ટી 20 વર્લ્ડકપ 1 જૂનથી શરુ થશે, આ ટૂર્નામેન્ટની ફાઈનલ 29 જૂનના રોજ રમાશે. વેસ્ટઈન્ડિઝ અને યુએસએ આ ટૂર્નામેન્ટની મેજબાની કરી રહ્યું છે. આ વખતે ટી 20 વર્લ્ડકપમાં કુલ 20 ટીમો ભાગ લેશે. જેને 4 ગ્રુપમાં વહેંચવામાં આવી છે. વર્લ્ડકપમાં 9 જૂનના રોજ ભારત અને પાકિસ્તાનની ટક્કર જોવા મળશે.ટી 20 વર્લ્ડકપ 2024 માટે ભારતીય ટીમની જાહેરાત થઈ ગઈ છે. 4 ગુજરાતી ખેલાડીને ટીમમાં સ્થાન મળ્યું છે.
ટી 20 વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયાની પહેલી મેચ 5 જૂનના રોજ ન્યૂયોર્કમાં આયરલેન્ડ વિરુદ્ધ રમશે. વેસ્ટઈન્ડિઝ અને અમેરિકા ટૂર્નામેન્ટની સંયુક્ત મેજબાની કરી રહ્યું છે. જેમાં 20 ટીમ રમશે. જેને 5-5 ગ્રુપમાં વહેંચવામાં આવી છે. આ ટી 20 વર્લ્ડકપ સૌથી મોટો વર્લ્ડકપ બની ગયો છે. ટૂર્નામેન્ટની શરુઆત એક જૂનના રોજ અમેરિકા અને કેનેડાની મેચથી શરુ થશે. સેમિફાઈનલ 26,27 જૂનના રોજ રમાશે અને ટી 20 વર્લ્ડકપની ફાઈનલ મેચ બારબાડોસમાં 29 જૂનના રોજ રમાશે.
Announced!
Take a look at #TeamIndia‘s group stage fixtures for the upcoming ICC Men’s T20 World Cup 2024
India will play all their group matches in the USA #T20WorldCup pic.twitter.com/zv1xrqr0VZ
— BCCI (@BCCI) January 5, 2024
રોહિત શર્મા (કેપ્ટન)યશસ્વી જ્યસ્વાલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત (વિકેટકીપર) શિવમ દુબે, હાર્દિક પંડ્યા (વાઇસ કેપ્ટન) રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ, સંજુ સેમસન (વિકેટકીપર) મોહમ્મદ સિરાજ
29 દિવસ સુધી રમાનારી આ ટૂર્નામેન્ટમાં ભારત, પાકિસ્તાન, આયરલેન્ડ, કેનેડા, અમેરિકા, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, નામીબિયા, સ્કોટલેન્ડ, ઓમાન, ન્યુઝીલેન્ડ, વેસ્ટઈન્ડિઝ, અફઘાનિસ્તાન, યુગાંડા, પાપુઆ ન્યુ ગિની, સાઉથ આફ્રિકા, શ્રીલંકા, બાંગ્લાદેશ , નેધરલેન્ડ અને નેપાળની ટીમ ભાગ લેશે.
ગ્રુપ A : ભારત, પાકિસ્તાન, આયરલેન્ડ, કેનેડા, અમેરિકા
ગ્રુપ B : ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા,નામીબિયા,સ્કોટલેન્ડ,ઓમાન
ગ્રુપ C : ન્યુઝીલેન્ડ, વેસ્ટઈન્ડિઝ, અફઘાનિસ્તાન, યુગાંડા, પાપુઆ ન્યુ ગિની
ગ્રુપ D : સાઉથ આફ્રિકા, શ્રીલંકા, બાંગ્લાદેશ, નેધરલેન્ડ, નેપાળ
Published On - 3:12 pm, Wed, 1 May 24