IPL 2025 : ટીમ ઈન્ડિયાના 10 સ્ટાર્સ મેગા ઓક્શનમાં ઉતરશે, 3 ખેલાડી કેપ્ટનશિપના દાવેદાર

આઈપીએલ 2025ના રિટેન્શનની પ્રકિયા પૂર્ણ થઈ ચૂકી છે. 10 ટીમોએ મળી કુલ 47 ખેલાડીઓને રિટેન કર્યા છે. હવે અન્ય ખેલાડીઓ ઓક્શનમાં ઉતરશે. આ વખતે મેગા ઓક્શનમાં ટીમ ઈન્ડિયાના 10 સ્ટાર ખેલાડી પણ જોવા મળશે. જેની ખુબ ડિમાન્ડ જોવા મળશે.

IPL 2025 : ટીમ ઈન્ડિયાના 10 સ્ટાર્સ મેગા ઓક્શનમાં ઉતરશે, 3 ખેલાડી કેપ્ટનશિપના દાવેદાર
Follow Us:
| Updated on: Nov 01, 2024 | 2:09 PM

આઈપીએલ 2025ના રિટેન થયેલા ખેલાડીઓનું લિસ્ટ સામે આવી ચૂકી છે. 10 ટીમોએ સાથે મળીને મેગા ઓક્શન પહેલા 47 ખેલાડીઓને રિટેન કર્યા છે. હવે તમામ ટીમ ઓક્શનમાં અન્ય ખેલાડીઓ પર બોલી લગાવશે. તમને જણાવી દઈએ કે, નિયમ અનુસાર આ વખતે તમામ ટીમ વધુમાં વધુ 6 ખેલાડીઓને રિટેન કરવાના હતા.

10 સ્ટાર ખેલાડીઓ ઓક્શનમાં ઉતરશે

ખાસ વાત તો એ છે કે, ટીમ ઈન્ડિયાના 10 સ્ટાર ખેલાડીઓ પણ ઓક્શનમાં ઉતરશે. જેમાં 3 ખેલાડી જે ગત્ત સીઝન સુધી આઈપીએલમાં કેપ્ટન તરીકે રમી રહ્યા હતા. આ વખતે આઈપીએલમાં અનેક ટીમોએ મોટો નિર્ણય લીધો છે.આઈપીએલની ટીમોએ સીનિયર ખેલાડીઓના સ્થાને કેટલાક યુવા ખેલાડીઓ પર રમત રમી છે. ત્યારે ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીને રિટેન થયા નથી તેમાં રિષભ પંત, શ્રેયસ અય્યર અને કે.એલ રાહુલ છે. આ 3 કેપ્ટન આ વખતે ઓક્શનમાં જોવા મળશે.

મોહમ્મદ શમી પણ મેગા ઓક્શનનો ભાગ રહેશે

ઈશાન કિશનને પણ મુંબઈ ઈન્ડિયન્સને રિટેન કર્યો નથી. આઈપીએલ 2022ના ઓક્શનમાં તેના પર મોટી બોલી લાગી હતી. આ વખતે ઈશાન એકવખત ફરી અનેક ટીમની રડાર પર જોવા મળી શકે છે.આઈપીએલનો સૌથી સફળ બોલર યુઝવેન્દ્ર ચહલ પણ રિટેન થયો નથી. તેના સિવાય રવિચંદ્રન અશ્વિન જેવા સ્પિનર પણ ટીમમાંથી રિલીઝ થયા છે. આ બંન્ને અનુભવી સ્પિનર્સની ઓક્શનમાં ખુબ ડીમાંડ જોવા મળી શકે છે, ફાસ્ટ બોલર મોહમ્મદ શમી પણ મેગા ઓક્શનનો ભાગ રહેશે.જે કેટલીક ટીમની પહેલી પસંદ બની શકે છે.

Fruits : સંતરા ખાધા પછી પાણી પીવું જોઈએ કે નહીં?
Saif Ali Khan Stabbed: ઈબ્રાહિમ નહીં, પણ 8 વર્ષના તૈમુરની સાથે હોસ્પિટલ પહોંચ્યો હતો સૈફ અલી ખાન !
આજનું રાશિફળ તારીખ : 18-01-2025
ઈંગ્લેન્ડની ક્યૂટ ખેલાડીની WPL 2025માં એન્ટ્રી
વિરાટ કોહલી પાસે કેટલા ઘર છે અને તેની કિંમત કેટલી છે?
હવે WhatsApp પર જોઈ શકો છો Instagram Reels ! જાણો સિક્રેટ ટ્રિક

નવા કેપ્ટનની પણ શોધમાં

શાર્દુલ ઠાકુર,વોશિંગ્ટન સુંદર જેવા ખેલાડીઓ પણ ઓક્શનમાં ધમાલ બોલાવશે.મોહમ્મદ સિરાજ પણ આ વખતે રિલીઝ થયો છે. આરસીબી ઓક્શનમાં તેના પર દાવ લગાવી શકે છે. લખનૌ સુપર જાયન્ટસ, પંજાબ કિંગ્સ, દિલ્હી કેપિટલ્સ, કોલકાત્તા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે ઓક્શન ખુબ મહત્વનું રહેશે. આ ટીમો સારા ખેલાડીઓની સાથે સાથે નવા કેપ્ટનની પણ શોધ કરશે.

રિષભ પંત, શ્રેયસ અય્યર અને કે.એલ રાહુલ પણ ઓક્શનમાં માલામાલ થઈ શકે છે. આ 3 ખેલાડી કેપ્ટન પણ રહી ચૂક્યા છે.આ તમામ ખેલાડીઓ મેગા ઓક્શન દરમિયાન ઘણી ટીમોના પર્સ ખાલી કરી શકે છે.

g clip-path="url(#clip0_868_265)">