Breaking News : રાજકોટ જંગલેશ્વર ડિમોલેશનમાં પાણી પર ઉડાવ્યા 12.40 લાખ રૂપિયા, જુઓ Video
રાજકોટમાં જંગલેશ્વર ડિમોલેશનનું વધુ એક બિલ શંકાના દાયરામાંછે. ડિમોલેશન દરમિયાન મિનરલ વોટર અને મંડપ સર્વિસના બિલને લઇને શંકા છે. ડિમોલેશન દરમિયાન મિનરલ વોટર પાછળ 12.40 લાખનો ખર્ચ થયો છે.
જંગલેશ્વર ડિમોલેશનનું વધુ એક બિલ શંકાના દાયરામાં છે.ડિમોલેશન દરમિયાન મિનરલ વોટર અને મંડપ સર્વિસના બિલને લઇને શંકા છે.ડિમોલેશન દરમિયાન મિનરલ વોટર પાછળ 12.40 લાખનો ખર્ચ થયો છે. મંડપ સર્વિસ પાછળ 6.70 લાખનો ખર્ચ થયો હતો.બંને કોન્ટ્રાક્ટ ઉમિયા મંડપ સર્વિસને આપવામાં આવ્યા હતા. જો કે બિલ હજુ સુધી સત્તાવાર રીતે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મુકાયું નથી.
રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ?
રાજકોટમાં પૂર્વ શાસક પક્ષના નેતા વિનુ ધવાએ જંગલેશ્વર વિસ્તારના ખાણીપીણીના બિલને લઇને સવાલો ઉઠાવ્યા છે.બિલ ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું હોવાનો ગંભીર આક્ષેપ છે.વિનુ ઘવાનો દાવો છે કે,અમે પણ જંગલેશ્વર વિસ્તારમાં રાહત રસોડું જાહેર કર્યું છે.અનેક લોકોએ પાણી,સરબતની સેવા કરવામાં આવી હતી,બિલ સંપૂર્ણપણે શંકાસ્પદ છેઆ બિલની મ્યુનિસિપલ કમિશનર દ્વારા તપાસ હાથ ધરવામાં આવે તેવી માંગ કરી છે.
ચા-કોફી અને બિસ્કીટનું બિલ 6.30 લાખ
ઉલ્લેખનીય છે કે રાજકોટમાં જંગલેશ્વર ડિમોલેશન દરમિયાન ખાણીપીણીના 27 લાખથી વધુના બિલનો વિવાદ ગરમાયેલો છે. RMCના જનરલ બોર્ડમાં પણ કોંગ્રેસે આ મુદ્દે વિરોધ કરી શાસકપક્ષને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે RMCના સત્તાધીશોએ ગેરરીતિ નહીં થયાનો દાવો કર્યો છે. તેવામાં લાખોના વધુ એક બિલથી વિવાદ વધુ ગરમાઈ શકે છે. ચા-કોફી અને બિસ્કીટનું બિલ 6.30 લાખ મુકાયુ છે.21000 કપ ચા અને 4000 બોટલ લીંબુ સરબતનો ઉપયોગ કરાયો હતો. તો પ્રેમવતી રેસ્ટોરન્ટનું બિલ 20 લાખ રૂપિયા મુકાયુ હતુ. નાસ્તાની એક ડિશનો ભાવ 231 રૂપિયા ઉધારવામાં આવ્યો છે.
ગેરરિતી ન હોવાનો આરોગ્ય અધિકારીએ દાવો કર્યો
જંગલેશ્વર ડિમોલેશનમાં ખાણીપીણાના ખર્ચને લઇને આરોગ્ય અધિકારીનું નિવેદન પણ સામે આવ્યું છે.આરોગ્ય અધિકારી ડો.જયેશ વાંકાણીનું નિવેદન કુલ 8 ઝોનમાં કામગીરી હાથ ધરવામાં આવી હતી.મનપા,પોલીસ,પીજીવીસીએલ,ફાયર અને આરોગ્ય સહિતનો સ્ટાફ તૈનાત હતો.મોટા પ્રમાણમાં મજુરો પણ કામ કરી રહ્યા હતા.કુલ 4800 જેટલો મેનપાવર તૈનાત હતો.જે કોન્ટ્રાકટ અપાયો હતો તે માન્ય સંસ્થાઓને જ આપવામાં આવ્યો હતો.કાજુકતરી,ખજૂરરોલ,વેફર સમોસાની પ્લેટ પત્રકાર પરિષદમાં રાખવામાં આવી હતી તેનું બિલ હતું કોઇ ગેરરિતી ન હોવાનો આરોગ્ય અધિકારીએ દાવો કર્યો છે.
Breaking News : રાજકોટના જંગલેશ્વર ડિમોલેશનના બિલ સામે કોંગ્રેસે કાજુકતરી સાથે વિરોધ કર્યો , જુઓ Video અહી ક્લિક કરો
કચ્છના પશુપાલકો માટે રાહત: માત્ર ₹2માં મળશે ઘાસચારો, જુઓ નિયમો
થરાદમાં SOGની રેડ: રૂ. 6.89 કરોડની ટ્રામાડોલ દવાઓનો જથ્થો જપ્ત
'The India Story' માં જોવા મળશે 'ભ્રષ્ટ સિસ્ટમ' સામેની લડાઈ
ડાયપરને ફ્રિજમાં મૂકીને માથા પર પહેરી લીધું - જુઓ Trending Video
