Breaking News : ઈન્કમટેક્સ વિભાગે ભોપાળું વાળ્યું ! ફેરિયાને આપી અધધ 19.84 કરોડની નોટિસ
ખેડા જિલ્લામાં ઈન્કમટેક્સ વિભાગની કાર્યવાહીથી એક અનોખો અને ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. મૂર્તિઓ વેચીને રોજગાર ચલાવતા એક સામાન્ય ફેરિયાને વિભાગ તરફથી લગભગ 19.84 કરોડ રૂપિયાની આવક સંબંધિત નોટિસ પાઠવવામાં આવી છે. આ ઘટનાએ સ્થાનિક સ્તરે ચકચાર મચાવી છે, કારણ કે એટલી મોટી રકમની નોટિસ એક સામાન્ય જીવન જીવતા વ્યક્તિને મળવી અસામાન્ય માનવામાં આવી રહી છે.
ઈન્કમટેક્સ વિભાગ તરફથી મળતી નોટિસ સામાન્ય રીતે મોટી આવક ધરાવતા લોકોને પણ ચિંતામાં મૂકી દે છે. પરંતુ જો આવી જ મોટી રકમની નોટિસ કોઈ સામાન્ય કે ગરીબ વ્યક્તિને મળે, તો તેની પરિસ્થિતિ કેટલી વિકટ બની શકે તેનો એક ચોંકાવનારો બનાવ ખેડાના ડાકોરમાંથી સામે આવ્યો છે.
ડાકોરના ગોમતી ઘાટ પર પ્લાસ્ટિકની મૂર્તિઓ વેચીને જીવન નિર્વાહ કરતા ચિરાગ ભૈયાને અચાનક કરોડોની ઈન્કમટેક્સ નોટિસ મળી છે. આ નોટિસમાં તેમને ‘સ્ટાર ઇન્ફોટેક’ નામની કંપનીના માલિક તરીકે દર્શાવવામાં આવ્યા છે. નોંધપાત્ર રીતે, વર્ષ 2021-22 માટે લગભગ 11 કરોડ 86 લાખ અને વર્ષ 2022-23 માટે 7 કરોડ 98 લાખ રૂપિયાની આવક દર્શાવીને નોટિસ પાઠવવામાં આવી છે.
આ ઘટનાને ધ્યાનમાં લેતા એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે કોઈએ તેમના નામનો ગેરકાયદેસર ઉપયોગ કરીને ખોટી કંપની બનાવી હોઈ શકે છે અને તેમના નામે બેંક એકાઉન્ટ ખોલીને મોટા પ્રમાણમાં નાણાકીય લેવડદેવડ કરી હોઈ શકે છે. સમગ્ર મામલે ચિરાગ ભૈયાએ સત્તાવાળાઓ પાસે નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરી છે.
જ્યારે તમે જૂઠું બોલો છો ત્યારે શરીરનો આ ભાગ ગરમ થઈ જાય છે, આ રહસ્ય વિશે બહુ ઓછા લોકો જાણે છે
જામા મસ્જિદના ભોંયરામાં મૂર્તિઓ હોવાનો સ્વામી મુક્તાનંદનો દાવો
સુરતમાં નાસીરનગર ડિમોલિશન મુદ્દે ભારે હોબાળો, કમિશનર બંગલે ધરણા
બે વર્ષથી ગટર અને રોડનું કામ અધૂરું, સ્થાનિકોએ કર્યો 'હલ્લાબોલ'
એક જ પિતાના જોડિયા દીકરા, પણ અલગ અલગ જ્ઞાતિના પ્રમાણપત્રથી નોકરી મેળવી

