પાકિસ્તાન સામે ઈંગ્લેન્ડની ટીમે પ્રથમ દાવમાં 150 ઓવરમાં 823 રન બનાવ્યા હતા. હેરી બ્રુકે 317 રન અને જો રૂટે 262 રનની ઈનિંગ રમી હતી. ઈંગ્લેન્ડે પ્રથમ દાવમાં પાકિસ્તાન પર 267 રનની મોટી લીડ મેળવી હતી. જોકે, જ્યારે ઈંગ્લેન્ડની ઈનિંગ્સનો અંત આવ્યો ત્યારે તેના બેટ્સમેન અને પૂર્વ કેપ્ટન જો રૂટે કંઈક એવું કર્યું જેને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા. જો રૂટે મુલતાનના મેદાન પર પોતાના કપડા સુકવ્યા હતા. જો રૂટે બેટિંગ કરતી વખતે જે કપડાં પહેર્યા હતા તે પરસેવાથી લથપથ હતા અને પછી આ ખેલાડીએ તેને બાઉન્ડ્રી લાઈન પર સુકાવી દીધા હતા.
તેની બેટિંગ પછી, જો રૂટે ઈંગ્લેન્ડ પેવેલિયનની નજીક બાઉન્ડ્રી લાઈન પર તેના પરસેવાથી તરબાયેલા કપડાં સુકવ્યા હતા. તેણે મેદાન પર તેની જર્સી, ટ્રાઉઝર અને તેના અંડરવેર પણ સુકવ્યા હતા. જો રૂટના કપડાની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
જો રૂટની વાત કરીએ તો આ ખેલાડીએ કમાલ કરી બતાવી છે. રૂટે પાકિસ્તાન વિરૂદ્ધ પ્રથમ દાવમાં 375 બોલમાં 262 રન બનાવ્યા હતા. તેના બેટમાંથી 17 ચોગ્ગા આવ્યા હતા. એટલું જ નહીં તેણે હેરી બ્રુક સાથે 454 રનની ભાગીદારી કરી હતી. ટેસ્ટ ક્રિકેટમાં ઈંગ્લેન્ડ માટે આ સૌથી મોટી ભાગીદારી છે.
Wondering how exhausted Joe Root must be after his mammoth stint in the middle?
He’s currently drying his soaking wet kit in the baking Multan sun #PAKvENG pic.twitter.com/GWEJDjSmA8
— England’s Barmy Army (@TheBarmyArmy) October 10, 2024
પાકિસ્તાન સામે જો રૂટની આ બેવડી સદી ઘણી ખાસ છે. તે વાસ્તવમાં પાકિસ્તાન, શ્રીલંકા અને ભારતમાં બેવડી સદી ફટકારનાર પ્રથમ બિન-એશિયન બેટ્સમેન છે. રૂટને ઈંગ્લેન્ડમાં જ રન બનાવનાર બેટ્સમેન કહેવામાં આવે છે, પરંતુ આ ખેલાડીની દક્ષિણ આફ્રિકા, ન્યુઝીલેન્ડ, શ્રીલંકા, UAE, વેસ્ટ ઈન્ડિઝ અને પાકિસ્તાનમાં 50થી વધુની એવરેજ છે. જ્યારે ભારતમાં તે 45થી વધુની એવરેજથી રન બનાવે છે.
આ પણ વાંચો: રાફેલ નડાલે ટેનિસમાંથી નિવૃત્તિની કરી જાહેરાત, આ દિવસે રમશે કારકિર્દીની છેલ્લી મેચ
Published On - 5:36 pm, Thu, 10 October 24