AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Operation Sindoor : IPL 2025ની 2 મેચ અટવાઈ ગઈ ! આ 3 ટીમો ખરાબ રીતે ફસાઈ ગઈ

ભારતીય સેના દ્વારા પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓ પર હુમલા બાદ બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો છે. તેની અસર ઈન્ડિયન પ્રીમિયર લીગ પર પણ દેખાવા લાગી છે. ધર્મશાલામાં IPL મેચ પર સંકટના વાદળ છવાયા છે.

Operation Sindoor : IPL 2025ની 2 મેચ અટવાઈ ગઈ ! આ 3 ટીમો ખરાબ રીતે ફસાઈ ગઈ
DharamshalaImage Credit source: PTI
| Updated on: May 07, 2025 | 5:41 PM
Share

ભારતીય સેનાએ POKમાં 9 આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો. આ ઓપરેશનને ‘ઓપરેશન સિંદૂર’ નામ આપવામાં આવ્યું છે. 6 મેના રોજ મોડી રાત્રે થયેલી આ કાર્યવાહીથી પાકિસ્તાન ગભરાઈ ગયું છે. આ પછી બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો છે. આ તણાવની સીધી અસર રમતગમત પર પણ પડી રહી છે. તેની અસર ભારતમાં યોજાઈ રહેલી ઈન્ડિયન પ્રીમિયર લીગ પર પણ જોવા મળી રહી છે.

ધર્મશાલાની બધી ફ્લાઈટ્સ રદ્દ

11 મેના રોજ ધર્મશાલામાં યોજાનારી મેચ માટે મુંબઈ ઈન્ડિયન્સને કોઈ ફ્લાઈટ મળી શકતી નથી, કારણ કે સુરક્ષાના કારણોસર ત્યાંની બધી ફ્લાઈટ્સ રદ્દ કરવામાં આવી છે. આવી સ્થિતિમાં, આ મેચ કેવી રીતે થશે તે BCCI માટે ચિંતાનો વિષય છે. આ ઉપરાંત, 8 મેના રોજ યોજાનારી પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મેચ પણ મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે.

11 મેના રોજ ધર્મશાલામાં મુંબઈ અને પંજાબનો મુકાબલો

પંજાબ કિંગ્સ 11 મેના રોજ ધર્મશાલામાં મુંબઈ ઈન્ડિયન્સ સામે ટકરાશે. પંજાબ કિંગ્સ પહેલાથી જ ધર્મશાલામાં હાજર છે, પરંતુ મુંબઈ ઈન્ડિયન્સ હજુ સુધી ત્યાં પહોંચી શક્યું નથી. આ પહેલા 8 મેના રોજ દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મેચ રમાશે. બંને ટીમો પહેલાથી જ ત્યાં હાજર છે. પરંતુ આ મેચ પર પણ સંકટ મંડરાઈ રહ્યું છે. આ સિવાય મુંબઈ ઈન્ડિયન્સની ટીમ હજુ સુધી ત્યાં પહોંચી નથી.

મુંબઈ ઈન્ડિયન્સનું ધર્મશાલા પહોંચવું મુશ્કેલ !

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના એક અહેવાલ મુજબ, BCCIના એક અધિકારીએ જણાવ્યું હતું કે મુંબઈ ઈન્ડિયન્સની 11 મેના રોજ ધર્મશાળામાં મેચ છે, પરંતુ ચંદીગઢ એરપોર્ટ બંધ હોવાને કારણે, હવે ધર્મશાલા પહોંચવું મુશ્કેલ લાગે છે. અમે દિલ્હીને એક વિકલ્પ તરીકે જોઈ રહ્યા છીએ, પરંતુ ટીમોએ લાંબી સફર કરવી પડશે. અમે હાલમાં પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ. આ ઉપરાંત, એરલાઈન ઈન્ડિગોએ જાહેરાત કરી છે કે ધર્મશાળાની બધી ફ્લાઈટ્સ 10 મે સુધી રદ્દ રહેશે. એર ઈન્ડિયા જેવી અન્ય એરલાઈન્સે પણ મુસાફરો માટે આદેશ જારી કર્યો છે.

દિલ્હી અને પંજાબની મેચ રદ્દ થશે?

પંજાબ કિંગ્સના અધિકારીએ જણાવ્યું હતું કે, “અમને હજુ સુધી BCCI અને IPL અધિકારીઓ તરફથી કોઈ માહિતી મળી નથી. અમે અમારી મેચો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ”. તમને જણાવી દઈએ કે 8 મેના રોજ દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે ધર્મશાલામાં મેચ યોજાવાની છે. આ મેચ સાંજે યોજાવાની છે. આવી સ્થિતિમાં, સ્ટેડિયમમાં ફ્લડ લાઈટનો ઉપયોગ કરવામાં આવશે. સૂત્રોના મતે, પાકિસ્તાન આનો ફાયદો ઉઠાવી શકે છે. તેથી, એવી શક્યતા છે કે કાં તો મેચ રદ્દ થઈ શકે છે અથવા મેચને ફરીથી શેડ્યૂલ કરવામાં આવી શકે છે. આ બંને પરિસ્થિતિઓમાં, ટીમોને ત્યાંથી રોડ માર્ગે પાછા ફરવું પડી શકે છે. જે બંને ટીમો માટે મોટી સમસ્યાઓ ઊભી કરી શકે છે.

આ પણ વાંચો: જો ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થાય તો IPLનું શું થશે?

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">