PBKS vs RR IPL 2022 Head to Head: શું પંજાબના શેર રાજસ્થાન પર ભારે પડશે? છેલ્લી મેચોના પરિણામો પરથી જાણો બંને ટીમોની સ્થિતિ

Punjab kings vs Rajasthan royals : રાજસ્થાનની (RR) ટીમે આ સિઝનમાં સારું પ્રદર્શન કર્યું છે. જ્યારે પંજાબની (PBKS) ટીમનું પ્રદર્શન હજુ પણ મિશ્રિત છે. આવી સ્થિતિમાં રાજસ્થાન વર્તમાન ફોર્મની દૃષ્ટિએ મજબૂત દેખાઈ રહ્યું છે.

PBKS vs RR IPL 2022 Head to Head: શું પંજાબના શેર રાજસ્થાન પર ભારે પડશે? છેલ્લી મેચોના પરિણામો પરથી જાણો બંને ટીમોની સ્થિતિ
PBKS vs RR Match Preview (PC: TV9)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 06, 2022 | 3:59 PM

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) માં શનિવાર ડબલ હેડરનો દિવસ છે. આ શનિવારે પણ ઈન્ડિયન પ્રીમિયર લીગની 15મી સિઝનમાં બે મેચ રમાશે. દિવસની પ્રથમ મેચમાં પંજાબ કિંગ્સનો (Punjab Kings) સામનો રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) સાથે થશે. રાજસ્થાન રોયલ્સ માટે અત્યાર સુધીની આ સિઝન શાનદાર રહી છે. તે સતત ટોપ-4માં રહી છે. જો કે તેને તેની છેલ્લી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ હાર આ ટીમને હળવાશથી લઈ શકતી નથી. આ ટીમ આ સિઝનમાં મજબૂત ફોર્મમાં છે અને પ્લેઓફમાં જવાની પ્રબળ દાવેદાર છે. બીજી તરફ જો પંજાબ કિંગ્સની વાત કરીએ તો આ ટીમ છેલ્લી મેચમાં ગુજરાત ટાઇટન્સને માત આપી હતી. ગુજરાત આ સિઝનની શ્રેષ્ઠ ટીમોમાંની એક છે. આવી સ્થિતિમાં તેની સામે પંજાબ કિંગ્સનો વિજય ટીમના ખેલાડીઓને આત્મવિશ્વાસ આપશે.

પંજાબ માટે વર્તમાન સિઝન મિશ્ર રહી છે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં યોજાનારી આ મેચમાં પંજાબ માટે જીત ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે પોઈન્ટ ટેબલમાં ટીમની સ્થિતિ સારી નથી. પંજાબની ટીમ અત્યાર સુધી 10 મેચ રમી છે જેમાંથી પાંચમાં તેણે જીત અને પાંચમાં હારનો સામનો કરવો પડ્યો છે. તે 10 પોઈન્ટ સાથે સાતમા સ્થાને છે. આ સિવાય 2 વધુ ટીમો- દિલ્હી કેપિટલ્સ, સનરાઈઝર્સ હૈદરાબાદના 10 પોઈન્ટ છે અને આ બંને ટીમ પંજાબ કરતા આગળ છે. જો પંજાબ આ મેચમાં વિજય મેળવે છે તો તેને પોઈન્ટ ટેબલમાં ફાયદો થશે. બીજી તરફ રાજસ્થાનની ટીમ 10 મેચમાં 6 જીત અને 4 હાર સાથે 12 પોઈન્ટ સાથે ત્રીજા નંબર પર છે.

બંને ટીમ આંકડાની દ્રષ્ટીએ

જો આ બંને ટીમો વચ્ચેની કુલ મેચોના આંકડા જોવામાં આવે તો રાજસ્થાનની ટીમનો મોટો દબદબો છે. આ બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં કુલ 23 મેચ રમાઈ છે. જેમાંથી પંજાબે નવમાં જીત મેળવી છે. બીજી તરફ જો રાજસ્થાનની વાત કરીએ તો આ ટીમ પંજાબ સામે 13 મેચ જીતવામાં સફળ રહી છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

છેલ્લી 5 મેચમાં આ આંક્ડા રહ્યા છે

બીજી તરફ જો આ બંને ટીમો વચ્ચેની છેલ્લી 5 મેચોના આંકડા જોઈએ તો અહીં પણ રાજસ્થાનનો હાથ ઉપર છે. છેલ્લી પાંચ મેચોમાંથી પંજાબે માત્ર 2 મેચ જીતી છે. જ્યારે રાજસ્થાન 3 મેચમાં જીત્યું છે. 21 સપ્ટેમ્બર 2021ના રોજ રમાયેલી મેચમાં રાજસ્થાને જીત મેળવી હતી. પંજાબે 12 એપ્રિલ 2021ના રોજ રમાયેલી મેચ જીતી હતી. 30 ઓક્ટોબર 2020, 27 સપ્ટેમ્બર 2020ના રોજ રમાયેલી મેચમાં માત્ર રાજસ્થાનની ટીમ જીતી હતી. પંજાબે 16 એપ્રિલ 2019ના રોજ રમાયેલી મેચ જીતી હતી. એટલે કે વર્તમાન ફોર્મની સાથે-સાથે આંકડાની દૃષ્ટિએ રાજસ્થાનની ટીમ પંજાબ પર છવાયેલી જોવા મળી રહી છે.

Latest News Updates

મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
g clip-path="url(#clip0_868_265)">