ગૌતમ ગંભીરે ‘સૌથી સ્ટાઇલિશ’ ભારતીય ખેલાડીના નામ જણાવ્યા, વિરાટ કોહલી છે ‘દેશી બોય’
ટીમ ઈન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીરે ક્રિકેટના દેશી બોય અને મોસ્ટ સ્ટાઈલિશ ખેલાડીઓના નામથી લઈ રન મશીન સુધીના નામ જણાવ્યા છે. તો જાણો કોચે વિરાટ કોહલી અને શુભમન ગિલને ક્યા ટેગ આપ્યા છે.

ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ ગૌતમ ગંભીરે એશિયા કપ 2025 પહેલા પોતાના મજાકિયા અંદાજથી ચાહકોને ચોંકાવી દીધા છે. દિલ્હી પ્રીમિયર લીગની ફાઈનલમાં ગંભીરે રૈપિડ-ફાયર સેગમેન્ટ દરમિાન અનેક દિગ્ગજ ક્રિકેટરોને નવા નિકનેમ આપ્યા છે.સૌથી વધુ ચર્ચામાં વિરાટ કોહલીનું નામ છે. ગૌતમ ગંભીરે વિરાટ કોહલીને દેશી બોયનું ટેગ આપ્યો છે. આ નામ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ રહ્યું છે.
ગંભીર રિલેકસ મૂડમાં જોવા મળ્યો
આ દરમિયાન ગંભીર રિલેકસ મૂડમાં જોવા મળ્યો હતો. તેમણે કહ્યું હાલમાં વધારે ક્રિકેટ જોઈ નથી કારણ કે, ભારતીય ટીમ એક મહિનાના બ્રેક પર હતી. પરંતુ તેમણે દિલ્હી પ્રીમિયર લીગના વખાણ કર્યા હતા. કહ્યું કે, આ દિલ્હીના ખેલાડીઓને પોતાની પ્રતિભા દેખાડવાનું એક શાનદાર મંચ છે. તેમણે કહ્યું કે, દિલ્હીમાં ટેલેન્ટની કોઈ કમી નથી. અહી માત્ર લોકલ પ્રતિયોગિતાઓ હોય છે અહીથી ભારતને ભવિષ્યમાં શાનદાર ખેલાડીઓ મળે છે.
View this post on Instagram
મોસ્ટ સ્ટાઇલિશ ખેલાડી
તેમણે સચિન તેંડુલકરને ‘ક્લચ’, જસપ્રીત બુમરાહને ‘સ્પીડ’, શુભમન ગિલને ‘મોસ્ટ સ્ટાઇલિશ’, ઝહીર ખાનને ‘ડેથ ઓવર સ્પેશિયાલિસ્ટ’, વીવીએસ લક્ષ્મણને ‘રન મશીન’, ઋષભ પંતને ‘મોસ્ટ ફની’, રાહુલ દ્રવિડને ‘મિસ્ટર કોન્સ્ટેન્ટિવ’ અને નીતિશ રાણાને ‘ગોલ્ડન આર્મ’ તરીકે નામ આપ્યા છે.
ગૌતમ ગંભીર હવે ફરીથી હેડ કોચની જવાબદારી નિભાવતો જોવા મળશે. ઈંગ્લેન્ડ પ્રવાસ બાદ ભારતીય ટીમને લાંબો બ્રેક મળ્યો છે. ભારતીય ટીમ હવે ટી20 એશિયા કપ 2025માં ઉતરશે. જેની શરુઆત 9 સપ્ટેમ્બરથી યુએઈમાં થશે. ભારતીય ટીમ પોતાના અભિયાનની શરુઆત 10 સપ્ટેમબરથી યુએઈ વિરુદ્ધ કરશે. ભારતની 14 સપ્ટેબરના મેચ પાકિસ્તાન સામે છે. આ હાઈવોલ્ટેજ મેચ દુબઈના મેદાન પર રમાશે.
