IPL 2024: MS ધોનીના હાથમાં ફરી વર્લ્ડ કપ, વાનખેડે સ્ટેડિયમમાં 13 વર્ષ જૂની યાદો તાજી થઈ

વાનખેડે સ્ટેડિયમમાં 13 વર્ષ પહેલા એમએસ ધોનીએ નુવાન કુલશેકરા સામે સિક્સર ફટકારીને ભારતને વર્લ્ડ ચેમ્પિયન બનાવ્યું હતું. હવે વાનખેડે સ્ટેડિયમમાં ક્રિકેટર તરીકેની તેની છેલ્લી મેચ પહેલા ધોની ફરીથી વર્લ્ડ કપ ટ્રોફી સાથે જોવા મળ્યો હતો. જેની તસવીરો BCCIએ પોસ્ટ કરી હતી. આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ હતી અને કરોડો ફેન્સની 13 વર્ષ જૂની યાદો તાજા થઈ હતી.

IPL 2024: MS ધોનીના હાથમાં ફરી વર્લ્ડ કપ, વાનખેડે સ્ટેડિયમમાં 13 વર્ષ જૂની યાદો તાજી થઈ
MS Dhoni
Follow Us:
| Updated on: Apr 13, 2024 | 11:19 PM

13 વર્ષ પહેલા ધોનીએ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં વર્લ્ડ કપની ટ્રોફી ઉઠાવીને કરોડો ભારતીયોને ખુશીઓથી ભરી દીધા હતા. કદાચ આ જ મેદાન પર તેની છેલ્લી મેચ પહેલા, ધોની ફરી એકવાર તે ટ્રોફીને જોતો જોવા મળ્યો અને ચાહકોની જૂની યાદો તાજી થઈ ગઈ.

2011માં ભારતે જીત્યો ODI વર્લ્ડ કપ

વર્લ્ડ કપ 2011માં એમએસ ધોનીની કેપ્ટન્સીમાં ભારતે પોતાની ધરતી પર ટાઈટલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. 1983માં પ્રથમ વખત ચેમ્પિયન બન્યા બાદ ભારત માત્ર બીજી વખત જ ODI વર્લ્ડ કપનો ખિતાબ જીતવામાં સફળ રહ્યું હતું. વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી ફાઈનલમાં ભારતે શ્રીલંકાને 6 વિકેટથી હરાવ્યું અને વર્લ્ડ કપ જીતનાર પ્રથમ યજમાન દેશ બન્યો હતો.

આજનું રાશિફળ તારીખ : 27-07-2024
રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો
શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય

13 વર્ષ પછી ફરી ધોનીના હાથમાં

વર્લ્ડ કપ ફાઈનલમાં ધોનીએ 92 રનની અણનમ ઈનિંગ રમી હતી અને ગૌતમ ગંભીર (97) સાથે મળીને ભારતની જીત પર મહોર મારી હતી. ધોનીએ શ્રીલંકાના ફાસ્ટ બોલર નુવાન કુલશેકરાના બોલ પર સિક્સર ફટકારીને ટીમ ઈન્ડિયાને ચેમ્પિયન બનાવ્યું હતું. તે જીતના 13 વર્ષ પછી ધોનીએ ફરી એકવાર વર્લ્ડ કપની ટ્રોફી પોતાના હાથમાં લીધી. ધોની IPL 2024માં મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ ચેન્નાઈ સુપર કિંગ્સ મેચ માટે વાનખેડે સ્ટેડિયમ પહોંચ્યો હતો અને ત્યાં BCCI હેડક્વાર્ટરમાં રાખવામાં આવેલી ટ્રોફી જોઈ હતી.

ચાહકોની યાદો તાજી થઈ

BCCIએ સોશિયલ મીડિયા પર તસવીરો પોસ્ટ કરી હતી, જેમાં ધોની ટ્રોફીને હાથ વડે પ્રેમ કરતો અને તેને જોઈને હસતો જોવા મળ્યો હતો. પછી શું થયું, છેલ્લા 13 વર્ષથી ફરી ચેમ્પિયન બનવાની રાહ જોઈ રહેલા ભારતીય પ્રશંસકોની યાદો તાજી થઈ ગઈ અને તેઓએ કોમેન્ટમાં પૂર્વ કેપ્ટન પર ઘણો પ્રેમ વરસાવ્યો.

વાનખેડેમાં ધોનીની છેલ્લી મેચ?

ટ્રોફી સાથેની આ મુલાકાત એમએસ ધોની માટે ખૂબ જ ખાસ છે કારણ કે વાનખેડે સ્ટેડિયમમાં એક પ્રોફેશનલ ક્રિકેટર તરીકે ધોનીનું આ છેલ્લું પગલું હોઈ શકે છે. તે લગભગ નિશ્ચિત છે કે ધોનીની IPLમાં આ છેલ્લી સિઝન છે અને આ પછી તે નિવૃત્તિ લઈ લેશે. ચેન્નાઈને આ સિઝનમાં વાનખેડે સ્ટેડિયમમાં ફરી કોઈ મેચ રમવાની તક નહીં મળે કારણ કે પ્લેઓફ મેચ ચેન્નાઈ અને અમદાવાદમાં રમાશે. આવી સ્થિતિમાં ધોનીએ છેલ્લી મુલાકાતને પણ યાદગાર બનાવી હતી.

આ પણ વાંચો : IPL 2024: કેપ્ટન ઈજાગ્રસ્ત થતા આ બ્રિટિશ ખેલાડીને મળી પંજાબની કપ્તાની, ભારતીય વાઈસ કેપ્ટન સાથે થયો અન્યાય!

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Latest News Updates

વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">