IPL 2023 Final માં ધોનીની ટીમે બાજી મારી લીધી હતી. એક સમયે અંતિમ નહીં પરંતુ અંતિમ બંને બોલ પર શ્વાસ રોકાયેલા હતા અને જાડેજાએ જે કામ કર્યુ હતુ એ ચેન્નાઈ માટે યાદગાર હતુ. ધોનીએ ચેન્નાઈ સુપર કિંગ્સની આગેવાની કરતા પાંચમી વાર ટ્રોફી જીતી છે. ચેન્નાઈ હવે મુંબઈની બરાબરી છે, જે બે ટીમ આઈપીએલની ટ્રોફી પાંચ-પાંચ વાર જીતી શક્યા છે. પાંચમી વારની ટ્રોફી ચેન્નાઈના હાથોમાં અપાવવામાં અંતિમ બે બોલમાં 10 રન રવિન્દ્ર જાડેજાએ ફટકારીને અપાવ્યા હતા. જીત માટે ચોગ્ગો ફટકારી પરત ફરતા જાડેજાને ધોનીએ પોતાના હાથોથી ઉંચકી લીધો હતો.
અમદાવાદમાં રિઝર્વ ડે પર રમાયેલી ફાઈનલ મેચમાં પાંચ ઓવર વરસાદના વિઘ્નને લઈ કાપી દેવામાં આવી હતી. આવી સ્થિતીમાં ચેન્નાઈ સામે 215 રનના બદલે 171 રનનુ ટાર્ગેટ મળ્યુ હતુ. જેને 15મી ઓવરના અંતિમ બોલ પર પાર કરીને ચેન્નાઈએ IPL 2023 ની ફાઈનલને જીતી લીધી હતી.
અંતિમ ઓવરના અંતિમ બે બોલ પર પહેલા છગ્ગો અને બાદમાં ચોગ્ગો ફટકારીને કર્યુ હતુ એ જબરદસ્ત હતુ. જીત બાદ જાડેજાએ કહ્યુ હતુ કે, તેણે મેદાન પર જે પણ કર્યું તે ખૂબ જ ખાસ વ્યક્તિ માટે હતું. અને, તે વ્યક્તિ બીજું કોઈ નહીં પણ એમએસ ધોની છે. તેણે CSK ની જીતની સ્ક્રિપ્ટ ધોની માટે જ લખી હતી.
સામાન્ય રીતે ધોની આમ કરતા ક્રિકેટના મેદાનમાં જોવા મળતો નથી કે તે કોઈ ખેલાડીને ઉંચકી લે. પરંતુ ધોનીએ જાડેજાને પોતાના હાથો વડે ઉંચકી લીધો હતો. ચેન્નાઈની જીત માત્ર ધોનીના આ રિએક્શન માટેનુ કારણ નહોતુ. ધોની માટે બીજુ પણ એક કારણ હતુ જે જાડેજાની તમન્ના હતી. જે તેણે કરવુ હતુ એ કરીને દેખાડ્યુ હતુ.
જાડેજાએ અંતિમ ઓવરમાં જે કર્યુ એ દુનિયા સામે છે. તેણે બતાવ્યુ હતુ કે તેની પાસે શુ ગેમ પ્લાન અંતિમ ઓવરને લઈને છે. જાડેજા મુજબ તે મોહિત શર્માના મિજાજથી પરિચિત હતો. તેને ખ્યાલ હતો કે, તે સ્લો બોલ નાંખશે અથવા વાઈડ યોર્કર કરશે. આવામાં તેનો પ્લાન માત્ર બેટને જોરથી ઘૂમાવવાનુ હતુ અને બોલને જોરથી સીધો ફટકારવાનો હતો.