લખનૌ સુપર જાયન્ટસે કોચિંગ સ્ટાફ બદલ્યો, શું IPL 2024માં ટીમનું ભાગ્ય બદલાશે?

લખનૌએ IPL 2022માં તેની શરૂઆત કરી હતી અને છેલ્લી બે સિઝનમાં ટીમ પ્લેઓફમાં સ્થાન બનાવવામાં સફળ રહી છે. પરંતુ ટાઈટલ મેચ સુધી પહોંચી શકી ન હતી. આ વખતે ટીમે પોતાના કોચિંગ સ્ટાફમાં ફેરફાર કર્યા છે. હવે જોવાનું એ રહેશે કે લખનૌ આ વખતે ટાઈટલ જીતવામાં સફળ રહેશે કે કેમ.

લખનૌ સુપર જાયન્ટસે કોચિંગ સ્ટાફ બદલ્યો, શું IPL 2024માં ટીમનું ભાગ્ય બદલાશે?
Lucknow Super Giants
Follow Us:
| Updated on: Mar 11, 2024 | 6:05 PM

લખનૌ સુપર જાયન્ટ્સ IPLની નવી ટીમોમાંથી એક છે. આ ટીમે વર્ષ 2022માં ગુજરાત ટાઈટન્સ સાથે લીગમાં પ્રવેશ કર્યો હતો. છેલ્લી બે સિઝનમાં આ ટીમ સારું પ્રદર્શન કરવામાં સફળ રહી છે, પરંતુ ટાઈટલ મેચ સુધી પહોંચી શકી નથી. આ ટીમે 2022 અને 2023માં પ્લેઓફમાં જગ્યા બનાવી હતી, જોકે ટીમ તેનાથી આગળ વધી શકી નહોતી. IPL 2024માં આ ટીમ બદલાયેલી જોવા મળશે. તેનું એક મોટું કારણ એ છે કે ટીમે તેના કોચિંગ સ્ટાફમાં ફેરફાર કર્યો છે. હવે જોવાનું એ રહે છે કે નવો કોચિંગ સ્ટાફ ટીમને ટાઈટલ જીતવામાં મદદ કરવામાં સફળ થશે કે નહીં?

કેએલ રાહુલ કરશે ટીમની કપ્તાની

ગત વર્ષે ટીમનો નિયમિત કેપ્ટન કેએલ રાહુલ સિઝનની મધ્યમાં ઈજાના કારણે બહાર થઈ ગયો હતો. પરંતુ તે આ સિઝનમાં રમશે તેવી અપેક્ષા છે. આ સિઝનમાં ટીમે તેના વાઈસ કેપ્ટનમાં પણ ફેરફાર કર્યો છે. છેલ્લી બે સિઝનમાં આ જવાબદારી ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યા પર હતી, પરંતુ આ સિઝનમાં ટીમે વેસ્ટ ઈન્ડિઝના ભૂતપૂર્વ કેપ્ટન અને તોફાની બેટ્સમેન નિકોલસ પૂરનને કેપ્ટન તરીકે નિયુક્ત કર્યા છે.

ટીમમાં શું ફેરફારો થયા?

ટીમના અન્ય પાસાઓ વિશે વાત કરતા પહેલા, ચાલો જોઈએ કે આ સિઝનમાં ટીમનો કોચિંગ સ્ટાફ કેવો છે. ગત સિઝન સુધી ગૌતમ ગંભીરના રૂપમાં ટીમ પાસે મેન્ટર હતો. એન્ડી ફ્લાવર જેવો કોચ અને વિજય દહિયા જેવો આસિસ્ટન્ટ કોચ હતો. આ સિઝનમાં ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ઓપનિંગ બેટ્સમેન અને જેણે ઓસ્ટ્રેલિયાને તેના કોચિંગ હેઠળ પ્રથમ વખત T20 વર્લ્ડ કપ જીતાડનાર જસ્ટિન લેંગર ટીમના મુખ્ય કોચ છે. ટીમે દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર લાન્સ ક્લુઝનરને સહાયક કોચ તરીકે નિયુક્ત કર્યા છે. ભૂતપૂર્વ ભારતીય ખેલાડી એસ શ્રીરામને સહાયક કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ ઝડપી બોલર મોર્ને મોર્કેલ ટીમના બોલિંગ કોચ છે, જ્યારે જોન્ટી રોડ્સ ટીમના ફિલ્ડિંગ કોચ છે.

Clove : રોજ રાતે સુતા પહેલા 2 લવિંગ ચાવવાથી શું થશે?
છૂટાછેડાના સમાચાર વચ્ચે યુઝવેન્દ્ર ચહલની ઈમોશનલ પોસ્ટ વાયરલ !
આજનું રાશિફળ તારીખ 05-01-2025
Headache in Winter : શિયાળામાં માથું કેમ દુખે છે?
Jaggery and Sesame Benefits : સફેદ તલ અને ગોળ સાથે ખાવાથી શરીરને થાય છે ચોંકાવનારા ફાયદા
Control Blood Sugar : તેજ પત્તા ડાયાબિટીસના દર્દીઓ માટે છે આશીર્વાદ સમાન

છેલ્લી સિઝન કેવી હતી?

IPL 2022માં લખનૌએ સારી શરૂઆત કરી હતી અને જોરદાર પ્રદર્શન કર્યું હતું. આ ટીમે ત્રીજા સ્થાને રહીને પ્લેઓફમાં જગ્યા બનાવી છે. લીગ તબક્કામાં ટીમે 14માંથી નવ મેચ જીતી હતી અને પાંચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમ 18 પોઈન્ટ સાથે પ્લેઓફમાં પહોંચી હતી. પરંતુ એલિમિનેટર મેચમાં આ ટીમને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે 14 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. 2023માં પણ આ ટીમ ત્રીજા ક્રમે રહી હતી. આ ટીમના 14 મેચમાં આઠ જીત અને પાંચ હાર સાથે 17 પોઈન્ટ હતા. પરંતુ તે પછી આ ટીમ એલિમિનેટરમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે હારીને ફાઈનલની રેસમાંથી બહાર થઈ હતી.

ટીમની તાકાત શું છે?

ટીમની સૌથી મોટી તાકાત તેની બેટિંગ છે. ટીમ પાસે ક્વિન્ટન ડી કોક જેવો તોફાની બેટ્સમેન છે, જે છેલ્લી બે સિઝનમાં ઓપનર તરીકે શાનદાર પ્રદર્શન કરવામાં સફળ રહ્યો છે. કેએલ રાહુલ અને ડી કોકની ઓપનિંગ જોડી IPLની સૌથી ખતરનાક ઓપનિંગ જોડીમાં ગણવામાં આવે છે. આ બંને સિવાય, ટીમ પાસે પુરણ જેવો ફિનિશર છે જેણે છેલ્લી સિઝનમાં શાનદાર બેટિંગ કરી હતી અને તોફાની રીતે રન બનાવ્યા હતા. કાયલ મેયર્સે ગત સિઝનમાં બતાવેલી રમતને ભૂલી શકાય તેમ નથી. તેની તોફાની બેટિંગ ચોક્કસપણે લખનૌને ફરી એકવાર આગળ લઈ જશે. પુરન સિવાય, ટીમ પાસે માર્કસ સ્ટોઈનિસ જેવો બીજો ફિનિશર છે જે કોઈપણ પરિસ્થિતિમાં મેચને પલટાવવાની શક્તિ ધરાવે છે.

લખનૌની બોલિંગમાં છે વિવિધતા

જ્યાં સુધી ટીમની બોલિંગની વાત છે તો લખનૌનું અહીં પણ સારું નામ છે. રવિ બિશ્નોઈ સ્પિન વિભાગનો લીડર છે. આ વખતે ટીમમાં ડેવિડ વિલી આવ્યો છે જે સારો દેખાવ કરી શકે છે. ટીમમાં શમર જોસેફનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, જેણે તાજેતરમાં જ ઓસ્ટ્રેલિયાને તેના બોલથી પરેશાન કરીને સમગ્ર વિશ્વમાં હેડલાઈન્સ બનાવી હતી. બધાની નજર તેના પર પણ હશે. નવીન ઉલ હક, મોહસીન ખાને ગત સિઝનમાં સારું પ્રદર્શન કર્યું હતું, આ વખતે પણ તેઓ ટીમને આગળ લઈ જશે તેવી અપેક્ષા રાખવામાં આવશે.

ટીમની નબળાઈ શું છે?

લખનૌ માં સારા ઓપનર અને ફિનિશર્સ પણ છે, પરંતુ જો ઓપનરો નિષ્ફળ જાય તો ટીમને સંભાળવા માટે સારા મિડલ ઓર્ડર બેટ્સમેન નથી. ટીમ પાસે ઓપનિંગમાં રાહુલ, મેયર્સ અને ડી કોક જેવા બેટ્સમેન છે. ટીમના મિડલ ઓર્ડર પર નજર કરીએ તો તેમાં પડીકલ, આયુષ બદોની, દીપક હુડા છે. મિડલ ઓર્ડરની જવાબદારી તેમની રહેશે. બદોની અને હુડાએ 2022માં સારો દેખાવ કર્યો હતો પરંતુ છેલ્લી સિઝનમાં કંઈ ખાસ કરી શક્યા ન હતા. આ ટીમની નબળાઈ છે.

ફાસ્ટ બોલિંગમાં અનુભવનો અભાવ

બોલિંગમાં પણ ટીમમાં કોઈ મોટું નામ નથી. અહીં ટીમ મોટાભાગે ભારતીય યુવા બોલરો પર નિર્ભર રહેશે. ટીમ કોમ્બિનેશનમાં માત્ર ચાર વિદેશી જ રમી શકે છે. જેમાંથી સ્ટોઈનીસ, પૂરન અને મેયર્સ/ડી કોકનું રમવાનું નિશ્ચિત છે. ટીમમાં ચોથા સ્થાનના દાવેદાર તરીકે ડેવિડ વિલી, જોસેફ અને નવીન હશે. આવી સ્થિતિમાં ફાસ્ટ બોલિંગની જવાબદારી મોહસીન ખાન, યશ ઠાકુર, શિવમ માવી પર રહેશે, પરંતુ અનુભવનો અભાવ અહીં સ્પષ્ટ દેખાઈ રહ્યો છે.

કોચિંગ સ્ટાફ સમક્ષ સૌથી મોટો પડકાર

નવા કોચિંગ સ્ટાફ સમક્ષ સૌથી મોટો પડકાર પ્લેઈંગ-11 માટે યોગ્ય બેલેન્સ ટીમ શોધવાનો રહેશે. રાહુલ અને કોચ તેમના ટોપ-13 ખેલાડીઓને પસંદ કરવાનો પ્રયાસ કરશે, જેમાંથી પ્લેઈંગ-11ની પસંદગી કરી શકાય. ઉપરાંત, ખામીઓને સરભર કરવા માટે માર્ગો શોધવા પડશે. વિદેશી ખેલાડીઓના સંદર્ભમાં, કોને રમાડવું જોઈએ અને કોને ન રમાડવું જોઈએ તે અંગે મોટાભાગે મગજમારી કરવી પડશે.

લખનૌ ટીમ:

કેએલ રાહુલ (કેપ્ટન), ક્વિન્ટન ડી કોક, નિકોલસ પૂરન, આયુષ બદોની, કાયલ મેયર્સ, માર્કસ સ્ટોઈનિસ, દીપક હુડા, દેવદત્ત પડિકલ, રવિ બિશ્નોઈ, નવીન-ઉલ-હક, કૃણાલ પંડ્યા, યુદ્ધવીર સિંહ, પ્રેરક માંકડ, યશ ઠાકુર, એ. મિશ્રા, માર્ક વુડ, મયંક યાદવ, મોહસીન ખાન, કે. ગૌતમ, શિવમ માવી, અર્શિન કુલકર્ણી, એમ. સિદ્ધાર્થ, એશ્ટન ટર્નર, ડેવિડ વિલી, મોહમ્મદ અરશદ ખાન.

આ પણ વાંચો : શું દિલ્હી કેપિટલ્સ આ વખતે IPLનું ટાઈટલ જીતવા છે તૈયાર? જાણો ટીમની તાકાત અને નબળાઈ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">