IPL 2025 : ફાઈનલ મેચની ટિકિટની કિંમત કેટલી છે? જાણો કેવી છે સ્ટેડિયમમાં સુરક્ષા વ્યવસ્થા
IPL 2025ની ફાઈનલ મેચ 3 જૂને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે. RCB અને પંજાબ કિંગ્સ વચ્ચે ફાઈનલ મેચ ટક્કર થશે. આ ફાઈનલ મેચની સુરક્ષા અને ટિકિટની કિંમત વિશે જાણો આ આર્ટીકલમાં.

IPL 2025ની ફાઈનલ મેચ 3 જૂને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં RCB અને PBKS વચ્ચે રમાશે. રિપોર્ટ અનુસાર, IPL 2025ની ફાઈનલની સૌથી સસ્તી ટિકિટ 1500 રૂપિયા છે, જ્યારે સૌથી મોંઘી ટિકિટ 30,000 રૂપિયા છે. RCB અને PBKS બંનેએ IPLમાં ખૂબ જ સારું પ્રદર્શન કર્યું અને ફાઈનલમાં પોતાનું સ્થાન પાક્કું કર્યું છે. બંને ટીમો માટે સારી વાત એ છે કે તેમના ખેલાડીઓ હાલમાં શાનદાર ફોર્મમાં છે.
સુરક્ષા માટે શું વ્યવસ્થા કરવામાં આવી?
IPL 2025ની ફાઈનલ મેચની 80000થી વધુ ટિકિટો ઓનલાઈન વેચાઈ ગઈ છે. આમાં, 25000 ટિકિટ મફત હશે. આ ક્રિકેટ બોર્ડ સહિત અન્ય સંસ્થાઓને આપવામાં આવશે. એટલું જ નહીં, લશ્કરી કર્મચારીઓ માટે પણ બેઠકો અનામત રાખવામાં આવી છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પણ કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં મહત્તમ સંખ્યામાં સુરક્ષા કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે.
મેટ્રો રાત્રે 12:30 વાગ્યા સુધી ચાલશે
આ ઉપરાંત, મેચ જોનારા ચાહકોને અસુવિધા ન થાય તે માટે, 3 જૂને મેટ્રો સેવાઓ નિયમિત સમય કરતા વધુ સમય સુધી, એટલે કે રાત્રે 12:30 વાગ્યા સુધી ચાલશે. મેટ્રો મુસાફરોની સુવિધા માટે, GMRC એ IPL મેચના દિવસે પરત ફરતા મુસાફરો માટે ખાસ પેપર ટિકિટ રજૂ કરી છે. આ ટિકિટથી જ મુસાફરીની મંજૂરી આપવામાં આવશે. ફાઈનલ મેચના દિવસે, મહાનગરપાલિકા મોડી રાત સુધી બસો પણ ચલાવશે. બધી બસો સવારે 10:00 થી બપોરે 1:30 વાગ્યા સુધી ચાલશે.
હવાઈ મુસાફરી 25000 સુધી પહોંચી
તમને જણાવી દઈએ કે આજે એટલે કે 2 જૂને દિલ્હી, બેંગલુરુ, મુંબઈ, ચંદીગઢથી અમદાવાદ આવતી ફ્લાઈટ્સનું ભાડું 25,000 રૂપિયા સુધી પહોંચી ગયું છે. સામાન્ય દિવસોમાં આ ભાડું 3500 રૂપિયાથી 5000 રૂપિયા સુધીનું હોય છે. એટલું જ નહીં, 4 જૂને મુંબઈ, દિલ્હી, બેંગલુરુની સવારની ફ્લાઈટનું ભાડું રૂ.30,000 પહોંચી ગયું હતું. બપોરે 12 વાગ્યા પહેલા બેંગલુરુ માટે કુલ પાંચ ફ્લાઈટ છે, જેમાંથી ફક્ત બે ફ્લાઈટમાં થોડી જ સીટો બાકી છે.
3 જૂને ઈતિહાસ રચાશે
અત્યાર સુધી પંજાબ કિંગ્સ કે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ એક પણ વખત IPL ટ્રોફી જીતી નથી. IPL 2025માં જે પણ ટીમ જીતશે તે પહેલીવાર આ ભવ્ય ટુર્નામેન્ટની ટ્રોફી જીતશે. હવે બંને ટીમોના ખેલાડીઓ માટે આગામી મેચમાં પોતાનું 100 ટકા આપવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ મેચ ખૂબ જ રોમાંચક રહેશે.
આ પણ વાંચો: IPL 2025 : ફાઈનલ મેચ પહેલા યોજાશે ક્લોઝિંગ સેરેમની, જાણો કયા સ્ટાર્સ પરફોર્મ કરશે?