IPL 2024 LSG vs PBKS Live Score: લખનૌ સુપર જાયન્ટ્સે પંજાબ કિંગ્સને 21 રને હરાવ્યું, LSGની આ સિઝનની પહેલી જીત
ઈન્ડિયન પ્રીમિયર લીગની 17 મી સિઝનમાં આજે 11 મી મેચમાં બે મજબૂત ટીમોની ટક્કર થશે. એક તરફ પંજાબના ધુરંધરો છે, તો બીજી તરફ લખનૌના લાલ છે. બંને ટીમો વચ્ચે લખનૌના ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી એકના ક્રિકેટ સ્ટેડિયમમાં મેચ રમાશે.

IPL 2024માં આજે 11 મો મુકાબલો યોજાશે. આ મેચ હોમ ટીમ લખનૌ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાશે, પંજાબની કમાન શિખર ધવનના હાથમાં છે, જ્યારે લખનૌની કપ્તાની કેએલ રાહુલ કરી રહ્યો છે. લખનૌને પહેલી જીતની તલાશ છે, જ્યારે પંજાબ આ સિઝનમાં બીજી જીત મેળવવા પ્રયાસ કરશે.
LIVE NEWS & UPDATES
-
લખનૌની પહેલી જીત
લખનૌ સુપર જાયન્ટ્સે પંજાબ કિંગ્સને 21 રને હરાવ્યું, LSGની આ સિઝનની પહેલી જીત
-
મોહસીન ખાનની બે બોલમાં બે વિકેટ
પંજાબ કિંગ્સને બે બોલમાં બે મોટા ઝટકા, શિખર ધવન બાદ સેમ કરન થયો આઉટ,
-
-
શિખર ધવન આઉટ
પંજાબ કિંગ્સને સૌથી મોટો ઝટકો, શિખર ધવન 70 રન બનાવી થયો આઉટ
-
મયંક યાદવે ત્રીજી વિકેટ ઝડપી
મયંક યાદવે ત્રીજી વિકેટ ઝડપી, જીતેશ શર્માને આઉટ કરી પંજાબની મુશ્કેલી વધારી
-
પંજાબને જીતવા 64 રનની જરૂર
પંજાબ કિંગ્સને મેચ જીતવા અંતિમ પાંચ ઓવરમાં 64 રનની જરૂર, શિખર ધવન ક્રિઝ પર હાજર
-
-
મયંક યાદવે બીજી વિકેટ ઝડપી
પંજાબ કિંગ્સને બીજો ઝટકો, પ્રભસિમરન સિંહ 19 રન બનાવી થયો આઉટ, મયંક યાદવે બીજી વિકેટ ઝડપી
-
બેરસ્ટો ફિફ્ટી ચૂકી ગયો
પંજાબ કિંગ્સને પહેલો ઝટકો, જોની બેરસ્ટો 42 રન બનાવી થયો આઉટ, બેરસ્ટો ફિફ્ટી ચૂકી ગયો, મયંક યાદવે IPL ની પહેલી વિકેટ લીધી
-
પંજાબનો સ્કોર 100ને પાર
પંજાબ કિંગ્સનો સ્કોર 100ને પાર, શિખર ધવનની દમદાર ફિફ્ટી, જોની બેરસ્ટો ફિફ્ટી તરફ અગ્રેસર
-
શિખર ધવનની ફિફ્ટી
શિખર ધવનની ફિફ્ટી, પંજાબ કિંગ્સની મજબૂત બેટિંગ, રવિ બિશ્નોઈની બોલિંગમાં સિક્સર ફટકારી ધવને ફિફ્ટી પૂર્ણ કરી
-
5.2 ઓવરમાં જ પંજાબની ફિફ્ટી
પંજાબના ઓપનર્સ શિખર ધવન અને જોની બેરસ્ટો રમી રહ્યા છે. 5.2 ઓવરમાં જ પંજાબે ફિફ્ટી પૂર્ણ કરી. ઓપનર્સએ 33 બોલમાં 53 રન બનાવ્યા છે.
-
LSG vs PBKS Live Score: શિખર ધવન અને જોની બેરસ્ટોએ 5 ઓવરમાં બનાવ્યા 45 રન
પંજાબ માટે શિખર ધવન અને જોની બેરસ્ટોએ ધમાકેદાર શરૂઆત 5 ઓવરમાં 45 રન બનાવ્યા.
-
LSG vs PBKS Live Score: પંજાબની બેટિંગ શરૂ
LSG vs PBKS Live Score: પંજાબ કિંગ્સને જીતવા માટે 200 રનની જરૂર છે. પંજાબના બેસ્ટમેન મેદાન પર ઉતરી ચૂક્યા છે. શિખર ધવન અને જોની બેરસ્ટો ક્રિઝ પર છે.
-
લખનૌ પંજાબ કિંગ્સને જીતવા 200 રનનો ટાર્ગેટ
લખનૌ સુપર જાયન્ટ્સે પંજાબ કિંગ્સને જીતવા 200 રનનો ટાર્ગેટ, ડી કોકની ફિફ્ટી બાદ કૃણાલ પંડયાની ફટકાબાજી
-
સેમ કરને બે બોલમાં બે વિકેટ લીધી
સેમ કરને બે બોલમાં બે વિકેટ લીધી, રવિ બિશ્નોઈ થયો આઉટ
-
આયુષ બદોની આઉટ
સેમ કરને આયુષ બદોનીને કર્યો આઉટ, લખનૌને છઠ્ઠો ઝટકો
-
કૃણાલ પંડયાની ફટકાબાજી
લખનૌ સુપર જાયન્ટ્સ મોટા સ્કોર તરફ, કૃણાલ પંડયાની ફટકાબાજી શરૂ
-
રબાડાએ પૂરનને કર્યો બોલ્ડ
લખનૌ સુપર જાયન્ટ્સને પાંચમો ઝટકો, નિકોલસ પૂરન 42 રન બનાવી થયો આઉટ, કાગિસો રબાડાએ પંજાબ કિંગ્સને અપાવી પાંચમી સફળતા
-
અર્શદીપ સિંહે ડી કોકને કર્યો આઉટ
લખનૌ સુપર જાયન્ટ્સને ચોથો ઝટકો, ડી કોકની ફિફ્ટી ફટકારી થયો આઉટ, અર્શદીપ સિંહે પંજાબ કિંગ્સને અપાવી ચોથી સફળતા
-
પૂરને રાહુલ ચહરને ધોઈ નાખ્યો
લખનૌ સુપર જાયન્ટ્સનો સ્કોર 100 ને પાર, ડી કોક અને પૂરનની ફટકાબાજી, પૂરને રાહુલ ચહરને બે સિક્સર એક ફોર ફટકારી.
-
10 ઓવર બાદ લખનૌ 88/3
10 ઓવર બાદ લખનૌ સુપર જાયન્ટ્સનો સ્કોર 88/3, ડી કોક અને પૂરન ક્રિઝ પર
-
સ્ટોઈનિસ 19 રન બનાવી આઉટ
લખનૌ સુપર જાયન્ટ્સને ત્રીજો ઝટકો, માર્કસ સ્ટોઈનિસ માત્ર 19 રન બનાવી થયો આઉટ, રાહુલ ચહરે પંજાબ કિંગ્સને બીજી સફળતા અપાવી, ડી કોક હજી ક્રિઝ પર હાજર
-
લખનૌ 54/2 (6)
પાવરપ્લે બાદ લખનૌનો સ્કોર 54/2, સ્ટોનિસ અને ડી કોક ક્રિઝ પર હાજર
-
સેમ કરને પડિકલને કર્યો આઉટ
લખનૌ સુપર જાયન્ટ્સને બીજો ઝટકો, દેવદત્ત પડિકલ માત્ર 9 રન બનાવી થયો આઉટ, સેમ કરને પંજાબ કિંગ્સને બીજી સફળતા અપાવી
-
કેએલ રાહુલ આઉટ
લખનૌ સુપર જાયન્ટ્સને પહેલો ઝટકો, કેએલ રાહુલ માત્ર 15 રન બનાવી થયો આઉટ, અર્શદીપ સિંહે પંજાબ કિંગ્સને પહેલી સફળતા અપાવી
-
કેએલ રાહુલને મળ્યું જીવનદાન
રબાડાના પહેલા જ બોલ પર હર્ષલ પટેલે કેએલ રાહુલનો કેચ છોડ્યો, કેએલ રાહુલને મળ્યું જીવનદાન
-
બે ઓવર બાદ લખનૌનો સ્કોર 12/0
બે ઓવર બાદ લખનૌનો સ્કોર 12/0, કેએલ રાહુલ અને ડી કોક ક્રિઝ પર હાજર
-
પહેલી ઓવર બાદ લખનૌનો સ્કોર 5/0
પહેલી ઓવર બાદ લખનૌનો સ્કોર 5/0, ડી કોકે ફટકારી બાઉન્ડ્રી
-
નિકોલસ પૂરન LSG નો કેપ્ટન
આજની મેચમાં લખનૌ સૌપ્ર જાયન્ટ્સની ટીમની કપ્તાની કેએલ રાહુલ નહીં પરંતુ નિકોલસ પૂરન કરશે.
-
પંજાબ કિંગ્સ પ્લેઈંગ 11
શિખર ધવન (કેપ્ટન), જોની બેરસ્ટો, લિયામ લિવિંગસ્ટોન, સેમ કુરન, જીતેશ શર્મા (વિકેટ કીપર), શશાંક સિંહ, હરપ્રીત બ્રાર, હર્ષલ પટેલ, કાગિસો રબાડા, રાહુલ ચહર, અર્શદીપ સિંહ
-
લખનૌ સુપર જાયન્ટ્સ પ્લેઈંગ 11
ક્વિન્ટન ડી કોક (વિકેટ કીપર), કેએલ રાહુલ, દેવદત્ત પડિકલ, આયુષ બદોની, નિકોલસ પૂરન (કેપ્ટન), માર્કસ સ્ટોઇનિસ, કૃણાલ પંડ્યા, રવિ બિશ્નોઈ, મોહસીન ખાન, મયંક યાદવ, મણિમરણ સિદ્ધાર્થ.
-
લખનૌએ જીત્યો ટોસ
પંજાબ સામે લખનૌ સુપર જાયન્ટ્સે ટોસ જીતી બેટિંગ પસંદ કરી, કેએલ રાહુલ નહીં રમે આજની મેચ,
-
લખનૌ vs પંજાબ
ઈન્ડિયન પ્રીમિયર લીગની 17 મી સિઝનમાં આજે 11 મી મેચમાં બે મજબૂત ટીમોની ટક્કર થશે. એક તરફ પંજાબના ધુરંધરો છે, તો બીજી તરફ લખનૌના લાલ છે. બંને ટીમો વચ્ચે લખનૌના ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી એકના ક્રિકેટ સ્ટેડિયમમાં મેચ રમાશે.
Published On - Mar 30,2024 6:50 PM





