ઘણા દેશોમાં ક્રિકેટરની ખૂબ પૂજા થાય છે અને તેના ઘણા ચાહકો હોય છે. ખેલાડીઓ જ્યાં પણ જાય છે, ચાહકો તેમની પાછળ પહોંચી જાય છે. પછી ભલે તે મેચ રમે કે પ્રેક્ટિસ કરતા હોય. પરંતુ ઘણી વખત ચાહકો એવી હરકતો કરે છે જેને જોઈને આશ્ચર્ય થાય છે. આવું જ કંઈક પાકિસ્તાન ક્રિકેટ ટીમ (Pakistan Cricket Team) ના એક ખેલાડી સાથે થયું. ચાહકોએ આ ખેલાડી સાથે સેલ્ફી લેવા માટે એવું કૃત્ય કર્યું કે ખેલાડી ચૂપચાપ પાછો ફરી ગયો અને ન તો કોઈની સાથે ફોટો લીધો કે ન તો સેલ્ફી લીધી. વાત છે, પાકિસ્તાની ક્રિકેટર આસિફ અલી (Asif Ali) ની.
આસિફ પાકિસ્તાન ક્રિકેટ ટીમનો મિડલ ઓર્ડર બેટ્સમેન છે અને તે તેની ફટકાબાજી માટે જાણીતો છે. પરંતુ ચાહકોએ તેની સાથે કંઈક એવું કર્યું કે બધા આશ્ચર્યચકિત થઈ જશે. આ કૃત્યનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
પાકિસ્તાની ટીમ પ્રેક્ટિસ કરી રહી હતી અને આસિફ પણ બાકીના સાથી ખેલાડીઓ સાથે પ્રેક્ટિસ કરી રહ્યો હતો. ત્યારબાદ બાઉન્ડ્રી પર ઉભા રહીને ચાહકો આસિફ સાથે સેલ્ફી અને ઓટોગ્રાફ લેવાની અપીલ કરી રહ્યા હતા. આસિફ ચાહકોની ઈચ્છા પૂરી કરવા આવી રહ્યો હતો ત્યારે એક ચાહકે તેના પર મોબાઈલ ફેંક્યો જે જઈને તેના માથા પર વાગી ગયો. ત્યારપછી આસિફ તુરત જ પરત ફરી ગયો અને તેણે કોઈને સેલ્ફી કે ઓટોગ્રાફ આપ્યા નહીં.
આ વીડિયો ક્યારેનો છે, ક્યાંનો છે તે અંગે કોઈ માહિતી મળી નથી, પરંતુ ટ્વિટર પર આ વીડિયો વિશે ઘણા લોકો દ્વારા કરવામાં આવેલી કોમેન્ટ્સ અનુસાર આ વીડિયો જૂનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
If a player is being courteous then kindly don’t treat him like this.. i hope security would’ve confiscated that phone. pic.twitter.com/gRtdmJNAIn
— Usama Zafar (@Usama7) October 14, 2022
ચાહકોની નજર આ સમયે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચની આતુરતાથી રાહ જોઈ રહી છે. આ બંને ટીમો 23 ઓક્ટોબરે ICC T20 વર્લ્ડ કપમાં સામસામે ટકરાશે. આ બંને ટીમોની આ પ્રથમ મેચ હશે. આ બંને ટીમો આ મેચથી પોતાના અભિયાનની શરૂઆત કરશે. ગયા વર્ષે રમાયેલા T20 વર્લ્ડ કપમાં આ બંને ટીમો આમને-સામને હતી અને પાકિસ્તાન જીત્યું હતું અને આ વર્લ્ડ કપમાં પહેલીવાર પાકિસ્તાને ભારતને હરાવ્યું હતું.
Published On - 9:06 pm, Sun, 16 October 22