ICC ચેમ્પિયન્સ ટ્રોફી 19 ફેબ્રુઆરીથી પાકિસ્તાન અને UAEમાં શરૂ થવા જઈ રહી છે. ઘણા અઠવાડિયાના વિવાદ બાદ આખરે ટૂર્નામેન્ટ પર છવાયેલા વાદળો સાફ થઈ ગયા. પરંતુ હજુ પણ ટુર્નામેન્ટને લઈને એક ટેન્શન ચાલુ છે અને તે છે પાકિસ્તાનના સ્ટેડિયમોની હાલત. પાકિસ્તાનમાં ટૂર્નામેન્ટની મેચો લાહોર, કરાચી અને રાવલપિંડીમાં આયોજિત થવાની છે, પરંતુ સ્ટેડિયમ હજુ સંપૂર્ણ રીતે તૈયાર નથી. આવી સ્થિતિમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે સ્થળ બદલવાની જાહેરાત કરી છે. પરંતુ આ ફેરફાર ચેમ્પિયન્સ ટ્રોફી માટે નહીં પરંતુ તે પહેલા યોજાનારી ત્રિકોણીય વનડે શ્રેણી માટે થયો છે.
ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા પાકિસ્તાનમાં જ એક ત્રિકોણીય વનડે શ્રેણી રમાવાની છે, જેમાં યજમાન પાકિસ્તાન સિવાય ન્યુઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા પણ ભાગ લેશે. આ શ્રેણી 8મી ફેબ્રુઆરીથી શરૂ થશે અને તેમાં ફાઈનલ સહિત 4 મેચ રમાશે. આ ટૂર્નામેન્ટ પહેલા મુલતાન ક્રિકેટ સ્ટેડિયમમાં આયોજિત થવાની હતી, પરંતુ હવે પાકિસ્તાની બોર્ડે આ ચાર મેચોને લાહોર અને કરાચીમાં શિફ્ટ કરી દીધી છે. આ બંને ચેમ્પિયન્સ ટ્રોફીના સ્થળ પણ છે. PCBએ બુધવારે 8 જાન્યુઆરીએ આ ફેરફારની જાહેરાત કરી હતી.
Gaddafi Stadium (yesterday)
Finishing deadline 25 January #ChampionsTrophy2025 pic.twitter.com/JcI32tZZ3K— Sohail Imran (@sohailimrangeo) January 7, 2025
વાસ્તવમાં, PCBએ આ નિર્ણય એટલા માટે લીધો છે કે તે દુનિયાને બતાવી શકે કે બંને સ્થળો ચેમ્પિયન્સ ટ્રોફી માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. ચેમ્પિયન્સ ટ્રોફી માટેના ત્રણ સૌથી મહત્વપૂર્ણ સ્થળોમાંથી બે સ્થળો નેશનલ સ્ટેડિયમ કરાચી અને ગદ્દાફી સ્ટેડિયમ લાહોરનું છેલ્લા ઘણા મહિનાઓથી નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે. આ બંને સ્ટેડિયમમાં આધુનિક સુવિધાઓ અને જરૂરિયાતો પૂરી પાડવા માટે PCB આ કામ કરી રહ્યું છે. પરંતુ આ બંને સ્ટેડિયમની હાલત હાલમાં બહુ સારી દેખાઈ રહી નથી અને આશંકા છે કે આ બંને સ્ટેડિયમમાં કામ 25 જાન્યુઆરીની સમયમર્યાદા સુધીમાં પૂર્ણ નહીં થાય.
Gaddafi Stadium Main Building (yesterday) #ChampionsTrophy2025 pic.twitter.com/tQaUiAcp24
— Sohail Imran (@sohailimrangeo) January 7, 2025
PCBએ પ્રેસ રિલીઝમાં જણાવ્યું કે ગદ્દાફી સ્ટેડિયમની બેઠક ક્ષમતા વધારીને 35 હજાર કરવામાં આવી રહી છે અને સીટો લગાવવામાં આવી રહી છે. આ ઉપરાંત બોર્ડે એમ પણ કહ્યું કે LED લાઈટ અને મોટી ડિજિટલ સ્ક્રીન પણ લગાવવામાં આવી છે, જેથી દર્શકો સરળતાથી રિપ્લે જોઈ શકે. કરાચી સ્ટેડિયમ અંગે પણ PCBએ પ્રેસ રિલીઝમાં દાવો કર્યો છે કે ત્યાં 5000 હજાર નવી સીટો લગાવવામાં આવી છે, જ્યારે 2 ડિજિટલ સ્ક્રીન પણ લગાવવામાં આવી છે. આ ઉપરાંત બંને સ્ટેડિયમમાં ખેલાડીઓ માટે ડ્રેસિંગ રૂમ અને VIP બોક્સ પણ બનાવવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો: 13 હજારથી વધુ રન અને વર્લ્ડ કપમાં ડબલ સેન્ચુરી ફટકારનાર ખેલાડીએ અચાનક કરી સંન્યાસની જાહેરાત