IPL 2025 : ફાઈનલ મેચ પહેલા યોજાશે ક્લોઝિંગ સેરેમની, જાણો કયા સ્ટાર્સ પરફોર્મ કરશે?
IPL 2025ની ફાઈનલ મેચ 3 જૂને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે RCB અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાશે. ટાઈટલ મેચ પહેલા ક્લોઝિંગ સેરેમનીનું પણ આયોજન કરવામાં આવશે. આ ક્લોઝિંગ સેરેમનીમાં ઘણા દિગ્ગજો પરફોર્મ કરશે.

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને પંજાબ કિંગ્સ વચ્ચે IPL 2025ની ફાઈનલ મેચ 3 જૂને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. ફાઈનલ મેચ પહેલા કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમવાની હતી પરંતુ ભારત-પાકિસ્તાન તણાવને કારણે ટુર્નામેન્ટ 10 દિવસ માટે બંધ કરી દેવામાં આવી હતી. હવે આ ફાઈનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ ફાઈનલ પહેલા અમદાવાદમાં એક ક્લોઝિંગ સેરેમની યોજાશે, જેમાં ઘણા દિગ્ગજો ભાગ લેશે.
ક્લોઝિંગ સેરેમમાં ભારતીય સેનાને સલામ
ક્લોઝિંગ સેરેમની પણ ખૂબ જ ખાસ બનવાની છે. ફેમસ ગાયક શંકર મહાદેવન ભારતીય સશસ્ત્ર દળોને અદ્ભુત રીતે શ્રદ્ધાંજલિ આપશે. તેમનું પ્રદર્શન ઓપરેશન સિંદૂરમાં સામેલ બહાદુર સૈનિકોનું સન્માન કરશે અને દુ:ખદ પહેલગામ હુમલામાં જીવ ગુમાવનારાઓને શ્રદ્ધાંજલિ આપશે.
A Grand #Final. A Grander Salute.
As the final chapter of #TATAIPL 2025 unfolds, we take a moment to applaud our nation’s true heroes, the Indian Armed Forces.
Get ready to witness an unforgettable evening where patriotism takes centre stage and music moves the soul,… pic.twitter.com/QucxvMXhAW
— IndianPremierLeague (@IPL) June 2, 2025
સાંજે 6:00 વાગ્યે શરૂ થશે ક્લોઝિંગ સેરેમની
ક્લોઝિંગ સેરેમની ભારતીય સમય મુજબ સાંજે 6:00 વાગ્યે શરૂ થશે. તેનું લાઈવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક ચેનલ પર થશે જ્યારે લાઈવ સ્ટ્રીમિંગ JioHotstar એપ અને વેબસાઈટ પર થશે.
મજેદાર ટક્કરની અપેક્ષા
RCB અને પંજાબ વચ્ચે મજેદાર ટક્કરની અપેક્ષા છે. આ બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 36 IPL મેચ રમાઈ છે, જેમાં પંજાબ કિંગ્સે 18 જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ 18 મેચ જીતી છે. ક્વોલિફાયર-1 માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ પંજાબ કિંગ્સ સામે જીત મેળવી હતી.
ફાઈનલ મેચ ખૂબ જ રોમાંચક રહેશે
પંજાબ કિંગ્સની વાત કરીએ તો, તેઓએ ક્વોલિફાયર-2 માં મુંબઈ ઈન્ડિયન્સને હરાવીને ફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું. આ સિઝનમાં બંને ટીમો વચ્ચે ત્રણ મેચ રમાઈ છે, જેમાં RCBએ બે મેચ જીતી છે અને પંજાબે એક મેચ જીતી છે. આવી સ્થિતિમાં, આ ફાઈનલ મેચ ખૂબ જ રોમાંચક રહેશે.
આ પણ વાંચો: IPL 2025 : ફાઈનલ મેચ પણ વરસાદના કારણે ધોવાઈ જશે? જાણો કેવું રહેશે અમદાવાદનું હવામાન