AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ગુજરાતમાં ફરી આવશે કમોસમી વરસાદ, 7 એપ્રિલે માવઠાની આગાહી, આ જિલ્લાઓમાં ખેડૂતો માટે 'રેડ એલર્ટ'!

Breaking News: ગુજરાતમાં ફરી આવશે કમોસમી વરસાદ, 7 એપ્રિલે માવઠાની આગાહી, આ જિલ્લાઓમાં ખેડૂતો માટે ‘રેડ એલર્ટ’!

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 14, 2026 | 2:32 PM
Share

ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજાની 'અનસીઝનલ' એન્ટ્રી થવાની છે. હવામાન વિભાગે આગામી 7 એપ્રિલે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં માવઠાની આગાહી કરી છે. પવનની ગતિ વધવાને કારણે ખેતીના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.

ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજાની ‘અનસીઝનલ’ એન્ટ્રી થવાની છે. રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે હવામાનમાં મોટો પલટો આવવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. હવામાન વિભાગના લેટેસ્ટ રિપોર્ટ મુજબ, આગામી 7 એપ્રિલે રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદ એટલે કે માવઠું પડી શકે છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને પાટણમાં વરસાદની પ્રબળ શક્યતા છે.

માવઠાની આ અસર માત્ર ઉત્તર ગુજરાત પૂરતી સીમિત નહીં રહે, પરંતુ દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, મોરબી, કચ્છ અને પંચમહાલ જેવા જિલ્લાઓમાં પણ ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે આવતીકાલથી પવનની ગતિમાં વધારો થશે, જે 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે છે.

સમુદ્રમાં કરંટ જોવા મળવાની શક્યતાને પગલે 6 અને 7 એપ્રિલે માછીમારોને દરિયો ન ખેડવા કડક સૂચના આપવામાં આવી છે. નોંધનીય છે કે આ કમોસમી વરસાદ બાદ 8 એપ્રિલથી ફરી ગરમીનો પારો વધવાની આગાહી છે. આ માવઠાને કારણે ખેડૂતોના તૈયાર પાકને નુકસાન થવાની ભીતિએ જગતનો તાત ચિંતામાં મુકાયો છે.

અમરેલીમાં ભરઉનાળે નદીઓ થઈ જીવંત, વડિયાના સુરવો ડેમનો દરવાજો ખોલાયો, ખેડૂતોમાં ખુશીની લહેર!

Published on: Apr 05, 2026 05:47 PM
Follow Us
g clip-path="url(#clip0_868_265)">