AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુનીલ શેટ્ટી જમાઈ કેએલ રાહુલને ક્યારે અને કેવી રીતે મળ્યા હતા? ઘરે આવીને લાગ્યો હતો ઝટકો

સુનીલ શેટ્ટી કપિલ શર્મા શોમાં પહોંચ્યા હતા અને કેએલ રાહુલ સાથેની પ્રથમ મુલાકાત વિશે વાત કરી હતી. તેણે કહ્યું કે તે ક્યારે અને કેવી રીતે રાહુલને મળ્યો હતો.

સુનીલ શેટ્ટી જમાઈ કેએલ રાહુલને ક્યારે અને કેવી રીતે મળ્યા હતા? ઘરે આવીને લાગ્યો હતો ઝટકો
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 26, 2023 | 11:22 AM
Share

ફિલ્મ અભિનેતા સુનીલ શેટ્ટી અને ક્રિકેટર કેએલ રાહુલની પુત્રી અભિનેત્રી આથિયા શેટ્ટીએ તાજેતરમાં જ લગ્ન કર્યા છે. બંનેએ લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા અને પછી પરિવારના સભ્યોની હાજરીમાં ધામધૂમથી લગ્ન કર્યા હતા. હવે લગ્ન પછી સુનીલ શેટ્ટીને તેમના જમાઈ રાહુલ સાથેની પહેલી મુલાકાત યાદ આવી ગઈ છે. તાજેતરમાં સુનીલ શેટ્ટી તેના મિક્સ્ડ માર્શલ આર્ટ્સ રિયાલિટી શો Kumite 1 Warrior Hunt પ્રમોશન માટે કપિલ શર્મા શોમાં દેખાયો હતો.

આ દરમિયાન તેણે કેએલ રાહુલ વિશે પણ વાત કરી હતી. તેણે જણાવ્યું કે, રાહુલ સાથે તેની પહેલી મુલાકાત વર્ષ 2019માં એરપોર્ટ પર થઈ હતી. ત્યારે જ તેને ખબર પડી કે રાહુલ પણ તેના વતન મેંગલોરનો છે.

સુનીલે તેના પરિવારજનોને રાહુલને મળવાની વાત જણાવી

સુનીલ શેટ્ટીને પાછળથી ખબર પડી કે રાહુલ તેની દીકરીને ઓળખે છે અને બંનેએ વાત પણ કરી હતી. સુનીલે શોમાં કહ્યું, “હું તેને પહેલીવાર એરપોર્ટ પર મળ્યો હતો. મને એ જાણીને આઘાત લાગ્યો કે તે મારા વતન મેંગલોરનો છે. હું તેનો મોટો ચાહક હતો હું તેનો જોઈ ઘણો ખુશ હતો. જ્યારે મેં ઘરે આવીને આથિયા અને માના (સુનીલની પત્ની) સાથે આ વાત શેર કરી, ત્યારે તેઓએ વધુ કંઈ કહ્યું નહીં. તેઓએ ફક્ત એકબીજા તરફ જોયું. બાદમાં માના મારી પાસે આવી અને કહ્યું કે આથિયા અને રાહુલ એકબીજાને ઓળખે છે.

સુનીલ શેટ્ટીને આશ્ચર્ય થયું

સુનીલ શેટ્ટીએ કહ્યું, “મને આશ્ચર્ય થયું કે, આથિયાએ મને આ વિશે જણાવ્યું નહીં. હું પણ ખુશ હતો કારણ કે મેં હંમેશા આથિયાને સાઉથ ઈન્ડિયન છોકરા સાથે મિત્રતા કરવાનું કહ્યું હતું.

g clip-path="url(#clip0_868_265)">