં બોલરોને કોઈ જ મદદ મળી નથી રહી. અહીં જ ન્યુઝીલેન્ડ અને પાકિસ્તાન વચ્ચે શ્રેણીની પ્રથમ ટેસ્ટ રમાઈ રહી હતી. જ્યારે આ અગાઉ ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચેની ટેસ્ટ મેચ રમાઈ હતી. આ મેચ દરમિયાન પણ બોલરોને પિચથી મદદ મેળવવામાં મુશ્કેલી જણાઈ હતી. જેને લઈ હવે પિચ પર નિશાન તકાવવા લાગ્યા છે.
ટોસ જીતીને ન્યુઝીલેન્ડે પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. ઈનીંગની શરુઆત કરતા ડેવોન કોન્વે અને ટોમ લાથમ સાથે મળીને શતકીય ભાગીદારી નોંધાવી હતી. ફરી એકવાર રન પિચમાંથી નિકળવા લાગ્યા હતા. કોન્વેએ સદીં નોંધાવી હતી. તો બીજી તરફ યજમાન ટીમના બોલરો વિકેટ માટે સંઘર્ષ કરી રહ્યા હતા. આવી સ્થિતીમાં કરાચી પિચની સૌ મજાક કરવા લાગ્યા હતા.
આઈસલેન્ડ ક્રિકેટ બોર્ડે તેના અધિકારીક ટ્વીટર એકાઉન્ટ પરથી લખ્યુ હતુ કે, કરાચી રોડ પર વધુ એક શતકીય ભાગીદારી કોઈ મુશ્કેલી વિના નોંધાઈ. તેમણે હવે કેટલાક ટોલ અને ટેક્સ શરુ કરી દેવા જોઈએ.
Another completely untroubled century partnership on the Karachi road.
They should introduce some tolls and tax the run.
— Iceland Cricket (@icelandcricket) January 2, 2023
ન્યુઝીલેન્ડના ક્રિકેટર મિશેલ મેકક્લેનાઘને પણ કરાચીની પિચની મજાક ઉડાવી છે. તેણે કરાચીની પિચનો ફોટો પોતાના ટ્વીટર પર શેર કર્યો હતો. જેમાં તેણે ટ્વીટર પર તેમણે પિચને રોડ ગણાવ્યો હતો. સાથે લખ્યુ હતુ કે, શુ કમાલનો રોડ છે, બેટ્સમેનોનુ સપનુ.
What an absolute road. Batters dream! #PAKvNZ
— Mitchell McClenaghan (@Mitch_Savage) January 2, 2023
કરાચી ટેસ્ટના પ્રથમ દિવસે ડેવેન કોન્વેએ શાનદાર સદી નોંધાવી હતી. તેણે 191 બોલનો સામનો કરીને 122 રન નોંધાવ્યા હતા. જ્યારે ટોમ લાથમે અડધી સદી નોંધાવી હતી. લાથમે 100 બોલનો સામનો કરીને 71 રન નોંધાવ્યા હતા.