Ahmedabad Breaking News : સી.જી રોડ પર ₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું! જુઓ Video
મળતી માહિતી મુજબ, રાહદારીઓને સુરક્ષિત રીતે રસ્તો ક્રોસ કરવાની સુવિધા મળે તે હેતુથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સી.જી. રોડ પર અંદાજે ₹6 લાખના ખર્ચે પેલિકન સિગ્નલ સિસ્ટમ સ્થાપિત કરી હતી. જોકે, સિસ્ટમ શરૂ થયાના માત્ર નવ દિવસમાં જ અજાણ્યા શખ્સોએ તેની ગ્લાસ પેનલને નુકસાન પહોંચાડ્યું હોવાનું સામે આવ્યું છે.
અમદાવાદના સી.જી. રોડ પર રાહદારીઓની સુરક્ષા માટે તાજેતરમાં સ્થાપિત કરાયેલ શહેરનું પ્રથમ પેડેસ્ટ્રિયન (Pedestrian) સિગ્નલ અસામાજિક તત્વોના નિશાને આવ્યું છે. માત્ર નવ દિવસ પહેલાં લાખો રૂપિયાના ખર્ચે લગાવવામાં આવેલી આ અદ્યતન સિસ્ટમની ગ્લાસ પેનલ તોડી નાખવામાં આવતા શહેરમાં ચર્ચા જાગી છે. આ મામલે જવાબદાર તત્વો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
6 લાખના ખર્ચે બનેલ પેડેસ્ટ્રિયન સિગ્નલ તોડી પાડાયુ
મળતી માહિતી મુજબ, રાહદારીઓને સુરક્ષિત રીતે રસ્તો ક્રોસ કરવાની સુવિધા મળે તે હેતુથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સી.જી. રોડ પર અંદાજે ₹6 લાખના ખર્ચે પેલિકન સિગ્નલ સિસ્ટમ સ્થાપિત કરી હતી. જોકે, સિસ્ટમ શરૂ થયાના માત્ર નવ દિવસમાં જ અજાણ્યા શખ્સોએ તેની ગ્લાસ પેનલને નુકસાન પહોંચાડ્યું હોવાનું સામે આવ્યું છે.
માત્ર નવ દિવસ પહેલાં જ લગાવવામાં આવ્યું હતુ
આ ઘટનાએ શહેરમાં જાહેર સંપત્તિની સુરક્ષા અને નાગરિક જવાબદારી અંગે અનેક પ્રશ્નો ઊભા કર્યા છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, સિગ્નલ સાથે તોડફોડ કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
વાહનચાલકો હજુ પણ આ નવી સિસ્ટમથી અજાણ
બીજી તરફ, પેલિકન સિગ્નલ લાગુ થયા બાદ પણ વાહનચાલકોમાં ટ્રાફિક નિયમો પ્રત્યે ઉદાસીનતા જોવા મળી રહી છે. અનેક વખત સિગ્નલ પર લાલ લાઇટ હોવા છતાં વાહનો અટકતા નથી, જેના કારણે રાહદારીઓ માટે અકસ્માતનું જોખમ યથાવત્ રહે છે. સ્થાનિકોમાં એવી પણ ચર્ચા છે કે મ્યુનિસિપલ કોર્પોરેશને પેલિકન સિગ્નલ સ્થાપિત તો કર્યું, પરંતુ તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે જાગૃતિ ફેલાવવા માટે સ્થળ પર કોઈ માર્ગદર્શક બોર્ડ કે સૂચનાઓ મૂકવામાં આવી નથી. જેના કારણે ઘણા રાહદારીઓ અને વાહનચાલકો હજુ પણ આ નવી સિસ્ટમથી અજાણ છે.
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી, 160 પૈકી માત્ર 80 જ હાજર- Video, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો
₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું
વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી
રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
