AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs PAK T20 World Cup 2023 : ક્યારે, ક્યાં અને કઈ રીતે Live અને Online Streaming જોઈ શકશો

IND vs PAK Women's T20 World Cup: ભારતીય ટીમ કટ્ટર હરીફ પાકિસ્તાન સામે વર્લ્ડ કપમાં પોતાના અભિયાનની શરૂઆત કરશે.

IND vs PAK T20 World Cup 2023 : ક્યારે, ક્યાં અને કઈ રીતે Live અને Online Streaming જોઈ શકશો
T20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાનની મેચImage Credit source: Twitter
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 12, 2023 | 11:10 AM
Share

અંડર-19 ચેમ્પિયન બન્યા બાદ હવે સિનિયર ટીમનો વારો છે. ભારતે બે અઠવાડિયા પહેલા સાઉથ આફ્રિકામાં અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. હવે સાઉથ આફ્રિકામાં જ સીનિયર મહિલા T20 વર્લ્ડ કપ 2023 શરૂ થઈ ગયો છે અને ટીમ ઈન્ડિયા તેના અભિયાનની શરૂઆત જોરદાર સ્પર્ધા સાથે કરવા જઈ રહી છે. ગ્રુપ સ્ટેજમાં ટીમ ઈન્ડિયાનો પહેલો મુકાબલો પાડોશી દેશ પાકિસ્તાન સાથે છે.

ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો

હરમનપ્રીત કૌરની કપ્તાનીમાં રહેલી ટીમ ઈન્ડિયા આ મેચમાં જીત સાથે ટાઈટલ અભિયાનની મજબૂત શરૂઆત કરવાના ઈરાદા સાથે શરૂઆત કરશે. જોકે, વર્લ્ડ કપની આ મેચ પહેલા જ ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. ટીમની સ્ટાર ઓપનર અને વાઈસ કેપ્ટન સ્મૃતિ મંધાના ઈજાના કારણે મેચમાંથી બહાર થઈ ગઈ છે. આવી સ્થિતિમાં તેની ખોટ રહેશે પરંતુ ટીમ પાસે સારા ખેલાડીઓની કમી નથી.

IND vs PAK: ક્યારે, ક્યાં, કેવી રીતે લાઈવ અને ઓનલાઈન જોવું?

T20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાનની મેચ ક્યારે થશે?

મહિલા T20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રવિવારે 12 ફેબ્રુઆરીએ મેચ રમાશે.

આ ભારત-પાકિસ્તાન મેચ કેટલા વાગ્યે શરૂ થશે?

ભારત-પાકિસ્તાનની મેચનું લાઈવ પ્રસારણ સાંજે 6.30 વાગ્યે (ભારતીય સમય મુજબ) શરૂ થશે. મેચનો ટોસ અડધો કલાક વહેલો એટલે કે 6 વાગ્યે કરવામાં આવશે.

ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ ક્યાં રમાશે?

બંને ટીમો વચ્ચેની આ મેચ કેપટાઉનના ન્યૂલેન્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે.

હું ભારત અને પાકિસ્તાન મેચ ક્યાં જોઈ શકું?

ભારત-પાકિસ્તાનની ટક્કર સહિત તમામ T20 વર્લ્ડ મેચોનું લાઈવ પ્રસારણ ટીવી પર સ્ટાર સ્પોર્ટ્સ ચેનલો પર જોઈ શકાય છે.

ભારત અને પાકિસ્તાન મેચનું ઓનલાઈન સ્ટ્રીમિંગ ક્યાં જોવું?

તમે Hotstar પર T20 વર્લ્ડ કપ 2023ની તમામ મેચોનું લાઈવ ઓનલાઈન સ્ટ્રીમિંગ જોઈ શકો છો. આ મેચની સાથે, તમે tv9gujarati.com પર T20 વર્લ્ડ કપના તમામ અપડેટ્સ પણ વાંચી શકો છો.

આજે રવિવારે ભારતીય મહિલા ટીમ પાકિસ્તાનને હરાવવા માટે તમામ શક્તિ લગાવી દેશે. જોકે ભારત અને પાકિસ્તાન વચ્ચેના આંકડાઓ જોવાામાં આવે તો, મહિલા ટીમ માટે જુસ્સા ભર્યા છે. બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં વિશ્વકપમાં 13 વાર ટક્કર થઈ ચૂકી છે. ભારતનુ પલડુ જોકે આ 13 ટક્કરમાં ભારે રહ્યુ છે. કારણ કે માત્ર ત્રણ જ મેચ ભારતીય મહિલા ટીમે ગુમાવી છે, જ્યારે 10 વાર પાકિસ્તાનને હરાવ્યુ છે.

g clip-path="url(#clip0_868_265)">