IPL 2021: દિલ્હી કેપિટલ્સના કેપ્ટન તરીકે ઋષભ પંત જ બની રહેશે, શ્રેયસ ઐયરના પરત ફરવા બાદ પણ કેપ્ટનશીપ પંત પાસે

વિકેટકિપર બેટ્સમેન ઋષભ પંત (Rishabh Pant) નિયમિત કેપ્ટન શ્રેયસ ઐયરની ગેરહાજરીમાં દિલ્હી કેપિટલની કેપ્ટનશીપ પ્રથમ હાલ્ફમાં મળી હતી. પંતની કેપ્ટનશીપમાં આઈપીએલમાં વર્તમાન સિઝનમાં દિલ્હીની ટીમ ટોચ પર છે.

IPL 2021: દિલ્હી કેપિટલ્સના કેપ્ટન તરીકે ઋષભ પંત જ બની રહેશે, શ્રેયસ ઐયરના પરત ફરવા બાદ પણ કેપ્ટનશીપ પંત પાસે
Rishabh Pant-Shreyas Iyer
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 03, 2021 | 9:37 PM

આઈપીએલ 2021 (IPL 2021)ના ​​બીજા તબક્કા માટે દિલ્હી કેપિટલ્સે (Delhi Capitals) વિકેટકીપરને લઈને તેમનો નિર્ણય દર્શાવ્યો છે. ટીમે તેમના વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત (Rishabh Pant)ને ટીમના કેપ્ટન તરીકે જાળવી રાખવાનો નિર્ણય કર્યો છે. રિષભ પંતને ટીમના પૂર્વ કેપ્ટન શ્રેયસ ઐયર (Shreyas Iyer)ની ઈજા બાદ આ જવાબદારી આપવામાં આવી હતી. જો કે હવે ઐયરે ટીમમાં વાપસી કરી છે, ટીમ હજુ પણ પંતને કેપ્ટન તરીકે જાળવી રાખવા માંગે છે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

શ્રેયસ ઐયરે લગભગ અઢી સિઝન માટે દિલ્હી કેપિટલ્સનું નેતૃત્વ કર્યું છે. છેલ્લી સીઝનમાં ટીમ તેની કેપ્ટનશિપ હેઠળ પ્રથમ વખત ફાઈનલમાં પહોંચી હતી. જોકે તે ટાઈટલ જીતી શકી નહોતી. આ વખતે પણ ઐયરને ટીમના કેપ્ટન બનાવવામાં આવનાર હતા. જોકે, માર્ચમાં ઈંગ્લેન્ડ સામેની વન-ડે મેચ દરમિયાન તેને ખભાની ગંભીર ઈજા થઈ હતી. જે બાદ તે લાંબા સમય સુધી મેદાનથી દૂર હતો. આવી સ્થિતિમાં દિલ્હી કેપિટલ્સે ઋષભ પંતને તેમના કેપ્ટન તરીકે પસંદ કર્યા હતો. જેણે આ જવાબદારી સારી રીતે નિભાવી.

દિલ્હીની ટીમે આ સિઝનમાં અત્યાર સુધી આઠ મેચ રમી છે, જેમાંથી તેણે છ જીતી છે અને બે હારી છે. એવું માનવામાં આવે છે કે મેનેજમેન્ટ તેની ટીમમાં ફેરફાર ઈચ્છતું નથી, જે હાલમાં પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે. ટીમના પ્રમોટર્સ કિરણ કુમાર ગ્રંથી અને પાર્થ જિંદાલ બંનેને લાગે છે કે તેઓ શ્રેયસ ઐયર સાથે હમણાં કોઈ જોખમ લેવા માંગતા નથી. કારણ કે સ્ટાર બેટ્સમેને માર્ચથી એક પણ મેચ રમી નથી.

ઐયર પરત ફરવાને લઈ ઉત્સાહિત

શ્રેયસ ઐયર તેની ટીમના એક અઠવાડિયા પહેલા જ યુએઈ પહોંચ્યો હતો. જ્યાં તે કોચ પ્રવીણ આમરે સાથે તાલીમ લઈ રહ્યો હતો. પરત ફરતા તેણે કહ્યું કે ‘ઈજાના કારણે ટીમના ખેલાડીઓને બેસીને જોવાનું તેમના માટે મુશ્કેલ હતું. સાચું કહું તો હું વિશ્વમાં સૌથી વધુ ઉંચાઈ અનુભવું છું. આ એવી વસ્તુ છે જેની હું રાહ જોતો હતો.

આગળ કહ્યુ કે હું અહીં ટ્રેનિંગની શરૂઆતના છ દિવસ પહેલા આવ્યો હતો અને મેં યુએઈની ટીમ સામે બે મેચ રમી હતી. હું આ લય જાળવી રાખવા માંગુ છું. તે લાગણી ખૂબ જ મુશ્કેલ હતી, જ્યારે હું બેસીને ટીમના ખેલાડીઓને રમતા જોતો હતો. હું ટીવી સામે બેસીને દરેક મેચ જોતો અને સમજતો કે જો મેદાન પર હોત તો મેં શું કર્યું હોત. પરંતુ હવે તે બધુ ભૂતકાળ છે. મારે આ બધું ભૂલી જવું છે.

 આ પણ વાંચોઃ IND vs ENG: ઉમેશ યાદવને 8 મહિના બાદ લાલ બોલથી રમવાનો મોકો મળ્યો, ઈંગ્લેન્ડને પરેશાન કરી દિગ્ગજોની યાદીમાં સામેલ થયો

 આ પણ વાંચોઃ Tokyo Paralympics હરવિંદર સિંહે આર્ચરીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો,ભારતને મળ્યો 13મો મેડલ

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">