AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NEET UG 2026ની પ્રોવિઝનલ આન્સર કી જાહેર, આ એક પ્રશ્ન માટે તમામ ઉમેદવારોને મળી શકે છે 4 બોનસ માર્ક્સ !

NEET UG 2026 માટે પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરવામાં આવી છે. પરિણામોની સમીક્ષા કર્યા પછી, નિષ્ણાતો માને છે કે NEET UG ના બે પ્રશ્નો વિવાદનો વિષય હતા. આમાંથી એક પ્રશ્ન ડ્રોપ કરવામાં આવશે અને બધા ઉમેદવારોને તેના બદલામાં 4 બોનસ માર્ક્સ આપવામાં આવી શકે છે.

NEET UG 2026ની પ્રોવિઝનલ આન્સર કી જાહેર, આ એક પ્રશ્ન માટે તમામ ઉમેદવારોને મળી શકે છે 4 બોનસ માર્ક્સ !
NEET UG Provisional Answer Key
| Updated on: Jun 26, 2026 | 2:03 PM
Share

નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ (NTA) ગુરુવાર 25 જૂને નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET) UG 2026 માટે પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરી. NTAએ પ્રોવિઝનલ આન્સર કી પર ઓબ્જેક્શન રજૂ કરવા માટે અરજીઓ સ્વીકાર કરી છે. ઉમેદવારો 29 જૂન 2026 સુધી પ્રોવિઝનલ આન્સર કીના આધારે NEET UG પ્રશ્નો અને તેમના વિકલ્પોને પડકારી શકે છે.

જો કોઈ પ્રશ્ન અથવા વિકલ્પ ખોટો હશે તો NTA ઉમેદવારોને બોનસ માર્ક્સ આપશે. દરમિયાન, નિષ્ણાતોએ પ્રોવિઝનલ આન્સર કીની સ્વ-તૈયાર આન્સર કી સાથે સરખામણી કરવાનું શરૂ કરી દીધું છે. નિષ્ણાતો માને છે કે NEET UG માં એક પ્રશ્ન પર વિવાદ છે. ઉમેદવારોને બદલામાં ચાર બોનસ માર્ક્સ આપવામાં આવી શકે છે.

પેપર લીક થયા બાદ 21 જૂને NEET UG પુનઃપરીક્ષા યોજાઈ હતી

NEET UG 2026 માટેની પહેલી પરીક્ષા 3 મેના રોજ યોજાઈ હતી. જેના માટે NTAએ પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરી હતી. જોકે પેપર લીક થયું હતું જેના કારણે NEET UG 2026 રદ કરવામાં આવી હતી. 21 જૂને NEET UG પુનઃપરીક્ષા યોજાઈ હતી. જેમાં 22 લાખથી પણ વધુ ઉમેદવારોએ પરીક્ષી આપી હતી. 25 જૂને NTA એ NEET UG પુનઃપરીક્ષા માટે પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરી હતી.

બે પ્રશ્નો પર વિવાદ, એક પ્રશ્ન માટે બોનસ માર્ક

TV9 ભારતવર્ષ ડિજિટલે કોટાની એક ખાનગી કોચિંગ સંસ્થાના NEET નિષ્ણાત વિનોદ કુમાવત સાથે NEET UG 2026 આન્સર કીની ચોકસાઈ અને બોનસ ગુણ અંગે વાત કરી. EM Wavesના એક પ્રશ્નમાં બે વિકલ્પ સાચા હોવાનું માનવામાં આવે છે. આવા કિસ્સામાં જે ઉમેદવારોએ બંનેમાંથી કોઈપણ સાચો વિકલ્પ પસંદ કર્યો હશે તેમને માર્ક્સ મળશે. જ્યારે Vernier Caliper સંબંધિત એક પ્રશ્નમાં તમામ વિકલ્પ ખોટા હોવાનું કહેવાઈ રહ્યું છે. જો NTA આ પ્રશ્નને ડ્રોપ કરશે તો પરીક્ષામાં સામેલ તમામ ઉમેદવારોને 4 બોનસ માર્ક્સ મળશે.

આન્સર કી કેવી રીતે ડાઉનલોડ કરવી?

  • સૌપ્રથમ, https://neet.nta.nic.in/ પર સત્તાવાર NEET UG વેબસાઇટની મુલાકાત લેવી
  • પછી NEET UG પ્રોવિઝનલ આન્સર કી 2026 લિંક પર ક્લિક કરવું
  • ત્યારબાદ ઍપ્લિકેશન નંબર, પાસવર્ડની વિગતો ભરવી
  • લિંક પર ક્લિક કરવાથી આન્સર કી જાહેર થશે
  • તેને ડાઉનલોડ કરીને સેવ કરી લેવી
  • ઓબ્જેક્શન રજૂ કરવા માટે ₹200 ફી લેવામાં આવશે

ઉમેદવારો NEET UG 2026 પ્રોવિઝનલ આન્સર કી સામે ઓબ્જેક્શન ઉઠાવી શકે છે. આ પ્રક્રિયા હેઠળ, ઉમેદવારો NEET UG પ્રશ્નોની શુદ્ધતા અને તેમના વિકલ્પોને પડકારી શકે છે. પ્રતિ પ્રશ્ન ₹200 ફી લેવામાં આવશે. નિષ્ણાતોની એક સમિતિ પછી આ ઓબ્જેક્શનનું મૂલ્યાંકન કરશે અને તેમની સમીક્ષાના આધારે, અંતિમ આન્સર કી અને પરિણામો જાહેર કરવામાં આવશે. જો ઓબ્જેક્શન સાચો જણાય તો ફી પરત કરવામાં આવશે.

ઓબ્જેક્શન કેવી રીતે ઉઠાવવો?

  • સૌપ્રથમ, સત્તાવાર NEET વેબસાઇટ, neet.nta.nic.in ની મુલાકાત લેવી
  • પછી આન્સર કી ચેલેન્જ ફોર નીટ (યુજી) – 2026 રી-એગ્ઝામિનેશન પર ક્લિક કરવું
  • ત્યારબાદ ઍપ્લિકેશન નંબર, પાસવર્ડની વિગતો ભરવી
  • તમે જે પ્રશ્નો પર ઓબ્જેક્શન ઉઠાવવા માંગો છો તેને પસંદ કરવું
  • પછી જવાબની સાચીતા સાબિત કરતો દસ્તાવેજ (PDF) અપલોડ કરવું
  • આ પછી, ફી ચૂકવી અને સબમિટ કરવું
  • ભવિષ્ય માટે આન્સર કીની નકલ સાચવીને મુકવી

ખોટા પ્રશ્નો અથવા વિકલ્પો માટે NTA કેટલા બોનસ માર્ક્સ આપે છે?

NTA એ NEET UGમાં ખોટા પ્રશ્નો અથવા વિકલ્પો માટે ઉમેદવારોને વળતર આપવા માટે એક સિસ્ટમ લાગુ કરી છે. આ યોજના હેઠળ, NTA આવી પરિસ્થિતિઓમાં ઉમેદવારોને બોનસ માર્ક્સ આપે છે. ખોટા પ્રશ્ન અથવા વિકલ્પ માટે, 4 માર્ક્સ બોનસ તરીકે આપવામાં આવે છે. તેવી જ રીતે, ખોટા પ્રશ્નો અથવા વિકલ્પોની સંખ્યા અનુસાર બોનસ ગુણ આપવામાં આવે છે. જો કે, એ નોંધવું મહત્વપૂર્ણ છે કે દરેક ઉમેદવારને ખોટા પ્રશ્નો અથવા વિકલ્પો માટે બોનસ ગુણ આપવામાં આવે છે. NTA એ આ માટે નિયમો સ્થાપિત કર્યા છે.

આ પણ વાંચો, Breaking News : પોલીસ સ્ટેશન નજીક જ લૂંટ! 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી CCTV ફૂટેજ જુઓ

Follow Us
₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું
₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું
વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી
વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી
રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ
રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
શાળા પ્રવેશોત્સવ વચ્ચે ડાંગની શાળાને વાલીઓએ કરી તાળાબંધી
શાળા પ્રવેશોત્સવ વચ્ચે ડાંગની શાળાને વાલીઓએ કરી તાળાબંધી
જામનગરમાં એકાતરા પાણી વિતણ કરવાનો મનપા નો નિર્ણય, વિપક્ષે ઉઠાવ્યા સવાલ
જામનગરમાં એકાતરા પાણી વિતણ કરવાનો મનપા નો નિર્ણય, વિપક્ષે ઉઠાવ્યા સવાલ
પાલનપુર STP પ્લાન્ટ વિવાદ, જમીન કિંમત મુદ્દે પ્રોજેક્ટ ખોરંભે
પાલનપુર STP પ્લાન્ટ વિવાદ, જમીન કિંમત મુદ્દે પ્રોજેક્ટ ખોરંભે
g clip-path="url(#clip0_868_265)">