AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2026 માં બોલને લઈને આવ્યો નવો નિયમ, ટીમોને આ રીતે થશે ફાયદો….

BCCI એ IPLની નવી સીઝન શરૂ થતા પહેલા કેટલાક નવા નિયમોની જાહેરાત કરી છે અને બોર્ડ દ્વારા આ અંગે તમામ ટીમોને જાણ કરી દેવામાં આવી છે. આમાં જ મેચ દરમિયાન બોલ બદલવા સંબંધિત નિયમો પણ સામેલ છે, જે ખાસ કરીને સાંજની મેચોમાં લાગુ થશે.

IPL 2026 માં બોલને લઈને આવ્યો નવો નિયમ, ટીમોને આ રીતે થશે ફાયદો....
Image Credit source: PTI
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 25, 2026 | 3:17 PM
Share

IPL 2026 સીઝનનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે અને ટુર્નામેન્ટની પ્રથમ મેચ 28 માર્ચે રમાવાની છે. દરેક વર્ષની જેમ આ સીઝનમાં પણ કેટલાક નવા નિયમ-કાનૂન જોડાઈ રહ્યા છે. આ વખતે ઇમ્પેક્ટ પ્લેયર જેવો કોઈ મોટો બદલાવ નથી આવ્યો, પરંતુ બોલના ઉપયોગને લઈને એક એવો નિયમ લાગુ કરવામાં આવી રહ્યો છે, જે મેચોને વધુ રોમાંચક બનાવી દેશે. ખાસ કરીને, બીજી ઇનિંગમાં બોલિંગ કરનારી ટીમને આનાથી ઘણી મદદ મળશે. પણ આખરે આ નિયમ છે શું?

ચાલો તમને વિસ્તારથી જણાવીએ, ક્રિકબઝના એક રિપોર્ટ અનુસાર, BCCIએ બધી ટીમોને જણાવ્યું છે કે મેચ દરમિયાન જો બોલ ખોવાઈ જાય અથવા તો બોલ હાલત અત્યંત ખરાબ થઈ જાય તો અમ્પાયર તેને બદલી શકે છે. સાથે જ અમ્પાયર તેના વિશે બૅટ્સમેન અને ફિલ્ડિંગ કેપ્ટનને જણાવશે.

ફિલ્ડિંગ ટીમને બોલ બદલવાની મંજૂરી

પરંતુ આ સિવાય બીજી ઇનિંગમાં બોલ બદલવાનો એક મોટો અને મહત્વનો નિયમ છે, જે મેચો પર મોટી અસર કરી શકે છે. આ મુજબ, સાંજે રમાતી મેચોમાં બીજી ઇનિંગમાં બોલિંગ કરી રહેલી ટીમ 10મી ઓવર પછી એકવાર બોલ બદલવાની માંગ કરી શકે છે. જોકે, બોલ બદલવાની આ માંગ માત્ર એક જ વાર કરી શકાશે.આવું એટલા માટે કરવામાં આવ્યું છે કારણ કે અવારનવાર સાંજની મેચોમાં ઝાકળ (Dew) ને કારણે બોલ ભીનો થઈ જાય છે, જેના કારણે ફિલ્ડિંગ કરનારી ટીમને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને જ આ નિયમ બનાવવામાં આવ્યો છે. પરંતુ બોલ બદલવા માટે ઝાકળ હોવી જરૂરી નથી.

પરંતુ આ શરત પૂરી કરવી પડશે

જોકે, આમાં પણ એક શરત છે. ફિલ્ડિંગ કરી રહેલી ટીમ બોલ બદલવાની માંગ માત્ર ઓવર પૂરી થયા પછી જ કરી શકે છે. ઓવરની વચ્ચે બોલ બદલવાની મંજૂરી આપવામાં આવશે નહીં. સાથે જ, આ સ્થિતિમાં ફિલ્ડિંગ ટીમને નવો બોલ મળશે નહીં, પરંતુ તેના જેવી જ સ્થિતિવાળો (સમાન ઘસારો ધરાવતો) બીજો બોલ આપવામાં આવશે. જોકે એ પણ સ્પષ્ટ છે કે, જો ત્યારબાદ પણ બોલની સ્થિતિ વધુ બગડે છે, તો અમ્પાયરો પોતાની સમજ અને જરૂરિયાત મુજબ બોલ બદલવાનો નિર્ણય લઈ શકે છે.

ODI World Cup 2027માં નહીં રમે આ ખેલાડીઓ, ટીમ ઈન્ડિયામાં ગત વર્લ્ડ કપની સરખામણીએ જોવા મળી શકે છે 5 નવા ચહેરા

Follow Us
₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું
₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું
વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી
વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી
રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ
રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
શાળા પ્રવેશોત્સવ વચ્ચે ડાંગની શાળાને વાલીઓએ કરી તાળાબંધી
શાળા પ્રવેશોત્સવ વચ્ચે ડાંગની શાળાને વાલીઓએ કરી તાળાબંધી
જામનગરમાં એકાતરા પાણી વિતણ કરવાનો મનપા નો નિર્ણય, વિપક્ષે ઉઠાવ્યા સવાલ
જામનગરમાં એકાતરા પાણી વિતણ કરવાનો મનપા નો નિર્ણય, વિપક્ષે ઉઠાવ્યા સવાલ
પાલનપુર STP પ્લાન્ટ વિવાદ, જમીન કિંમત મુદ્દે પ્રોજેક્ટ ખોરંભે
પાલનપુર STP પ્લાન્ટ વિવાદ, જમીન કિંમત મુદ્દે પ્રોજેક્ટ ખોરંભે
g clip-path="url(#clip0_868_265)">