AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જાપાનમાં તો અવારનવાર મોટા ભૂકંપ આવે છે, છતા ત્યાં કેમ નથી થતુ જાન-માલને મોટાપાયે નુકસાન ? જાણો

ભૂકંપને રોકવો અશક્ય છે, પરંતુ ભૂકંપને કારણે થતા નુકસાન અને વિનાશને ચોક્કસપણે ઘટાડી શકાય છે. જાપાન આ જ પદ્ધતિ ઉપર કામ કરે છે. ભૂકંપને લઈને કરાયેલ આગોતરી તૈયારીના પગલાંની સાથેસાથે, જાહેર જાગૃતિ લાવવાની પણ કાર્યવાહી જાપાનમાં હાથ ધરાય છે, જેના કારણે જાપાનમાં આવતા મોટા ભૂકંપના આચંકા છતા કોઈ જાનહાની થતી નથી.

જાપાનમાં તો અવારનવાર મોટા ભૂકંપ આવે છે, છતા ત્યાં કેમ નથી થતુ જાન-માલને મોટાપાયે નુકસાન ? જાણો
| Updated on: Jun 26, 2026 | 2:50 PM
Share

ભારતથી આશરે 15,000 કિલોમીટર દૂર આવેલા વેનેઝુએલામાં ગઈકાલે, બુધવારે, સતત બે મોટા ભૂકંપના આંચકાએ વિનાશ વેર્યો હતો. ભૂકંપના કારણે વેનેઝુએલાની રાજધાની કારાકાસ સહિત અનેક શહેરોમાં વ્યાપક નુકસાન થયું હતું. ઘણી ઇમારતો પતાના મહેલની માફક તુટી પડી. વિવિધ સ્થળોએ રસ્તાઓમાં મોટી તિરાડો પડી ગઈ. ભૂકંપ બાદની રાહત અને બચાવ કામગીરી તીવ્ર ગતીએ ચાલી રહી છે. જો કે હજારો લોકો માર્યા ગયા હોવાના અહેવાલો છે. તો બીજી તરફ આ જ સમયે જાપાનમાં પણ એક મોટો ભૂકંપ આવ્યો છે, છતાં ત્યાં જાનમાલના નુકસાનના કોઈ અહેવાલ સામે નથી આવ્યા.

વેનેઝુએલામાં 7.2 અને 7.5 ની તીવ્રતાના ઉપરા છાપરી આવેલા બે ભૂકંપના આંચકાથી સમગ્ર દેશમાં વ્યાપક ભય ફેલાયો હતો, જેના કારણે અનેક શહેરોમાં ઇમારતો ખાલી કરાવવાની ફરજ પડી હતી. વેનેઝુએલામાં આવેલ ભૂકંપના આંચકાની અસર બ્રાઝિલમાં એમેઝોન પ્રદેશ જેટલી દૂર, એટલે કે આશરે 2,000 કિલોમીટર દૂર અનુભવાઈ હતી. મોડી રાત્રે રાષ્ટ્રને આપેલા ટૂંકા સંબોધનમાં, વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝે જણાવ્યું હતું કે, ઘણા રાજ્યોને નુકસાન થયું છે પરંતુ વિગતવાર આંકડા આવ્યા નથી. જો કે જાપાન એક નાનો દેશ હોવા છતા, વારંવાર ભૂકંપનો ભોગ બને છે. જાપાનમાં ખરેખર ભૂકંપથી બચવા માટે એવુ તો શું કરવામાં આવ્યું છે કે, ત્યાં ગમે એટલો મોટા ભૂકંપના આંચકા આવે તો પણ જાન-માલને વ્યાપક નુકસાન થતુ નથી. આ બાબત ભારત સહિત વિશ્વભરના દેશોએ શીખવાની જરૂર છે ?

વિનાશ ઘટાડવાની જાપાનની વ્યૂહરચના

ભૂકંપને રોકવો તો અશક્ય છે, પરંતુ ભૂકંપને કારણે થતા વિનાશને ચોક્કસપણે કેટલીક તૈયારી દ્વારા ઘટાડી શકાય છે. જાપાન આ જ સિદ્ધાંત પર કામકાજ કરે છે. જાપાને, ભૂકંપ-પ્રતિરોધક ઇમારતો બનાવી છે. જેમાં બેઝ આઇસોલેશન, સિસ્મિક ડેમ્પર્સ અને લવચીક સ્ટીલ સ્ટ્રક્ચર્સ જેવી તકનીકોનો ઉપયોગ ફરજિયાત છે.

જાપનમાં ઘડવામાં આવેલ બિલ્ડિંગ કોડ્સનું પાલન કડકપણે લાગુ કરવામાં આવે છે. જાપાનમાં, બિલ્ડિંગ નિયમોનો અમલ પણ કડક રીતે પાલન કરાવવામાં આવે છે. જો બિલ્ડિંગ નિયમનુ ઉલ્લંઘ કરવામાં આવે છે તો તેના પર કડક દંડ લાદવામાં આવે છે. માત્ર નવી જ બનતી ઈમારતો માટે નહીં પરંતુ, જૂની ઇમારતોની માળખાકીય બાબતો પર પણ નોંધપાત્ર ધ્યાન આપવામાં આવે છે. ભૂકંપનો સામનો કરવા માટે ફક્ત નવી રચનાઓ બનાવવામાં આવતી નથી, પરંતુ વર્તમાન ઇમારતોને તેમના ભૂકંપ પ્રતિકારને વધારવા માટે સિસ્મિક રેટ્રોફિટિંગ કરાવવામાં આવે છે.

નિયમિત મોક ડ્રીલ અને સતત પ્રેક્ટિસ

જાપાનમાં, ભૂકંપના શરૂઆતના આંચકાઓના સંકેત મળતાં જ, મોબાઇલ ફોન, ટેલિવિઝન, રેડિયો અને જાહેર ચેતવણી પ્રણાલીઓ દ્વારા વહેલી ચેતવણીઓ આપવામાં આવે છે. જે થોડીક સેકન્ડ અગાઉથી પૂર્વસૂચના આપે છે. વધુમાં, નિયમિત પણ મોક ડ્રીલ હાથ ધરવામાં આવે છે. જેમાં સૌ કોઈને સામેલ થવુ આવશ્યક હોય છે. આટલું જ નહીં, શાળાઓ, કચેરીઓ, હોસ્પિટલો અને સરકારી સંસ્થાઓમાં પણ સમયાંતરે ભૂકંપ સલામતી પ્રક્રિયાઓનો અભ્યાસ કરવામાં આવે છે.

જાપાનમાં ભૂકંપ અંગે જનજાગૃતિ ઝુંબેશ એક મુખ્ય બાબત તરીકે ગણવામાં આવે છે. બાળકોથી લઈને વૃદ્ધો સુધી, દરેકને ભૂકંપ દરમિયાન, કેવા પ્રકારના યોગ્ય પગલાં લેવા અને શું કરવાનું ટાળવું જોઈએ તે અંગે શિક્ષિત કરવામાં આવે છે. ભૂકંપને લઈને ઇમરજન્સી કીટ હંમેશા તૈયાર રાખવામાં આવે છે. દરેક પરિવાર દીઠ પાણી, સૂકા રાશન, ફ્લેશલાઇટ, દવાઓ, પાવર બેંક, રેડિયો અને આવશ્યક દસ્તાવેજો ધરાવતી બેગ તૈયાર જ રાખે છે.

હંમેશા ચેતવણી આપતી પ્રતિભાવ પ્રણાલી

ઇમરજન્સી પ્રતિભાવ પ્રણાલી ખૂબ જ સતર્ક રહે છે. ભૂકંપની સ્થિતિમાં, રાહત અને બચાવ એજન્સીઓ, ફાયર વિભાગો, તબીબી ટીમો અને સૈન્ય ગણતરીની મિનિટોમાં જ નિર્ધારીત સ્થળે એકઠા થઈ જાય છે. આખરે, ટેકનોલોજી અને શિસ્તનું સંયોજન નુકસાનને ઓછું કરે છે. જાપાનમાંથી ભૂકંપ સામે બચાવ અને જાનમાલને ઓછુ નુકસાન કરવા અંગે મળેલ જાણકારી છે કે માત્ર ટેકનોલોજી જ નહીં, પરંતુ કડક કાયદાઓ, શ્રેષ્ઠ શહેરી આયોજન અને નાગરિક શિસ્તનું મિશ્રણને કારણે જ સૌથી શક્તિશાળી ભૂકંપોને પણ જાનમાલના મોટા નુકસાનમાં ફેરવાતા અટકાવે છે.

Venezuela Earthquake : 235 લોકોના મોત, 200 થી વધુ લોકો હજુ પણ કાટમાળ નીચે ફસાયેલા, 39,000 લોકો ગુમ

Follow Us
યુવકે 'છોકરી' શોધવા માટે અપનાવ્યો એવો રસ્તો કે, લોકો 'ચોંકી' ગયા
યુવકે 'છોકરી' શોધવા માટે અપનાવ્યો એવો રસ્તો કે, લોકો 'ચોંકી' ગયા
વડોદરામાં શંકાસ્પદ ખાદ્યતેલ જપ્ત: આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી
વડોદરામાં શંકાસ્પદ ખાદ્યતેલ જપ્ત: આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી
સુરતમાં પૂરથી અસરગ્રસ્ત થયેલા નાગરિકો માટે સરકારે જાહેર કર્યુ રાહત પેક
સુરતમાં પૂરથી અસરગ્રસ્ત થયેલા નાગરિકો માટે સરકારે જાહેર કર્યુ રાહત પેક
ભગવાન જગન્નાથજીના ત્રણેય રથનું મંદિર પરિસરમાં આગમન
ભગવાન જગન્નાથજીના ત્રણેય રથનું મંદિર પરિસરમાં આગમન
જો પાકિસ્તાનમાં હોત તો તારું અપહરણ કરી લેત..., જુઓ Video
જો પાકિસ્તાનમાં હોત તો તારું અપહરણ કરી લેત..., જુઓ Video
વેજ બિરીયાનીને બદલે રેસ્ટોરન્ટે નોન વેજ બિરીયાની મોકલ્યાનો આક્ષેપ
વેજ બિરીયાનીને બદલે રેસ્ટોરન્ટે નોન વેજ બિરીયાની મોકલ્યાનો આક્ષેપ
આજનું રાશિફળ: 15 જુલાઈએ કઈ રાશિએ રાખવી પડશે સાવધાની?
આજનું રાશિફળ: 15 જુલાઈએ કઈ રાશિએ રાખવી પડશે સાવધાની?
ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને આવ્યા સૌથી 'મોટા સમાચાર'
ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને આવ્યા સૌથી 'મોટા સમાચાર'
રાજુલાના મોટા આગરિયા ગામે ત્રણ સિંહના આંટાફેરાથી ગામલોકોમાં ફફડાટ
રાજુલાના મોટા આગરિયા ગામે ત્રણ સિંહના આંટાફેરાથી ગામલોકોમાં ફફડાટ
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની 'નવી આગાહી'
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની 'નવી આગાહી'
g clip-path="url(#clip0_868_265)">