MS Dhoni on Retirement: CSK ને 5 વાર ચેમ્પિયન બનાવી નિવૃત્તી અંગે બોલ્યો ધોની-આ બેસ્ટ ટાઈમ પરંતુ…
IPL 2023 Final, GT vs CSK: ધોની અમદાવાદમાં પોતાની નિવૃત્તીને લઈને પોતાની વાત કહી હતી, ફેન્સનો પ્રેમ જોઈ તેણે નિવૃત્તી અંગે હજુ કેટલો સમય છે એ બતાવ્યુ હતુ. ધોનીએ 10મી વાર ફાઈનલ મેચમાં રમતા 5મી વાર ટીમને ચેમ્પિયન બનાવી છે.
IPL 2023 ની સિઝનને ધોનીએ જીતી લીધી છે. ધોનીએ ચેન્નાઈ સુપર કિંગ્સને પાંચમી વાર ચેમ્પિયન બનાવ્યુ છે. ધોનીની આગેવાનીમાં ચેન્નાઈએ હવે મુંબઈ ઈન્ડિયન્સની બરાબરી કરી લીધી છે. એટલે કે ટૂર્નામેન્ટની સૌથી શ્રેષ્ઠ ટીમ તરીકે બરાબરી કરી લીધી છે. ધોની માટે જે પ્રેમ IPL 2023 માં મળ્યો છે એ અપાર છે. જ્યાં જે સ્ટેડિયમમાં રમવા ચેન્નાઈની ટીમ સાથે પહોંચ્યો ત્યાં ચેન્નાઈના અને ધોનીના સપોર્ટમાં યલો દરિયો જરુર લહેરાતો જોવા મળ્યો છે. આવામાં ધોની માટે નવૃત્તિનો સમય માનવામાં આવતો હતો અને ફેન્સ એટલે જ તેની દરેક મેચને ચૂકતા નહોતા. પરંતુ ધોનીએ અમદાવાદમાં ફેન્સ માટે રાહતની વાત કરી છે.
ધોની રિટાયરમેન્ટ ક્યારે લેશે એ સવાલનો જવાબ સૌ કોઈને સાંભળવો છે. પરંતુ આ દરમિયાન ધોનીએ એ સવાલનો જવાબ અમદાવાદમાં આપી દીધો છે, જે ધોની પાસેથી મેળવવો હતો. ધોની સામે ફરી એજ સવાલ થયો હતો ચેમ્પિયન બન્યા બાદ કે તે સંન્યાસ ક્યારે લઈ રહ્યો છે? આ તેની અંતિમ IPL છે? સવાલ અને ધોનીના જવાબ વચ્ચે જાણે કે પળવારનુ અંતર જોજનો જેટલુ હોય એમ તેના પ્રત્યેક શબ્દની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી. ધોનીએ કહ્યુ હતુ કે, સંન્યાસ લેવા માટે આ બેસ્ટ સમય છે. આ વધારે આસાન પણ છે. વધારે એક આઈપીએલ રમવા કરતા.
ધોનીએ કહ્યુ-ગીફ્ટ બનતા હૈ
તમને ધોનીના આ શબ્દો સાંભળીને કંઈક લાગતુ હશે. પરંતુ હજુ તેની વાતને આગળ જોવા, વાંચવા અને સાંભળવાની બાકી છે. ધોનીના કહેવા પ્રમાણે, તેણે ચોક્કસપણે કહ્યું કે તેના માટે સંન્યાસ લેવાનો આ શ્રેષ્ઠ સમય છે. સખત મહેનત કરવા અને વધુ એક IPL રમવા કરતાં તે સરળ છે. પરંતુ સાથે જ તેણે એ પણ કહ્યું કે તેને ચાહકો તરફથી જેટલો પ્રેમ મળ્યો છે તે જોતા તેને એક વધારે સિઝન ગિફ્ટ કરવી જરૂરી છે.
Hope is a good thing, maybe the best of things, and no good thing ever dies! ✨#CHAMPION5 #WhistlePodu #Yellove 🦁💛 pic.twitter.com/iGPOM162VZ
— Chennai Super Kings (@ChennaiIPL) May 29, 2023
ધોનીના મતે 9 મહિનાની મહેનત પછી તે આગામી IPL રમી શકશે કે નહીં તે મોટાભાગે તેના શરીર પર નિર્ભર રહેશે. પરંતુ તે પ્રયત્ન કરશે. તેણે કહ્યું કે ચાહકોએ જે પ્રેમ અને લાગણી ન્યોછાવર કરી છે તે જોઈને હું પણ તેમના માટે કંઈક કરવા ઈચ્છું છું. આ પ્રયાસને અમલમાં મૂકવા માટે મારી પાસે હજુ 6 થી 7 મહિનાનો સમય છે.
View this post on Instagram
IPL Final માં ગુજરાતને હરાવી CSK ચેમ્પિયન બન્યુ
નિર્ધારીત તારીખ કરતા ત્રીજા દિવસે ફાઈનલ મેચનુ પરિણામ આવ્યુ હતુ. એટલે કે 28મી મેના રોજ રમનારી ફાઈનલ મેચ વરસાદને લઈ થઈ શકી નહોતી. સોમવારે રિઝર્વ ડે પર રમાયેલી ફાઈનલમાં વરસાદ વરસતા મેચની બીજી ઈનીંગ 3 દડાની રમાયા બાદ ફરીથી છેક રાત્રીને 12.10 વાગ્યે શરુ થઈ હતી. આમ મેચનો ચેમ્પિયન 30મી મેએ જાહેર થઈ શક્યો હતો. મોડી રાત્રે દોઢેક વાગ્યે મેચ પૂર્ણ થઈ શકી હતી. ગુજરાત ટાઈટન્સે પ્રથમ બેટિંગ કરતા 215 રનનુ ટાર્ગેટ આપ્યુ હતુ. વરસાદને લઈ મેચની ઓવર્સ ઘટાડતા 15 રનમાં 171 રનનુ લક્ષ્ય ચેન્નાઈ માટે સામે આવ્યુ હતુ. જેને ચેન્નાઈએ 5 વિકેટ ગુમાવીને પાર કર્યુ હતુ.