લગ્ન પહેલા પાકિસ્તાનના ઓપનર હકની પ્રાઈવેટ ચેટ ફરીથી લીક થઈ ગઈ, જુઓ

પાકિસ્તાન ક્રિકેટમાં જાણે કે બબાલ મચવી એ સામાન્ય વાત બની ગઈ છે. હજુ વિશ્વકપમાં હારને લઈ પાકિસ્તાનમાં ક્રિકેટરો પરનો રોષ ઘટ્યો નથી ત્યાં વધુ એક બાબતે બબાલ મચી ગઈ છે. જો કે આ વખતે વાત ક્રિકેટની નહીં પરંતુ ક્રિકેટરની લીલાઓની છે. પાકિસ્તાન ક્રિકેટ ટીમનો ઓપનર ઈમામ ઉલ હકની પ્રાઈવેટ ચેટ સોશિયલ મીડિયા પર લીક થઈ ગઈ છે. આ વાતને લઈ હવે બબાલ મચી ગઈ છે કારણ કે, ઓપનર આગામી 25 નવેમ્બરે લગ્ન કરનારો છે.

લગ્ન પહેલા પાકિસ્તાનના ઓપનર હકની પ્રાઈવેટ ચેટ ફરીથી લીક થઈ ગઈ, જુઓ
પ્રાઈવેટ ચેટ ફરીથી લીક
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 21, 2023 | 5:03 PM

પાકિસ્તાનના ક્રિકેટરોને મુશ્કેલીઓ જાણે કે પીછો છોડતી જ નથી. ફરી એકવાર ઓપનર ઈમામ ઉલ હકની પ્રાઈવેટ ચેટ લીક થઈ ગઈ છે. આ ચેટ હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગઈ છે. હકના આગામી 25 નવેમ્બરે લગ્ન છે અને એ પહેલા જ તેની ચેટ લીક થવાને લઈ તેની મુશ્કેલીઓ વધી ગઈ છે.

આ પણ વાંચોઃ રમ વિશે કરવામાં આવતા દાવા કેટલા સાચા, ખરેખર શિયાળામાં હોય છે ફાયદાકારક?

ઓપનર ઈમામ ઉલ હકે એક મહિલા સાથે ચેટ કર્યુ હતુ અને જે ચેટના સ્નેપશોટ હવે સોશિયલ મીડિયા પર જોવા મળી રહ્યા છે. લગ્નને આડે હવે માંડ થોડાક દિવસો બચ્યા છે, ત્યાંજ આ પ્રકારે પ્રાઈવેટ ચેટ વાયરલ થવાને લઈ મુશ્કેલી વધી છે. હકને લઈ હવે ચારે તરફ પાકિસ્તાનમાં ચર્ચાઓ થવા લાગી છે.

કબડ્ડી પ્લેયર્સ જેવી બોડી બનાવવા આ દેશી વસ્તુઓને ડાયટમાં કરો સામેલ
કેપ્ટન બનતા જ સૂર્યકુમાર યાદવના ખરાબ દિવસ શરૂ, ટીમથી થશે બહાર!
કોહલીની જેમ આ સ્ટાર ખેલાડીએ આખા શરીરે ચિતરાવ્યા ટેટૂ, જાણો કોણ છે
હાર્દિક પંડ્યા પાસેથી છીનવાશે T20ની કપ્તાની, BCCI જલ્દી લેશે નિર્ણય!
સીતાફળ ખાવાથી થાય છે અગણિત ફાયદા,જાણીને રહી જશો દંગ
ભુલી ગયા છો આધાર કાર્ડનો રજીસ્ટર્ડ મોબાઈલ નંબર? આ રીતે જાણી શકાશે

આગામી શનિવારે નિકાહ

પાકિસ્તાન ક્રિકેટ ટીમ વિશ્વકપમાં લીગ તબક્કામાં જ બહાર ફેંકાઈ ગઈ છે. પાકિસ્તાનનુ વિશ્વકપમાં પ્રદર્શન ખરાબ રહ્યુ હતુ. જેને લઈ તે લીગ તબક્કામાં જ બહાર થવા માટે નિશ્ચિત હતી. જેને લઈ પાકિસ્તાનમાં પોતાની જ ટીમના ક્રિકેટરો સામે રોષ ફાટી નિકળ્યો હતો. બાબર આઝમે તો કેપ્ટનશિપ પણ છોડવી પડી છે. આ દરમિયાન હવે વધુ એક બબાલ સામે આવી છે, જોકે આ મામલો ક્રિકેટની રમત સાથેનો નહીં હોવાને લઈ પાકિસ્તાન બોર્ડને કેટલેક અંશે રાહત હશે. પરંતુ તેમની ટીમના ઓપનરને માટે મુશ્કેલીઓ ઉતરી આવી છે.

ઈમામ ઉલ હકના આગામી 25 નવેમ્બર નિકાહ થનાર છે. એટલે કે આગામી શનિવારે હક લગ્ન કરનાર છે. જ્યારે તેના આગળના દિવસે રિસેપ્શન યોજાનાર છે. રવિવારે યોજાનારા રિસેપ્શનમાં અનેક જાણિતી હસ્તીઓને નિમંત્રણ અપાયા છે. આમ લગ્ન પ્રસંગમાં અનેક હસ્તીઓ ઉપસ્થિત રહેશે. જોકે વિશ્વકપમાં ભારત પ્રવાસે આવનાર હકને અત્યારે વિશ્વકપ હારવા કરતા પોતાના અંગત જીવનને લઈ સમસ્યા વધુ ઘેરી રહી છે.

અગાઉ પણ ચેટ વાયરલ થઈ હતી

આ પહેલા પણ ઈમામ ઉલ હક એક મહિલા સાથેના અફેરની ચર્ચાને લઈ મુશ્કેલીમાં મુકાયો હતો. 2019ના અરસા દરમિયાન એક મહિલાએ એકત જ સમયે અનેક યુવતીઓ સાથે અફેર રાખવાનો આરોપ લગાવ્યો હતો. તેણે એ સમયે વ્હોટસેપ ચેટ પણ લીક કરી હતી, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">