IPL 2025 : રિટેન કરાયેલા ખેલાડીઓના નામ ક્યારે જાહેર થશે, તારીખ આવી ગઈ સામે
આઈપીએલ 2025ના મેગા ઓક્શન પહેલા રિટેન કરાયેલા ખેલાડીઓના નામ ક્યારે સામે આવશે, તેનો ખુલાસો થઈ ચૂક્યો છે. તમામ ટીમે રિટેન કરેલા ખેલાડીઓની લિસ્ટને જમા કરવાની તારીખ સામે આવી ચૂકી છે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા આઈપીએલ 2025ના મેગા ઓક્શન માટે રિટેન્શન પોલિસી જાહેર કરી છે. આ વખતે તમામ ફ્રેન્ચાઈઝીએ પોતાની સ્કવોડમાંથી કુલ 6 ખેલાડીઓને રિટેન કરી શકે છે. જેમાંથી 5 ખેલાડીઓ કૈપ્ડ હોય શકે છે. જ્યારે વધુમાં વધુ 2 ખેલાડીઓ અનકૈપ્ટડ થઈ શકે છે. ત્યારે હવે સૌથી મોટો સવાલ એ છે કે, ટીમ દ્વારા રિટેન કરાયેલ ખેલાડીઓના નામની જાહેરાત ક્યારે કરવામાં આવશે. હવે આ સવાલનો જવાબ પણ મળી ગયો છે.
ક્યારે થશે રિટેશન લિસ્ટની જાહેરાત
આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલની મીટિંગ બાદ રિટેશન પોલિસીની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારબાદએ સ્પષ્ટ થઈ ગયું કે, આ વખતે આઈપીએલમાં કાંઈ નવું થશે.હવે સો કોઈ રિટેન્શન લિસ્ટની રાહ જોઈ રહ્યા છે. ત્યારબાદ જાણ થશે કે, કઈ ટીમે કયાં ખેલાડીને રિટેન કર્યો છે. ક્રિકબઝના રિપોર્ટ મુજબ ઓક્શન પહેલા રિટેન કરેલા ખેલાડીઓનું લિસ્ટ જમા કરાવવા માટે ફ્રેન્ચાઈઝી પાસે 31 ઓક્ટોમ્બર 2024 સાંજે 5 વાગ્યા સુધીનો સમય છે.
આ ખેલાડીઓ કેપ્ડ ખેલાડીમાં સામેલ થશે
આઈપીએલ 2025ના મેગા ઓક્શન સાથે જોડાયેલી વધુ એક માહિતી સામે આવી છે. જો કોઈ ખેલાડી 31 ઓક્ટોમ્બર પહેલા ઈન્ટરનેશનલ ડેબ્યુ કરે છે તો તે કૈપ્ડ ખેલાડી માનવામાં આવશે. જેવી રીતે હાલમાં બાંગ્લાદેશ વિરુદ્ધ ટીમ ટી20 સીરિઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. આ ટીમમાં મયંક યાદવ, હર્ષિત રાણા અને નીતિશ કુમારને સ્થાન મળ્યું છે. આમાંથી જે ખેલાડીને બાંગ્લાદેશ વિરુદ્ધ ટી20 સીરિઝમાં રમવાની તક મળશે. તે કેપ્ડ ખેલાડીની લિસ્ટમાં સામેલ થઈ જશે. આ ખેલાડી હાલમાં અનકૈપ્ડ છે.
આઈપીએલ 2025 માટે રિટેન્શનના નિયમ
આઈપીએલ 2025 પહેલા તમામ ટીમે વધુમાં વધુ 6 ખેલાડીઓને રિટેન કરી શકે છે. જેમાં રાઈટ ટુ મેચ કાર્ડ પણ સામેલ હશે. જો ટીમ ઓક્શન પહેલા 6 ખેલાડીઓને રિટેન કરે છે. તો તેની પાસે ઓક્શનમાં RTM કાર્ડ હશે નહિ. એટલે કે, ફ્રેન્ચાઈઝી જેટલા ઓછા ખેલાડીઓને રિટેન કરશે. તેની પાસે તેટલા રાઈટ ટુ મેચ કાર્ડ વધશે. જેનો તે ઓક્શનમાં ઉપયોગ કરી શકે છે.