AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમેરિકાના ઈતિહાસનું એ ‘કાળું પાનું’: જ્યારે ઈરાને 444 દિવસ સુધી સુપરપાવરને ઘૂંટણિયે લાવી દીધું હતું!

ટ્રમ્પ ભલે ઈરાનને તબાહ કરવાની ધમકી આપે, પણ ઈતિહાસ કંઈક અલગ જ વાર્તા કહે છે. 1979માં જ્યારે અમેરિકાએ પોતાના બંધકોને છોડાવવા ગુપ્ત મિશન મોકલ્યું, ત્યારે રણની રેતીમાં અમેરિકી સૈનિકો અને વિમાનોનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. વાંચો, અમેરિકાની એ સૌથી મોટી હારની અત્યાર સુધીની અજાણી વિગતો.

અમેરિકાના ઈતિહાસનું એ 'કાળું પાનું': જ્યારે ઈરાને 444 દિવસ સુધી સુપરપાવરને ઘૂંટણિયે લાવી દીધું હતું!
| Updated on: Apr 05, 2026 | 9:38 PM
Share

હાલમાં અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધની જ્વાળાઓ ચરમસીમા પર છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પ દાવો કરી રહ્યા છે કે તેઓ ઈરાનને નેસ્તનાબૂદ કરી દેશે, પરંતુ ઈરાની મીડિયાએ 1979ના એક નિષ્ફળ અમેરિકી મિશનની તસવીરો શેર કરીને અમેરિકાના જખમ પર મીઠું ભભરાવ્યું છે. આ એ સમય હતો જ્યારે અમેરિકા જેવી મહાસત્તા 444 દિવસ સુધી લાચાર બનીને જોતી રહી હતી.

શું હતી 1979ની એ ઘટના?

4 નવેમ્બર, 1979ના રોજ તેહરાન સ્થિત અમેરિકી દૂતાવાસ પર ઉગ્રવાદી વિદ્યાર્થીઓએ કબજો કરી લીધો અને 52 અમેરિકી રાજદ્વારીઓને બંધક બનાવી લીધા. આખી દુનિયા સ્તબ્ધ હતી. બંધકોને છોડાવવા માટે તત્કાલીન રાષ્ટ્રપતિ જિમી કાર્ટરે એક ગુપ્ત સૈન્ય ઓપરેશનને મંજૂરી આપી, જેનું નામ હતું ‘ઓપરેશન ઈગલ ક્લો’.

રણની રેતીમાં અમેરિકાનો ‘ફ્લોપ શો’:

આ ઓપરેશન અમેરિકા માટે કલંક સાબિત થયું. અમેરિકાએ 6 હર્ક્યુલસ C-130 વિમાનો અને 8 હેલિકોપ્ટરો સાથે ઈરાનના રણમાં ઉતરાણ કર્યું હતું. પ્લાન મુજબ, સૈનિકોએ ત્યાંથી ટ્રકો દ્વારા તેહરાન જવાનું હતું. પરંતુ કુદરતને કંઈક અલગ જ મંજૂર હતું. ભયાનક રેતીના તોફાનો અને વિમાનોની અંદરોઅંદર ટક્કરને કારણે આ મિશન ખરાબ રીતે નિષ્ફળ ગયું. અમેરિકાએ પોતાના 8 સૈનિકો ગુમાવ્યા અને 4 હેલિકોપ્ટર ઈરાનમાં જ છોડીને ભાગવું પડ્યું.

પરિણામ: સત્તા પરિવર્તન અને શરમજનક હાર

આ નિષ્ફળતાની જવાબદારી જિમી કાર્ટરે લેવી પડી અને તેઓ ચૂંટણી હારી ગયા. નવા રાષ્ટ્રપતિ રોનાલ્ડ રીગને શપથ લીધા ત્યારે જઈને આ બંધકો મુક્ત થયા. ઈરાને અત્યારે ફરી એ જ જૂની તસવીરો જાહેર કરીને અમેરિકાને તેની તાકાતની યાદ અપાવી છે.

હાલની સ્થિતિમાં પણ ઈરાને અમેરિકી વિમાન તોડી પાડીને સ્પષ્ટ કરી દીધું છે કે તે પોતાની સીમાઓની રક્ષા કરવા માટે આજે પણ સક્ષમ છે. શું ટ્રમ્પ આ ઈતિહાસમાંથી પાઠ ભણશે કે ફરી એકવાર સંઘર્ષની આગમાં કૂદશે? એ તો સમય જ કહેશે.

જાપાન સરકારની ભારતીયોને મોટી ઓફર! દર મહિને ₹1.4 લાખના સ્ટાઈપેન્ડ સાથે રિસર્ચની તક, યુવાનોનું બદલાઈ જશે ભાગ્ય

Follow Us
Breaking News: ભાવનગરમાં વધુ એક નક્લી વિદેશી દારૂની ફેક્ટરી ઝડપાઈ
Breaking News: ભાવનગરમાં વધુ એક નક્લી વિદેશી દારૂની ફેક્ટરી ઝડપાઈ
અમદાવાદમાં ગણેશ પંડાલ લગાવવા માટેના જાણી લો નવા નિયમો
અમદાવાદમાં ગણેશ પંડાલ લગાવવા માટેના જાણી લો નવા નિયમો
થોડા વરસાદમાં જ અમદાવાદના માર્ગો થયા જળબંબાકાર, નફ્ફટ તંત્રની ખુલી પોલ
થોડા વરસાદમાં જ અમદાવાદના માર્ગો થયા જળબંબાકાર, નફ્ફટ તંત્રની ખુલી પોલ
અમેરિકામાં ભારતીય મહિલાના ભાઈની કારના ચારેય પૈડાં ચોરાયા - જુઓ Video
અમેરિકામાં ભારતીય મહિલાના ભાઈની કારના ચારેય પૈડાં ચોરાયા - જુઓ Video
TV9ના અહેવાલની અસર, દેવભૂમિ દ્વારકામાં પાણીની સમસ્યાનો અંત
TV9ના અહેવાલની અસર, દેવભૂમિ દ્વારકામાં પાણીની સમસ્યાનો અંત
વિદ્યાર્થી આંદોલનની જીત, અનિયમિત બસ સેવા હવે નિયમિત થશે
વિદ્યાર્થી આંદોલનની જીત, અનિયમિત બસ સેવા હવે નિયમિત થશે
રેપિડ ટેસ્ટ અંગે વેપારીઓને ટ્રેનિંગ અપાય
રેપિડ ટેસ્ટ અંગે વેપારીઓને ટ્રેનિંગ અપાય
રખડતી ગાયો માટે મહિલાએ Zomato થી રોટલી ઓર્ડર કરી
રખડતી ગાયો માટે મહિલાએ Zomato થી રોટલી ઓર્ડર કરી
તાપી જિલ્લામાં મેઘરાજાએ કરી એન્ટ્રી, પાકને મળ્યું નવજીવન ! Video
તાપી જિલ્લામાં મેઘરાજાએ કરી એન્ટ્રી, પાકને મળ્યું નવજીવન ! Video
અમદાવાદમાં જાહેર માર્ગ પર જન્મદિનની ઉજવણીનો વાયરલ વીડિયો
અમદાવાદમાં જાહેર માર્ગ પર જન્મદિનની ઉજવણીનો વાયરલ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">