MI vs SRH: મંયક અગ્રવાલને અંતિમ મેચમાં મોકો મળ્યો અને મુંબઈના બોલર્સને પરેશાન કરી દીધા, ફટકારી તોફાની અડધી સદી
Mayank Agarwal Half Century: વાનખેડે સ્ટેડિયમમાં મયંક અગ્રવાલે સિઝનમાં સનરાઈઝર્સ હૈદરાબાદની અંતિમ લીગ મેચમાં શાનદાર ઈનીંગ રમી હતી. તેની રમતનો અંદાજ જબરદસ્ત હતો.
IPL 2023 ની સિઝનની લીગ તબક્કાના અંતિમ દિવસે ડબલ હેડર્સ દિવસની પ્રથમ મેચ સનરાઈઝર્સ હૈદરાબાદ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાઈ રહી છે. વાનેખેડેમાં રમાઈ રહેલી મેચમાં મુંબઈના બોલર્સને હૈદરાબાદના ઓપનર્સે પરેશાન કરી દીધા હતા. મંયક અગ્રવાલ અને વિવ્રાંત શર્માએ 140 રનની ભાગીદારી રમત રમી હતી. મયંકની અડધી સદી સાથેની ઈનીંગ જબરદસ્ત હતી. જેને લઈ મુંબઈ માટે મુશ્કેલીઓમાં વધારો થયો હતો. હૈદરાબાદે મયંક અને વિવ્રાત શર્માની અડધી સદીની મદદ વડે 5 વિકેટ ગુમાવીને 200 રનનો સ્કોર નોંધાવ્યો હતો.
મુંબઈએ ટોસ જીતીને ઓછા સ્કોર પર જ હૈદરાબાદને રોકી લેવાની રણનિતી સાથે પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરી હતી. પરંતુ મુંબઈનો દાવ ઉલટો હૈદરાબાદના ઓપનર્સે કરી દીધો હતો. મયંક અને વિવ્રાંતે જબરદસ્ત રમત રમીને અડધી-અડધી સદી નોંધાવી હતી.
મયંક અગ્રવાલની અડધી સદી
ટોસ હારીને બેટિંગ કરવા માટે વાનખેડેમાં સનરાઈઝર્સ હૈદરાબાદ પ્રથમ ઉતર્યુ હતુ. હૈદરાબાદ માટે સિઝનમાં પોતાની અંતિમ મેચ હતી અને જેને તેણે સન્માનીય રીતે વિદાય લેવા માટેના ઈરાદાથી રમી રહ્યુ હતુ. હૈદરાબાદના ઓપનરે મુંબઈના બોલર્સને શરુઆતથી જ પરેશાન કરી દેતી બેટિંગની શરુઆત કરી હતી. ચોગ્ગા અને છગ્ગા ઓપનરોએ વરસાવવા શરુ કર્યા હતા. બંનેએ રમતને આગળ વધારવા સાથે મુંબઈ સામ વિશાળ લક્ષ્યનો પાયો રચી દીધો હતો.
મયંક અગ્રાવાલે 83 રનની ઈનીંગ રમી હતી. આ ઈનીગ દરમિયાન અગ્રવાલે 46 બોલનો સામનો કર્યો હતો અને 4 છગ્ગા તેમજ 8 ચોગ્ગા ફટકાર્યા હતા. અગ્રવાલની સ્ટ્રાઈક રેટ 180.43 નો રહ્યો હતો. અગ્રવાલ અને વિવ્રાંત શર્માએ 83 બોલમાં જ 140 રનની વિશાળ ભાગીદારી રમત રમી હતી.
Fifty up in style for @mayankcricket 😎
Can he power @SunRisers to a mammoth total?#TATAIPL | #MIvSRH pic.twitter.com/K6DdtYtFqg
— IndianPremierLeague (@IPL) May 21, 2023
હૈદરાબાદ પહેલાથી જ સિઝનની બહાર થઈ ચુક્યુ છે. સિઝનમાં હૈદરાબાદ પોતાની અંતિમ મેચ રમી રહ્યુ છે અને આ દરમિયાન તેણે સારી બેટિંગ કરીને સૌને પ્રભાવિત કર્યા છે. જીત સાથે સિઝનમાંથી વિદાયના ઈરાદે હૈદરાબાદે બેટિંગ ઈનીંગ જબરદસ્ત બતાવી હતી.