AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 women’s world cupમાં જોવા મળી રોમાંચક મેચ, ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાની વિજયી શરુઆત

પ્રથમ મેચમાં જ યજમાન દેશ દક્ષિણ આફ્રિકાની મહિલા ટીમને શ્રીલંકા સામે 3 રનથી હારનો સામનો કરવો પડયો હતો. વર્લ્ડ કપમાં બીજા દિવસે પણ રોમાંચક મેચો જોવા મળી હતી. વર્લ્ડ કપની ચેમ્પિયન ટીમો ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાએ આ વર્લ્ડ કપમાં વિજયી શરુઆત કરી છે.

T20 women's world cupમાં જોવા મળી રોમાંચક મેચ, ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાની વિજયી શરુઆત
T20 women's world cup Image Credit source: twitter
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 12, 2023 | 7:08 AM
Share

દક્ષિણ આફ્રિકાની ધરતી પર 10 ફેબ્રુઆરીથી ટી-20 મહિલા વર્લ્ડ કપનો ધમાકેદાર પ્રારંભ થયો હતો. અહીં 17 દિવસ સુધી કુલ 23 મેચો રમાશે. ટુર્નામેન્ટના ચેમ્પિયનનો નિર્ણય 26 ફેબ્રુઆરીએ થશે. પ્રથમ મેચમાં જ યજમાન દેશ દક્ષિણ આફ્રિકાની મહિલા ટીમને શ્રીલંકા સામે 3 રનથી હારનો સામનો કરવો પડયો હતો. વર્લ્ડ કપમાં બીજા દિવસે પણ રોમાંચક મેચો જોવા મળી હતી. વર્લ્ડ કપની ચેમ્પિયન ટીમો ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાએ આ વર્લ્ડ કપમાં વિજયી શરુઆત કરી છે.

ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહેલી 10 ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ભારતને ઈંગ્લેન્ડ, આયર્લેન્ડ, પાકિસ્તાન અને વેસ્ટ ઈન્ડિઝની સાથે ગ્રુપ બીમાં રાખવામાં આવ્યું છે. બીજી તરફ ગ્રુપ Aમાં યજમાન દક્ષિણ આફ્રિકા સિવાય વર્તમાન ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા, બાંગ્લાદેશ અને ન્યુઝીલેન્ડની ટીમ સામેલ છે. ગ્રુપ રાઉન્ડમાં દરેક ટીમ તેમના ગ્રુપની બાકીની ટીમો સામે એક-એક મેચ રમશે. બંને ગ્રૂપની ટોચની બે ટીમો સેમિ ફાઇનલમાં પ્રવેશ કરશે.

ઈંગ્લેન્ડની વિજયી શરુઆત

વર્ષ 2009ની ચેમ્પિયન ટીમ ઈંગ્લેન્ડે આ વર્લ્ડ કપમાં વિજયી શરુઆત કરી હતી. વેસ્ટ ઈન્ડિઝ સામે ઈંગ્લેન્ડની ટીમે 7 વિકેટથી જીત મેળવી હતી.

5વારની ચેમ્પિયન ટીમનો પ્રથમ મેચમાં વિજય

ડિફેન્ડિંગ ચેમ્પિયન ટીમ ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટ ટીમ 2010, 2012, 2014, 2018 અને 2020માં વર્લ્ડ કપ ચેમ્પિયન બની હતી. આ વર્લ્ડકપની પ્રથમ મેચમાં ન્યુઝીલેન્ડની ટીમને 97 રનથી હરાવી ઓસ્ટ્રેલિયાની ટીમ ફરી ચેમ્પિયન બનવા મેદાન પર ઉતરી છે.

મહિલા T20 વર્લ્ડ કપનું આગામી દિવસોનું શેડ્યૂલ

12 ફેબ્રુઆરી – ભારત v/s પાકિસ્તાન – સાંજે 6.30 કલાકે

12 ફેબ્રુઆરી – બાંગ્લાદેશ v/s શ્રીલંકા – રાત્રે 10.30 કલાકે

13 ફેબ્રુઆરી – આયર્લેન્ડ v/s ઈંગ્લેન્ડ – રાત્રે 6.30 કલાકે

13 ફેબ્રુઆરી – દક્ષિણ આફ્રિકા v/s ન્યુઝીલેન્ડ – રાત્રે 10.30 કલાકે

14 ફેબ્રુઆરી – ઓસ્ટ્રેલિયા v/s બાંગ્લાદેશ – રાત્રે 10.30 કલાકે

15 ફેબ્રુઆરી – ભારત v/s વેસ્ટ ઈન્ડિઝ – સાંજે 6.30 કલાકે

15 ફેબ્રુઆરી – પાકિસ્તાન v/s આયર્લેન્ડ – રાત્રે 10.30 કલાકે

16 ફેબ્રુઆરી – શ્રીલંકા v/s ઓસ્ટ્રેલિયા – રાત્રે 6.30 કલાકે

17 ફેબ્રુઆરી – ન્યુઝીલેન્ડ વિ બાંગ્લાદેશ – રાત્રે 6.30 કલાકે

17 ફેબ્રુઆરી – વેસ્ટ ઈન્ડિઝ v/s આયર્લેન્ડ – રાત્રે 10.30 કલાકે

18 ફેબ્રુઆરી – ભારત v/s ઈંગ્લેન્ડ – સાંજે 6.30 કલાકે

18 ફેબ્રુઆરી – દક્ષિણ આફ્રિકા v/s ઓસ્ટ્રેલિયા – રાત્રે 10.30 કલાકે

19 ફેબ્રુઆરી – પાકિસ્તાન v/s વેસ્ટ ઈન્ડિઝ – રાત્રે 6.30 કલાકે

19 ફેબ્રુઆરી – ન્યુઝીલેન્ડ v/s શ્રીલંકા – રાત્રે 10.30 કલાકે

20 ફેબ્રુઆરી – ભારત v/s આયર્લેન્ડ – સાંજે 6.30 કલાકે

21 ફેબ્રુઆરી – ઈંગ્લેન્ડ v/s પાકિસ્તાન – રાત્રે 6.30 કલાકે

સાઉથ આફ્રિકા v/s બાંગ્લાદેશ – રાત્રે 10.30

સેમિ ફાઈનલ અને ફાઈનલ મેચ

23 ફેબ્રુઆરી – પ્રથમ સેમિફાઇનલ – રાત્રે 6.30 કલાકે

24 ફેબ્રુઆરી – બીજી સેમિફાઇનલ – રાત્રે 6.30 કલાકે

26 ફેબ્રુઆરી – ફાઇનલ – સાંજે 6.30 કલાકે

રમતગમતનો ગઢ બની રહ્યું છે દક્ષિણ આફ્રિકા

દક્ષિણ આફ્રીકામાં હાલમાં ઘણી સ્પોર્ટસ ઈવેન્ટ ચાલી રહી છે. SA20 ક્રિકેટ ટુર્નામેન્ટ, અંડર 19 મહિલા વર્લ્ડ કપ બાદ હવે દક્ષિણ આફ્રીકાની ધરતી પર ટી-20 મહિલા ક્રિકેટ વર્લ્ડ કપના પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ દેશે વર્ષ 2003ના વર્લ્ડ કપ, 2007ના ટી-20 વર્લ્ડ કપ, 2009 આઈપીએલ, 2009 ચેમ્પિયનન્સ ટ્રોફી અને 2010ના ફિફા વર્લ્ડ કપની સફળતા પૂર્વક યજમાની કરી હતી.

g clip-path="url(#clip0_868_265)">