IPL રમનાર ક્રિકેટર જેલ ભેગો થયો, કોર્ટે દુષ્કર્મ કેસમાં સંભળાવી આટલા વર્ષની સજા

|

Jan 10, 2024 | 7:47 PM

દિલ્હી કેપિટલ્સ ટીમ સાથે IPL રમનાર સંદીપ લામિછાનેને બળાત્કારના કેસમાં આઠ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. તે નેપાળ ક્રિકેટ ટીમનો પૂર્વ કેપ્ટન પણ રહી ચૂક્યો છે. ચાલો જાણીએ શું છે સમગ્ર કેસ.

1 / 5
નેપાળ ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને દિલ્હી કેપિટલ્સ ટીમ સાથે IPL રમનાર સંદીપ લામિછાનેને બળાત્કારના કેસમાં આઠ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. નેપાળ કોર્ટે બુધવારે આ નિર્ણય સંભળાવ્યો.

2 / 5
શિશિર રાજ ધકલની ખંડપીઠે આજે સુનાવણી બાદ વળતર અને દંડ સહિત આઠ વર્ષની કેદનો ચુકાદો સંભળાવ્યો હતો. કોર્ટ ઓફિસર રામુ શર્માએ આ વાતની પુષ્ટિ કરી છે.

3 / 5
આ પહેલા 29 ડિસેમ્બરના રોજ લામિછાને પર બળાત્કારનો આરોપ સાબિત થયો હતો. જોકે, કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે બળાત્કાર વખતે પીડિતા સગીર નહોતી. હાલ તે જામીન પર બહાર હતો. 12મી જાન્યુઆરીએ હાઈકોર્ટે તેને મુક્ત કરવાનો આદેશ કર્યો હતો. લામિછાનેની રિવ્યુ પિટિશનનો જવાબ આપતા, જસ્ટિસ ધ્રુવ રાજ નંદા અને રમેશ દહલની સંયુક્ત બેંચે શરતો સાથે 20 લાખ રૂપિયાના નેપાળી બોન્ડ પર તેને મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો.

4 / 5
કાઠમંડુ ડિસ્ટ્રિક્ટ કોર્ટે 4 નવેમ્બર, 2022ના રોજ કસ્ટડીની સુનાવણી બાદ લામિછાનેને સુંધરાની સેન્ટ્રલ જેલમાં મોકલવાનો આદેશ આપ્યો હતો. આ આદેશને લમિછાણેએ હાઈકોર્ટમાં પડકાર્યો હતો. કાઠમંડુ ડિસ્ટ્રિક્ટ એટર્ની ઑફિસે 21 ઑગસ્ટના રોજ લામિછાને વિરુદ્ધ 17 વર્ષની છોકરી પર બળાત્કારનો આરોપ લગાવીને કેસ દાખલ કર્યો હતો. તેના પર ક્રિમિનલ કોડ 2074ની કલમ 219 હેઠળ આરોપ મૂકવામાં આવ્યો હતો.

5 / 5
યુવતીએ 6 સપ્ટેમ્બરે મેટ્રોપોલિટન પોલીસ સર્કલ, ગૌશાળામાં 22 વર્ષીય ક્રિકેટર વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. તે સમયે, લામિછાને કેરેબિયન પ્રીમિયર લીગમાં રમવા માટે ત્રિનિદાદ અને ટોબેગોમાં હતો. નેપાળ પોલીસે ગયા વર્ષે 6 ઓક્ટોબરે ત્રિભુવન ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી તેની ધરપકડ કરી હતી. ચાર્જશીટ દ્વારા, જિલ્લા વકીલે પીડિતાના કથિત શારીરિક અને માનસિક ત્રાસ બદલ લામિછાને પાસેથી વળતરની માંગ કરી હતી. ચાર્જશીટ દાખલ થયા બાદ લામિછાનેનું બેંક એકાઉન્ટ અને પ્રોપર્ટી જપ્ત કરવામાં આવી હતી.

Published On - 7:47 pm, Wed, 10 January 24

Next Photo Gallery