IPL 2024: દિનેશ કાર્તિક ગંભીર બન્યો, રોહિત શર્માની મજાક સાચી પાડવાનો નિર્ણય કર્યો, કરી મોટી જાહેરાત

છેલ્લી IPL સિઝનમાં દિનેશ કાર્તિકનું પ્રદર્શન સારું નહોતું અને આવી સ્થિતિમાં IPL 2024ની સિઝન શરૂ થતાં પહેલા જ કાર્તિકે જાહેરાત કરી હતી કે આ તેની છેલ્લી સિઝન હશે. કાર્તિકે ભાગ્યે જ વિચાર્યું હશે કે આ સિઝનના મધ્યમાં તેને બીજી તક મળશે. દિનેશ કાર્તિકે IPL 2024માં 205ના સ્ટ્રાઈક રેટથી 226 રન બનાવ્યા છે. તેમાં પણ મુંબઈ સામેની મેચમાં રોહિત શર્માએ વર્લ્ડ કપ અંગે જે કોમેન્ટ કરી તે બાદ કાર્તિક વધુ ગંભીર થઈ ગયો છે અને હવે તેણે મોટી જાહેરાત કરી છે.

IPL 2024: દિનેશ કાર્તિક ગંભીર બન્યો, રોહિત શર્માની મજાક સાચી પાડવાનો નિર્ણય કર્યો, કરી મોટી જાહેરાત
Rohit Sharma & Dinesh Karthik
Follow Us:
| Updated on: Apr 20, 2024 | 11:24 PM

ઈચ્છાઓ આસાનીથી મરતી નથી. ખાસ કરીને એવા લોકોની કે જેમના દિલમાં કોઈ ખાસ વસ્તુ માટે ઘણો પ્રેમ અને જોશ હોય છે. આ વાત કોઈપણ ખેલાડી સાથે વાત કરીને સમજી શકાય છે. ક્રિકેટની દુનિયા પણ અલગ નથી અને તેમાં પણ કેટલાક મહાન ખેલાડીઓ છે, જેઓ તેમના વર્ષો જૂના સપનાને પૂરા કરવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરે છે. આવો જ એક ભાર અનુભવી ક્રિકેટર દિનેશ કાર્તિક પર છે, જે આ દિવસોમાં IPL 2024માં પોતાની વિસ્ફોટક બેટિંગથી મહેફિલ લૂંટી રહ્યો છે.

દિનેશ કાર્તિકે બેટથી કહેર મચાવ્યો

IPL 2024માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમી રહેલા દિનેશ કાર્તિકે પોતાના બેટથી કહેર મચાવ્યો છે. જો કે આ સિઝનમાં બેંગલુરુનું પ્રદર્શન ઘણું ખરાબ રહ્યું છે, પરંતુ વિરાટ કોહલી અને દિનેશ કાર્તિક ટીમ માટે સતત સારું રમી રહ્યા છે. ખાસ કરીને કાર્તિક, જેણે લગભગ દરેક મેચમાં ફિનિશરની ભૂમિકામાં કમાલ કરી છે. સનરાઈઝર્સ હૈદરાબાદ સામે 35 બોલમાં 83 રનની તેની વિસ્ફોટક ઈનિંગને ભાગ્યે જ કોઈ ભૂલી શકશે.

રોહિતની મજાક, કાર્તિકની જાહેરાત

કાર્તિક ગત સિઝનમાં નિષ્ફળ રહ્યો હતો પરંતુ આ સિઝનમાં તે વિસ્ફોટક ફોર્મમાં પરત ફર્યો છે. એટલા માટે આવી બેટિંગ જોયા પછી લોકોએ સોશિયલ મીડિયા પર કાર્તિકની મજાક ઉડાવવાનું શરૂ કર્યું કે તે T20 વર્લ્ડ કપના વર્ષમાં દમદાર પ્રદર્શન કરી રહ્યો છે. મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચ દરમિયાન પણ ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ તેને ચીડવ્યો હતો અને કહ્યું હતું કે T20 વર્લ્ડ કપ હજુ રમવાનો બાકી છે. હવે લાગે છે કે તેના ફોર્મ અને રોહિતની મજાક બાદ કાર્તિક ગંભીર બની ગયો છે અને તેણે ખુલ્લેઆમ T20 વર્લ્ડ કપ રમવાની ઈચ્છા વ્યક્ત કરી છે.

આજનું રાશિફળ તારીખ 12-010-2024
સદીઓની આ રેસમાં સચિન-વિરાટ પણ જો રૂટથી પાછળ
ટીમ ઈન્ડિયાના આ ખેલાડીને મળી પોલીસમાં નોકરી, બન્યો DSP
પીળા કપડામાં એલચી બાંધવાથી શું થાય છે ?
નવરાત્રીમાં કિંજલ દવેનો ટ્રેડિશનલ લુક હોય છે હટકે, જુઓ ફોટો
રોજ રાત્રે પગ તૂટે છે તો આ વિટામીનની હોઈ શકે કમી

T20 વર્લ્ડ કપ રમવાની ઈચ્છા વ્યક્ત કરી

કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની મેચના એક દિવસ પહેલા કાર્તિકે કહ્યું હતું કે તે T20 વર્લ્ડ કપ રમવા માટે 100 ટકા તૈયાર છે અને વર્લ્ડ કપમાં જવા માટે કંઈ પણ કરવા તૈયાર છે. કાર્તિક, જે થોડા દિવસોમાં 39 વર્ષનો થશે, તેણે કહ્યું કે તેના જીવનના આ તબક્કે તેના માટે T20 વર્લ્ડ કપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા કરતા મોટી કોઈ ઉપલબ્ધિ હોઈ શકે નહીં. જો કે, અનુભવી વિકેટકીપર બેટ્સમેને એ પણ સ્વીકાર્યું કે કોચ રાહુલ દ્રવિડ, ચીફ સિલેક્ટર અજીત અગરકર અને કેપ્ટન રોહિત શર્મા જે પણ નિર્ણય લેશે તે ટીમ ઈન્ડિયાના ભલા માટે હશે અને તે સંપૂર્ણ રીતે તેમની સાથે સહેમત હશે.

કાર્તિકના નિર્ણયમાં રોહિતના નિવેદનની ભૂમિકા

કાર્તિકના નિર્ણયમાં તેના ફોર્મ ઉપરાંત રોહિત શર્માના નિવેદનોએ પણ ભૂમિકા ભજવી હશે. મેચ દરમિયાન મજાક કરવા સિવાય રોહિત શર્માએ એક ઈન્ટરવ્યુમાં પણ કાર્તિકનો ઉલ્લેખ કર્યો હતો. ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન દિગ્ગજ એડમ ગિલક્રિસ્ટ સાથેના યુટ્યુબ ઈન્ટરવ્યુમાં રોહિતે કહ્યું હતું કે એમએસ ધોની કરતાં કાર્તિકને ટીમ ઈન્ડિયામાં પાછા ફરવા માટે સમજાવવું વધુ સરળ હશે. હવે એવું લાગે છે કે રોહિત તેને મનાવી શકે તે પહેલા કાર્તિક પોતે જ સંમત થઈ ગયો છે.

IPL 2024માં પ્રદર્શન કેવું રહ્યું?

આ સિઝનમાં અત્યાર સુધીમાં કાર્તિકે 6 ઈનિંગ્સમાં 75ની એવરેજ અને 205ના સ્ટ્રાઈક રેટ સાથે 226 રન બનાવ્યા છે. તેણે 16 ચોગ્ગા અને 18 છગ્ગા ફટકાર્યા છે. તેણે 2 અડધી સદી પણ ફટકારી છે. જો કે, કાર્તિક માટે આ રસ્તો સરળ નથી, કારણ કે તેની સ્પર્ધા રિષભ પંત અને સંજુ સેમસન સાથે છે, જેઓ પણ ખૂબ જ સારું પ્રદર્શન કરી રહ્યા છે. આ પહેલા કાર્તિક T20 વર્લ્ડ કપ 2022માં પણ ટીમ ઈન્ડિયાનો ભાગ હતો પરંતુ તે ટુર્નામેન્ટમાં કંઈ ખાસ કરી શક્યો નહોતો.

આ પણ વાંચો : IPL 2024: જે સવાલ પર ગૌતમ ગંભીરની સોશિયલ મીડિયા પર ઉડી હતી મજાક, તેના વિશે હવે આપ્યો જવાબ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

હવામાનના જાણકાર અંબાલાલ પટેલની મોટી આગાહી
હવામાનના જાણકાર અંબાલાલ પટેલની મોટી આગાહી
તહેવારો આવતા જ ભેળસેળિયા તત્વો બન્યા બેફામ, ઠેર ઠેર નક્લીની ભરમાર
તહેવારો આવતા જ ભેળસેળિયા તત્વો બન્યા બેફામ, ઠેર ઠેર નક્લીની ભરમાર
રાજકોટમાં બનશે ગુજરાતનો સૌપ્રથમ આઈકોનિક સિગ્નેચર બ્રિજ- Video
રાજકોટમાં બનશે ગુજરાતનો સૌપ્રથમ આઈકોનિક સિગ્નેચર બ્રિજ- Video
ગાંધીનગરમાં કલ્ચરલ ફોરમની મહાઆરતીમાં જોવા મળ્યા અદ્દભૂત દૃશ્યો
ગાંધીનગરમાં કલ્ચરલ ફોરમની મહાઆરતીમાં જોવા મળ્યા અદ્દભૂત દૃશ્યો
અમરેલી કથિત દુષ્કર્મ મામલે શરૂ થઈ રાજનીતિ, SP એ કહ્યુ નથી થયુ દુષ્કર્મ
અમરેલી કથિત દુષ્કર્મ મામલે શરૂ થઈ રાજનીતિ, SP એ કહ્યુ નથી થયુ દુષ્કર્મ
દહેગામમાં બનાવાયેલા 40 ફૂટના રાવણને વરસાદથી બચાવવા પહેરાવાયો રેઇનકોટ
દહેગામમાં બનાવાયેલા 40 ફૂટના રાવણને વરસાદથી બચાવવા પહેરાવાયો રેઇનકોટ
માંગરોળ દુષ્કર્મ કેસના ત્રીજા આરોપીની ધરપકડ
માંગરોળ દુષ્કર્મ કેસના ત્રીજા આરોપીની ધરપકડ
આ 5 રાશિના જાતકોને આજે મહત્વના કામમાં સફળતા મળવાના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે મહત્વના કામમાં સફળતા મળવાના સંકેત
નવરાત્રીમાં વિધ્ન બન્યો વરસાદ, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં બોલાવી રમઝટ
નવરાત્રીમાં વિધ્ન બન્યો વરસાદ, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં બોલાવી રમઝટ
સુરતમાં સગીરા પર દુષ્કર્મ આચરનારા બે નરાધમો પૈકી એકનું મોત- Video
સુરતમાં સગીરા પર દુષ્કર્મ આચરનારા બે નરાધમો પૈકી એકનું મોત- Video
g clip-path="url(#clip0_868_265)">