AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CSK vs MI: મુંબઈ ઈન્ડિયન્સ માટે IPL માં ડેબ્યુ કરનાર રઘુ શર્મા કોણ છે?

IPL 2026 માં 44માં મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ આમને સામને છે. જોકે આ મેચમાં પણ દિગ્ગજ એમ એસ ધોની અને રોહિત શર્મા નથી રમી રહ્યા. આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રઘુ શર્માએ ડેબ્યુ કર્યુ છે. જાણો કોમ છે રઘુ શર્મા

CSK vs MI: મુંબઈ ઈન્ડિયન્સ માટે IPL માં ડેબ્યુ કરનાર રઘુ શર્મા કોણ છે?
| Updated on: May 02, 2026 | 9:38 PM
Share

ક્રિકેટની દુનિયામાં કહેવાય છે કે જો તમારામાં પ્રતિભા અને ધીરજ હોય, તો સફળતા મોડી પણ ચોક્કસ મળે છે. આ વાતને સાર્થક કરી બતાવી છે 33 વર્ષીય લેગ સ્પિનર રઘુ શર્માએ, જેમણે 2 મે 2026ના રોજ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) સામેની મહત્વની મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ માટે પોતાનું આઈપીએલ ડેબ્યુ કર્યું હતું . મેચની શરૂઆત પહેલાં કેપ્ટન હાર્દિક પંડ્યાએ તેમને આઈપીએલ કેપ સોંપી ત્યારે રઘુના વર્ષોના સંઘર્ષનો અંત આવ્યો હતો.

1993માં પંજાબના જલંધરમાં જન્મેલા રઘુ શર્મા જમણા હાથના લેગ-બ્રેક બોલર છે અને નીચલા ક્રમે બેટિંગમાં પણ યોગદાન આપી શકે છે . રઘુની સફર પંજાબની ડોમેસ્ટિક ટીમથી શરૂ થઈ હતી, ત્યારબાદ તેમણે પુડુચેરીની ટીમનું પ્રતિનિધિત્વ પણ કર્યું હતું. તેમણે 2017-18ની રણજી ટ્રોફીમાં પ્રથમ શ્રેણીના ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું અને અત્યાર સુધી12 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 57 વિકેટ ઝડપી છે, જેમાં પાંચ વખત પાંચ વિકેટ અને ત્રણ વખત દસ વિકેટ લેવાની સિદ્ધિ સામેલ છે. મર્યાદિત ઓવરોના ક્રિકેટમાં પણ 2024-25ની વિજય હજારે ટ્રોફીમાં તેમણે 8 મેચમાં 14 વિકેટ લઈને તેનુ પ્રભુત્વ સાબિત કર્યુ હતુ.

રઘુ શર્મા માટે સૌથી મોટો વળાંક ૨૦૨૫માં આવ્યો જ્યારે મુંબઈ ઇન્ડિયન્સે તેમને ઈજાગ્રસ્ત વિગ્નેશ પુથુરના સ્થાને ટીમમાં સામેલ કર્યા. આ અગાઉ તેઓ મુંબઈ ઇન્ડિયન્સ સાથે માત્ર એક નેટ બોલર તરીકે જોડાયેલા હતા. જોકે તે સીઝનમાં તેમને રમવાની તક મળી નહોતી, પરંતુ તેમની મહેનત જોઈને ફ્રેન્ચાઇઝીએ તેમને 2026માં પણ પોતાની સાથે જાળવી રાખ્યા હતા.

CSK સામેની આ મેચમાં તેમને ઇમ્પેક્ટ પ્લેયરની યાદીમાં રાખવામાં આવ્યા હતા. આ એવો સમય છે જ્યારે મુંબઈ ઇન્ડિયન્સની ટીમ આ સીઝનમાં સંઘર્ષ કરી રહી છે અને 8 મેચમાંથી માત્ર 2 જીત સાથે પોઈન્ટ ટેબલમાં નવમા સ્થાને છે. આવા કપરા સમયમાં રઘુ શર્મા જેવા અનુભવી સ્પિનરનું આગમન ટીમ માટે નવી આશા લઈને આવ્યું છે. 33 વર્ષની વયે IPL ડેબ્યુ કરનાર રઘુ શર્મા તે દરેક ખેલાડી માટે પ્રેરણા છે જેઓ માને છે કે વધતી ઉંમર સાથે તકો ઓછી થઈ જાય છે.

CSK vs MI: શિવમ દુબેએ છોડ્યો સીઝનનો સૌથી આસાન કેચ, એ પછીના બે બોલ બાદ થયો ખેલ, એક જ ઓવરમાં મોટો ઉલટફેર

Follow Us
અમદાવાદમાં વધુ એક ડિગ્રીના વિવાદ સામે આવ્યો, જુઓ વીડિયો
અમદાવાદમાં વધુ એક ડિગ્રીના વિવાદ સામે આવ્યો, જુઓ વીડિયો
અમદાવાદમાં બ્રાન્ડેડ શૂઝના ડુપ્લીકેટ વેચાણનો પર્દાફાશ, જુઓ Video
અમદાવાદમાં બ્રાન્ડેડ શૂઝના ડુપ્લીકેટ વેચાણનો પર્દાફાશ, જુઓ Video
સુમુલ ડેરી ચૂંટણીનો માર્ગ મોકળો, જુલાઈમાં જામશે રસાકસીનો જંગ
સુમુલ ડેરી ચૂંટણીનો માર્ગ મોકળો, જુલાઈમાં જામશે રસાકસીનો જંગ
Breaking News : અમરેલીમાં સિંહ પજવણીનો વિડીયો થયો વાયરલ
Breaking News : અમરેલીમાં સિંહ પજવણીનો વિડીયો થયો વાયરલ
8 મેથી તાપમાન વધીને 42 ડિગ્રી થશે
8 મેથી તાપમાન વધીને 42 ડિગ્રી થશે
આવકના નવા સ્ત્રોત શોધી શકશો, શાંત અને તણાવમુક્ત રહેવાનો પ્રયાસ કરો
આવકના નવા સ્ત્રોત શોધી શકશો, શાંત અને તણાવમુક્ત રહેવાનો પ્રયાસ કરો
ઓપરેશન સિંદૂર: તેજસ અને બ્રહ્મોસના પ્રહારથી પાકિસ્તાની સેના પસ્ત
ઓપરેશન સિંદૂર: તેજસ અને બ્રહ્મોસના પ્રહારથી પાકિસ્તાની સેના પસ્ત
અમદાવાદ: વટવામાં ભુવામાં ખાબક્યો બાઈકચાલક, મનપાની બેદરકારી સામે રોષ
અમદાવાદ: વટવામાં ભુવામાં ખાબક્યો બાઈકચાલક, મનપાની બેદરકારી સામે રોષ
ગુજરાતના વેપાર ધંધા પર ઇરાન યુદ્ધની આડઅસર, જુઓ Video
ગુજરાતના વેપાર ધંધા પર ઇરાન યુદ્ધની આડઅસર, જુઓ Video
સુરેન્દ્રનગર: 24 કલાકમાં 35 વાર ફાટક બંધ, ટ્રાફિકથી જનતા થઈ ત્રસ્ત
સુરેન્દ્રનગર: 24 કલાકમાં 35 વાર ફાટક બંધ, ટ્રાફિકથી જનતા થઈ ત્રસ્ત
g clip-path="url(#clip0_868_265)">