ઈંગ્લેન્ડ સામે 3 મેચની T20I શ્રેણી ભારતીય મહિલા ટીમ (Indian Women Cricket Team) 1-2થી હારી ગયું છે. ત્રીજી અને અંતિમ મેચમાં ઈંગ્લેન્ડે હરમનપ્રીત કૌર (Harmanpreet Kaur) ની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયાને 7 વિકેટે હરાવ્યું હતું. બ્રિસ્ટોલમાં રમાયેલી ત્રીજી T20 મેચમાં પ્રથમ બેટિંગ કરતા ભારતે નિર્ધારિત ઓવરમાં 8 વિકેટે 122 રન બનાવ્યા હતા. એમી જોન્સની આગેવાની હેઠળની ઇંગ્લિશ ટીમે ભારતના 123 રનના લક્ષ્યાંકને 18.2 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. સારાહ ગ્લેન અને સોફી એક્લેસ્ટોન બંને સામે ભારતીય બેટ્સમેનો લાચાર દેખાતા હતા. સારાએ 11 રનમાં 2 અને સોફીએ 25 રનમાં 3 વિકેટ લીધી હતી. તેમના સિવાય બ્રાયોની સ્મિથ, ફ્રેયા, ઈસી વાંગે પણ એક-એક વિકેટ લીધી હતી.
ઇંગ્લિશ હુમલા સામે ભારતીય સ્ટાર્સ ચાલી શક્યા ન હતા. ભારતે માત્ર 35 રનમાં પોતાની 5 વિકેટ ગુમાવી દીધી હતી. દીપ્તિ શર્માના 24 રન અને રિચા ઘોષના 33 રનની મદદથી ભારતે 100નો આંકડો પાર કર્યો. ભારતના સ્ટાર બેટ્સમેનો બે આંકડા સુધી પણ પહોંચી શક્યા ન હતા. શેફાલી વર્મા 5, સ્મૃતિ મંધાના 9, મેઘના 0, કેપ્ટન હરમનપ્રીત કૌર 5, હેમલતા 0 અને સ્નેહ રાણા માત્ર 8 રન બનાવી શકી હતી. એટલે કે 6 ભારતીય બેટ્સમેન મળીને માત્ર 27 રન બનાવી શક્યા. આ સિવાય પૂજા વસ્ત્રાકરે 11 બોલમાં અણનમ 19 રન બનાવ્યા હતા.
#TeamIndia fought hard but it was England who won the third T20I to win the series 2-1. #ENGvIND
Scorecard ▶️ https://t.co/kRDuI8uFlA pic.twitter.com/PqOXzzwH9s
— BCCI Women (@BCCIWomen) September 15, 2022
ભારતીય બેટ્સમેન બાદ બોલરોએ પણ ઘણા નિરાશ કર્યા હતા. 18 વર્ષની એલિસ કેપ્સે બોલરોને જોરદાર રીતે પછાડ્યા હતા. કોઈ બોલર તેનાથી બચી શક્યો ન હતો. એલિસે 24 બોલમાં અણનમ 38 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 6 ચોગ્ગા ફટકાર્યા હતા. એલિસ સિવાય સોફી ડંકલીએ 49 રન અને ડેનિયલ વ્યાટે 22 રન બનાવ્યા હતા.
3RD WT20I. England Women Won by 7 Wicket(s) https://t.co/ilzmNwLmIx #ENGvIND
— BCCI Women (@BCCIWomen) September 15, 2022
ભારતીય બોલરોની વાત કરીએ તો માત્ર રાધા યાદવ જ સફળ રહી હતી. તેણે 4 ઓવરમાં માત્ર 14 રન આપ્યા અને એક વિકેટ પણ લીધી. તેના સિવાય, અન્ય તમામ બોલર ખૂબ ખર્ચાળ સાબિત થયા. રાધા ઉપરાંત સ્નેહ રાણા અને પૂજા વસ્ત્રાકરને પણ એક-એક સફળતા મળી.
Published On - 8:37 am, Fri, 16 September 22