AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દક્ષિણ આફ્રિકાને હરાવી ભારત મહિલા વર્લ્ડ કપમાં બન્યું ચેમ્પિયન, ભારતની મહિલા ખેલાડીઓએ રચ્યો ઈતિહાસ

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 03, 2025 | 12:26 AM
Share

25 વર્ષ બાદ મહિલા વનડે વર્લ્ડ કપને એક નવી ચેમ્પિયન ટીમ મળી. મહિલા વનડે વર્લ્ડકપ 2025ની ફાઈનલમાં ભારતે સાઉથ આફ્રિકાને હરાવ્યું અને પહેલીવાર ચેમ્પિયન બન્યું. ટીમ ઈન્ડિયાએ તેના ત્રીજા ફાઈનલમાં પ્રથમ વખત વર્લ્ડ કપ જીત્યો. હરમનપ્રીત કૌર ODI વર્લ્ડ કપ જીતનાર ત્રીજી ભારતીય કેપ્ટન બની.

દક્ષિણ આફ્રિકાને હરાવી ભારત મહિલા વર્લ્ડ કપમાં બન્યું ચેમ્પિયન, ભારતની મહિલા ખેલાડીઓએ રચ્યો ઈતિહાસ

મહિલા વર્લ્ડ કપ ફાઈનલમાં ભારતે દક્ષિણ આફ્રિકાને હરાવ્યું. નવી મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં ભારતે ઈતિહાસ રચ્યો. ભારતે પ્રથમ વખત વિશ્વ ચેમ્પિયન બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું. ભારતની દીકરીઓએ એ કરી બતાવ્યું જે 150 કરોડ ભારતીયો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપમાં ભારતે મહિલા વર્લ્ડ કપ જીત્યો છે. નવી મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમાયેલી ટાઈટલ મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને હરાવ્યું.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 03 Nov 2025 12:22 AM (IST)

    ભારત વર્લ્ડ ચેમ્પિયન

    25 વર્ષ બાદ મહિલા વનડે વર્લ્ડ કપને એક નવી ચેમ્પિયન ટીમ મળી. મહિલા વનડે વર્લ્ડકપ 2025ની ફાઈનલમાં ભારતે સાઉથ આફ્રિકાને ન્હારાવ્યું અને પહેલીવાર ચેમ્પિયન બન્યું. ટીમ ઈન્ડિયાએ તેના ત્રીજા ફાઈનલમાં પ્રથમ વખત વર્લ્ડ કપ જીત્યો. હરમનપ્રીત કૌર ODI વર્લ્ડ કપ જીતનાર ત્રીજી ભારતીય કેપ્ટન બની.

  • 03 Nov 2025 12:21 AM (IST)

    ભારત વર્લ્ડ ચેમ્પિયન

    25 વર્ષ બાદ મહિલા વનડે વર્લ્ડકપને એક નવી ચેમ્પિયન ટીમ મળી. મહિલા વનડે વર્લ્ડકપ 2025ની ફાઈનલમાં ભારતે સાઉથ આફ્રિકાને ન્હારાવ્યું અને પહેલીવાર ચેમ્પિયન બન્યું. ટીમ ઈન્ડિયાએ તેના ત્રીજા ફાઈનલમાં પ્રથમ વખત વર્લ્ડ કપ જીત્યો. હરમનપ્રીત કૌર ODI વર્લ્ડ કપ જીતનાર ત્રીજી ભારતીય કેપ્ટન બની.

  • 03 Nov 2025 12:21 AM (IST)

    ભારત વર્લ્ડ ચેમ્પિયન

    25 વર્ષ બાદ મહિલા વનડે વર્લ્ડકપને એક નવી ચેમ્પિયન ટીમ મળી. મહિલા વનડે વર્લ્ડકપ 2025ની ફાઈનલમાં ભારતે સાઉથ આફ્રિકાને ન્હારાવ્યું અને પહેલીવાર ચેમ્પિયન બન્યું. ટીમ ઈન્ડિયાએ તેના ત્રીજા ફાઈનલમાં પ્રથમ વખત વર્લ્ડ કપ જીત્યો. હરમનપ્રીત કૌર ODI વર્લ્ડ કપ જીતનાર ત્રીજી ભારતીય કેપ્ટન બની.

  • 02 Nov 2025 11:40 PM (IST)

    Ind W vs SA W Live Score: લૌરા વોલ્વાર્ડ આઉટ

    આફ્રિકન કેપ્ટન લૌરા વોલ્વાર્ડ સદી ફટકાર્યા બાદ આઉટ, દીપ્તિ શર્માઅ લીધી વિકેટ, ભારત જીતથી માત્ર ત્રણ વિકેટ દૂર

  • 02 Nov 2025 11:35 PM (IST)

    Ind W vs SA W Live Score: લૌરા વોલ્વાર્ડની સદી

    આફ્રિકન કેપ્ટન લૌરા વોલ્વાર્ડની શાનદાર સદી, વર્લ્ડ કપ ફાઈનલમાં કેપ્ટન ઈનિંગ, આફ્રિકાને જીત માટે દસ ઓવરમાં 88 રનની જરૂર

  • 02 Nov 2025 11:33 PM (IST)

    Ind W vs SA W Live Score: દીપ્તિએ ડર્કસેનના કરી ક્લિક બોલ્ડ 

    દક્ષિણ આફ્રિકાને છઠ્ઠો ઝટકો, ડર્કસેન 35 રન બનાવી આઉટ, દીપ્તિ શર્માએ કરી ક્લિક બોલ્ડ, ભારત જીતથી માત્ર ચાર વિકેટ દૂર

  • 02 Nov 2025 10:55 PM (IST)

    Ind W vs SA W Live Score: આફ્રિકાની અડધી ટીમ પોવેલિયન ભેગી

    દક્ષિણ આફ્રિકાની અડધી ટીમ પોવેલિયન ભેગી, જાફ્ટા માત્ર 16 રન બનાવી થઇ આઉટ, ભારતને મેચ જીતવા હવે માત્ર પાંચ વિકેટની જરુર. દીપ્તિ શર્માએ  ભારતને અપાવી પાંચમી સફળતા

  • 02 Nov 2025 10:30 PM (IST)

    Ind W vs SA W Live Score: કેપ માત્ર 4 રન બનાવી ઉટ

    દક્ષિણ આફ્રિકાને ચોથો ઝટકો, મેરિઝાન કેપ માત્ર 4 રન બનાવી થઇ આઉટ, શેફાલી વર્માએ લીધી બીજી વિકેટ

  • 02 Nov 2025 10:22 PM (IST)

    Ind W vs SA W Live Score: આફ્રિકાને ત્રીજો ઝટકો

    દક્ષિણ આફ્રિકાને ત્રીજો ઝટકો, સુન લુસ 25 રન બનાવી થઇ આઉટ, શેફાલી વર્માએ લીધી વિકેટ, શેફાલી વર્માએ પોતાની જ બોલિંગમાં પકડ્યો મજેદાર કેચ, બેંત બાદ બોલથી પર કર્યો કમાલ

  • 02 Nov 2025 10:09 PM (IST)

    Ind W vs SA W Live Score: આફ્રિકન કેપ્ટનની ફિફ્ટી

    આફ્રિકન કેપ્ટનની લૌરા વોલ્વાર્ડની ભારત સામે વર્લ્ડ કપ ફાઈનલમાં દમદાર ફિફ્ટી. આફિકાની જીત માટે કેપ્ટનનું છેલ્લે સુધી ટકી રહેવું ખૂજ જ જરૂરી છે એવામાં વોલ્વાર્ડની મક્કમ બેટિંગ.

  • 02 Nov 2025 09:47 PM (IST)

    Ind W vs SA W Live Score: એનેકે બોશ 0 પર આઉટ

    દક્ષિણ આફ્રિકાને બીજો ઝટકો, એનેકે બોશ 0 બનાવી આઉટ, ખાતું પણ નાં ખોલી શકી, શ્રી ચારણીએ લીધી વિકેટ

  • 02 Nov 2025 09:37 PM (IST)

    Ind W vs SA W Live Score: આફ્રિકાને પહેલો ઝટકો

    દક્ષિણ આફ્રિકાને પહેલો ઝટકો, તાઝમિન બ્રિટ્સ 23 રન બનાવી આઉટ, અમનજોત કૌરે જોરદાર રન આઉટ કરી ભારતને અપાવી પહેલી સફળતા

  • 02 Nov 2025 08:26 PM (IST)

    Ind W vs SA W Live Score: આફ્રિકાને જીતવા 299 રનનો ટાર્ગેટ

    ભારતે દક્ષિણ આફ્રિકાને 299 રનનો આપ્યો ટાર્ગેટ, શેફાલી વર્મા અને દીપ્તિ શર્માની દમદાર ફિફ્ટી, સ્મૃતિની મજબુત બેટિંગ. ભારતીય ટીમે 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવી અને 298 રન કર્યા. અંતિમ બોલ પર દીપ્તિ શર્મા થઇ રન આઉટ.

  • 02 Nov 2025 08:19 PM (IST)

    Ind W vs SA W Live Score: રીચા શર્મા આઉટ

    ભારતને છઠ્ઠો ઝટકો, રીચા શર્મા થઇ આઉટ, ભારત 300  રનના સ્કોરને નજીક

  • 02 Nov 2025 08:13 PM (IST)

    Ind W vs SA W Live Score: દીપ્તિની ફિફ્ટી

    દીપ્તિ શર્માની વર્લ્ડ કપ ફાઈનલમાં દમદાર ફિફ્ટી

  • 02 Nov 2025 07:57 PM (IST)

    Ind W vs SA W Live Score: ભારતનો સ્કોર 250 ને પાર

    ટીમ ઈન્ડિયાનો સ્કોર 250 ને પાર, ક્રીઝ પર આવતાની સાથે જ રીચા ઘોષે બતાવ્યો પાવર, ફટકારી જોરદાર સિક્સર અને ભારતનો સ્કોર 250 ને પાર

  • 02 Nov 2025 07:55 PM (IST)

    Ind W vs SA W Live Score: ભારતની અડધી ટીમ પોવેલિયન ભેગી

    ભારતની અડધી ટીમ પોવેલિયન ભેગી, અમનજોત કૌર 12 રન બનાવી આઉટ, ફાઈનલમાં બેટથી કોઈ ખાસ કમાલ ના કરી શકી.

  • 02 Nov 2025 07:36 PM (IST)

    Ind W vs SA W Live Score: કેપ્ટન હરમનપ્રીત સસ્તામાં આઉટ

    ભારતને મોટો ઝટકો, કેપ્ટન હરમનપ્રીત માત્ર 20 રન બનાવી થઇ આઉટ, વર્લ્ડ કપ ફાઈનલમાં કેપ્ટન ઈનિંગ નાં રમી શકી

  • 02 Nov 2025 07:21 PM (IST)

    Ind W vs SA W Live Score: ભારતનો સ્કોર 200 ને પાર

    ભારતનો સ્કોર 200 ને પાર, હરમનપ્રીત-દીપ્તિની મજબૂત બેટિંગ, 35 ઓવરમાં ભારતે 200 રન પાર કર્યા, ભારત મોટા સ્કોર તરફ આગલા વધી રહ્યું છે.

  • 02 Nov 2025 06:56 PM (IST)

    Ind W vs SA W Live Score: જેમિમા 24 રન બનાવી આઉટ

    ભારતને ત્રીજો ઝટકો, જેમિમા રોડ્રિગ્સ 24 રન બનાવી થઇ આઉટ, ગત મેચની સ્ટાર પરફોર્મ આજની ફાઈનલ મેચમાં મોટો સ્કોર ના કરી શકી.

  • 02 Nov 2025 06:46 PM (IST)

    Ind W vs SA W Live Score: શેફાલી વર્મા 87 રન બનાવી આઉટ

    ભારતને બીજી ઝટકો, શેફાલી વર્મા 87 રન બનાવી થઇ આઉટ, 13 રન માટે સદી ચુકી ગઈ.

  • 02 Nov 2025 06:38 PM (IST)

    Ind W vs SA W Live Score: ભારતનો સ્કોર 150 ને પાર

    ભારતનો સ્કોર 150 ને પાર, શેફાલી-જેમિમા ક્રીઝ પર, શેફાલી તેની સદી તરફ આગલા વધી રહી છે, જ્યારે જેમિમા મક્કમતથી બેટિંગ કરી રહી છે. પહેલી વિકેટ પડ્યા બાદ બંનેએ ભારતની ઈનિંગને સારી રીતે સંભાળી. શેફાલીએ મેચમાં બીજી જોરદાર સિક્સર ફટકારી.

  • 02 Nov 2025 06:13 PM (IST)

    Ind W vs SA W Live Score: મંધાના આઉટ, શેફાલીની ફિફ્ટી

    ભારતને પહેલો ઝટકો, સ્મૃતિ મંધાના 45 રન બનાવી થઈ આઉટ, 5 રન માટે ફિફ્ટી ચુકી ગઈ. શેફાલી વર્માએ ફિફ્ટી પૂરી કરી.

  • 02 Nov 2025 06:10 PM (IST)

    Ind W vs SA W Live Score: ભારતનો સ્કોર 100 ને પાર

    મંધાના-શેફાલીની દમદાર બેટિંગ, ભારતનો સ્કોર 100 ને પાર, બંને ખેલાડીઓ ફિફ્ટીની નજીક પહોંચી

  • 02 Nov 2025 05:58 PM (IST)

    Ind W vs SA W Live Score: શેફાલીની શાનદાર સિક્સર

    શેફાલી વર્માની શાનદાર સિક્સર, સ્ટ્રેટમાં જોરદાર છગ્ગો ફટકાર્યો, મેચનો પહેલો સિક્સર શેફાલીને નામ, ફાઈનલમાં શેફાલીએ ઓપનિંગમાં સ્મૃતિ સાથે ભારતને અપાવી જીઓરદાર શરૂઆત.

  • 02 Nov 2025 05:47 PM (IST)

    Ind W vs SA W Live Match Score: 10 ઓવર બાદ ભારતનો સ્કોર 64/0

    10 ઓવર બાદ ભારતનો સ્કોર 64/0, સ્મૃતિ અને શેફાલીની મજબૂત પાર્ટનરશીપ, બંનેની મક્કમ બેટિંગ. કેટલાક આર્ક્મ શોટ પણ ફટકાર્યા. ભારતની વર્લ્ડ કપ ફાઈનલમાં ખૂબ જ સારી શરૂઆત.

  • 02 Nov 2025 05:30 PM (IST)

    Ind W vs SA W : ભારતનો સ્કોર 50 ને પાર

    મંધાના-શેફાલીની મજબૂત બેટિંગ, ભારતનો સ્કોર 50 ને પાર, મંધાના-શેફાલીએ મેદાનમાં મજબૂત ચોગ્ગા ફટકાર્યા, ટીમ ઈન્ડિયાએ સાતમી ઓવરમાં જ સ્કોર 50 ને પાર પહોંચાડી દીધો.

  • 02 Nov 2025 05:17 PM (IST)

    Ind W vs SA W Live Match Score: શેફાલીની સારી શરૂઆત

    શેફાલી વર્માએ ફાઇનલ મેચની પહેલી બાઉન્ડ્રી ફટકારી. ખાખાના પહેલા બોલ પર એક શાનદાર કવર ડ્રાઇવ. ઓવરમાંથી સાત રન આવ્યા.

  • 02 Nov 2025 05:12 PM (IST)

    Ind vs Aus Live Score: ભારતીય ટીમની શાનદાર જીત

    ભારતીય ટીમની ત્રીજી ટી20માં શાનદાર જીત થઈ છે.ભારતે ઓસ્ટ્રેલિયાને 5 વિકેટથી હરાવ્યું છે અને આ સાથે સીરિઝમાં વાપસી કરી છે.

  • 02 Nov 2025 05:09 PM (IST)

    Ind W vs SA W World Cup Final : ફર્સ્ટ ઓવર મેડન

    ફર્સ્ટ ઓવર મેડન રહી છે.

  • 02 Nov 2025 05:02 PM (IST)

    Ind W vs SA W World Cup Final : મંધાના-શેફાલીની જોડી ઓપનિંગ કરવા આવી

  • 02 Nov 2025 05:00 PM (IST)

    India vs Australia Live : ભારતને જીતવા માટે હજુ 24 બોલમાં 27 રનની જરુર

  • 02 Nov 2025 04:49 PM (IST)

    India vs Australia Live : ભારતનો સ્કોર 126/4

    ભારતનો સ્કોર 13 ઓવર પછી 4 વિકેટે 126 રન છે, સાત ઓવરમાં વધુ 61 રનની જરૂર છે

  • 02 Nov 2025 04:47 PM (IST)

    Ind W vs SA W World Cup Final : ભારતીય ટીમ પહેલા બેટિંગ કરશે

    સાઉથ આફ્રિકાએ ફાઈનલ મેચમાં ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. આનો અર્થ એ થયો કે ભારતીય ટીમ પહેલા બેટિંગ કરશે અને મોટો સ્કોર બનાવવાનો પ્રયાસ કરશે.

  • 02 Nov 2025 04:46 PM (IST)

    Ind W vs SA W World Cup Final : ભારત પ્લેઇંગ 11

    શેફાલી વર્મા, સ્મૃતિ મંધાના, જેમિમાહ રોડ્રિગ્સ, હરમનપ્રીત કૌર (કેપ્ટન), દીપ્તિ શર્મા, રિચા ઘોષ (વિકેટકીપર), અમનજોત કૌર, રાધા યાદવ, ક્રાંતિ ગૌડ, શ્રી ચરણી, રેણુકા સિંહ ઠાકુર

  • 02 Nov 2025 04:36 PM (IST)

    Ind W vs SA W World Cup Final : સાઉથ આફ્રિકાએ ટોસ જીત્યો

  • 02 Nov 2025 04:25 PM (IST)

    India vs Australia Live : અક્ષર પટેલ અને તિલક વર્મા હાલમાં ક્રીઝ પર

  • 02 Nov 2025 04:23 PM (IST)

    India vs Australia Live : ટીમ ઈન્ડિયાને લાગ્યો ત્રીજો ઝટકો

    ભારતને 76 રન પર ત્રીજો ઝટકો લાગ્યો. માર્કસ સ્ટોઇનિસે કેપ્ટન સૂર્યકુમાર યાદવને એલિસના હાથે કેચ કરાવ્યો. તે 11 બોલમાં 24 રન બનાવી શક્યો. અક્ષર પટેલ અને તિલક વર્મા હાલમાં ક્રીઝ પર છે. આઠ ઓવર પછી, ભારતનો સ્કોર ત્રણ વિકેટે 82 રન છે. જીતવા માટે તેમને હજુ 72 બોલમાં 105 રનની જરૂર છે.

  • 02 Nov 2025 04:15 PM (IST)

    India vs Australia Live : શુભમન ગિલ આઉટ

  • 02 Nov 2025 04:05 PM (IST)

    Ind W vs SA W World Cup Final : સાંજે 5 વાગ્યા પછી ઓવર ઘટાડવામાં આવશે

    નવી મુંબઈમાં સતત વરસાદ પડી રહ્યો છે. તેથી, સાંજે 5 વાગ્યા પછી ઓવર ઘટાડવાનું શરૂ થશે. 20 ઓવરની મેચ માટેનો કટ-ઓફ સમય રાત્રે 9 :08 વાગ્યાનો છે.

  • 02 Nov 2025 03:56 PM (IST)

    Ind W vs SA W World Cup Final :મેદાન પર અમ્પાયરો

    અમ્પાયરો મેદાન પર આવી ગયા છે, પરંતુ ટોસ અંગે કોઈ અપડેટ નથી. મેદાન કવરથી ઢંકાયેલું છે.

  • 02 Nov 2025 03:55 PM (IST)

    Ind vs Aus Live Score : ટીમ ઈન્ડિયાએ પહેલી વિકેટ ગુમાવી

    અભિષેક શર્મા પવેલિયન પરત ફર્યો

  • 02 Nov 2025 03:54 PM (IST)

    India vs Australia Live : ભારતની શરૂઆત સારી

    અભિષેક શર્માએ ટીમ ઈન્ડિયાને મજબૂત શરૂઆત અપાવી છે. ટીમે બે ઓવરમાં 26 રન બનાવ્યા છે. ગિલ પણ સારો સપોર્ટ આપી રહ્યો છે.

  • 02 Nov 2025 03:43 PM (IST)

    India vs Australia Live : ટીમ ઇન્ડિયાની ઇનિંગ્સ શરૂ

    ક્રીઝ પર અભિષેક-શુભમન 1 ઓવર બાદ ભારતીય ટીમનો સ્કોર 9-0

  • 02 Nov 2025 03:30 PM (IST)

    India vs Australia Live : ઓસ્ટ્રેલિયાએ 186 રન બનાવ્યા

    ટીમ ઈન્ડિયા સામેની ત્રીજી T20Iમાં પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ 20 ઓવરમાં 6 વિકેટે 186 રન બનાવ્યા. ઓસ્ટ્રેલિયા તરફથી ટિમ ડેવિડે 38 બોલમાં 74 રન બનાવ્યા, જેમાં 8 ચોગ્ગા અને 5 છગ્ગાનો સમાવેશ થાય છે. ઓલરાઉન્ડર માર્કસ સ્ટોઈનિસે 39 બોલમાં 64 રન બનાવ્યા, જેમાં 8 ચોગ્ગા અને 2 છગ્ગાનો સમાવેશ થાય છે. મેથ્યુ શોર્ટે 15 બોલમાં 2 ચોગ્ગા અને 1 છગ્ગાનો સમાવેશ થાય છે, જેમાં અણનમ 26 રન બનાવ્યા. ટીમ ઈન્ડિયા તરફથી અર્શદીપ સિંહે 3 વિકેટ લીધી. વરુણ ચક્રવર્તીએ 2 વિકેટ લીધી. શિવમ દુબેએ 1વિકેટ લીધી.

  • 02 Nov 2025 03:08 PM (IST)

    India vs Australia Live : ઓસ્ટ્રેલિયાએ 150 રન પૂરા કર્યા

    ઓસ્ટ્રેલિયાએ 17મી ઓવરમાં 150 રન  પૂર્ણ કર્યા છે, જેમાં માર્કસ સ્ટોઇનિસ ઝડપથી રન બનાવી રહ્યો છે.

  • 02 Nov 2025 03:07 PM (IST)

    India W vs South Africa W Live:ફરી વરસાદ શરૂ થયો

    નવી મુંબઈમાં ફરી વરસાદ શરૂ થયો છે, જેના કારણે ટોસમાં વધુ વિલંબ થયો છે. ટોસ બપોરે 2:30 વાગ્યે થવાનો હતો, પરંતુ વરસાદને કારણે તેને 3 વાગ્યા સુધી મુલતવી રાખવામાં આવ્યો હતો. જોકે, હજુ સુધી ટોસ થયો નથી.

  • 02 Nov 2025 02:58 PM (IST)

    Ind vs Aus Live Score: ટીમ ડેવિડ પેવેલિયન પરત ફર્યો

    ઓસ્ટ્રેલિયાને ટીમ ડેવિડના રૂપમાં પાંચમી વિકેટ ગુમાવી છે. તે 38  બોલમાં 8  ચોગ્ગા અને 5 છગ્ગા સહિત 74 રન બનાવીને આઉટ થયો. શિવમ દુબેના બોલ પર તિલક વર્માએ શાનદાર કેચ પકડ્યો.

  • 02 Nov 2025 02:46 PM (IST)

    India vs Australia Live : ઓસ્ટ્રેલિયાએ 100 રન પૂરા કર્યા

    ભારત સામેની ત્રીજી T20Iમાં ઓસ્ટ્રેલિયાએ 12 ઓવરમાં 100 રન પૂરા કરી લીધા છે. ટિમ ડેવિડ શાનદાર બેટિંગ કરી રહ્યો છે.

  • 02 Nov 2025 02:33 PM (IST)

    India W vs South Africa W Live: ટોસમાં વિલંબ

    નવી મુંબઈમાં વરસાદ બંધ થઈ ગયો છે, પરંતુ ટોસમાં વિલંબ થયો છે. વરસાદ મેચમાં વિક્ષેપ પાડતો રહે તેવી શક્યતા છે.

  • 02 Nov 2025 02:31 PM (IST)

    Ind vs Aus Live Score: વરુણ ચક્રવર્તીએ બે બોલમાં બે વિકેટ લીધી

    વરુણ ચક્રવર્તીએ બે બોલમાં બે વિકેટ લીધી, માર્શ પછી હવે ઓવેન પણ આઉટ થયો

  • 02 Nov 2025 02:17 PM (IST)

    India vs Australia Live : ઓસ્ટ્રેલિયાએ 50 રન પૂરા કર્યા

    ઓસ્ટ્રેલિયાએ બે વિકેટ ગુમાવી દીધી, પરંતુ ચોથા નંબરે બેટિંગ કરી રહેલા ઓસ્ટ્રેલિયાના ટિમ ડેવિડે તેની વિસ્ફોટક બેટિંગ શરૂ કરી. તેણે નવ બોલમાં ચાર ચોગ્ગા ફટકાર્યા. તેણે વરુણ ચક્રવર્તીની ઓવરમાં એક ચોગ્ગો અને એક છગ્ગો ફટકાર્યો. 7  ઓવર પછી ઓસ્ટ્રેલિયાનો સ્કોર 61 હતો.

  • 02 Nov 2025 02:07 PM (IST)

    India W vs South Africa W Live : ટિમ ડેવિડે સિક્સ ફટકારી

  • 02 Nov 2025 02:03 PM (IST)

    India W vs South Africa W Live : ક્રિકેટ ચાહકો માટે ખરાબ સમાચાર

    નવી મુંબઈના ક્રિકેટ ચાહકો માટે ખરાબ સમાચાર છે. હાલમાં આ વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે, જેના કારણે મેચમાં વિલંબ થઈ શકે છે.

  • 02 Nov 2025 01:58 PM (IST)

    India vs Australia Live : ટીમ ઈન્ડિયાને બીજી સફળતા મળી

  • 02 Nov 2025 01:52 PM (IST)

    India vs Australia Live : ટીમ ઈન્ડિયાને પહેલી સફળતા મળી

    ટીમ ઈન્ડિયાને પહેલી જ ઓવરમાં સફળતા મળી. અર્શદીપ સિંહે ટ્રેવિસ હેડને આઉટ કર્યો.

  • 02 Nov 2025 01:48 PM (IST)

    India vs Australia Live : ક્રીઝ પર મિશેલ માર્શ અને ટ્રેવિસ હેડ

  • 02 Nov 2025 01:40 PM (IST)

    India vs Australia Live : ભારતીય ટીમની પ્લેઈંગ 11

    જો આપણે ભારતીય ટીમની પ્લેઈંગ ઈલેવન જોઈએ તો, શુભમન ગિલ, અભિષેક શર્મા, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, જિતેશ શર્મા, શિવમ દુબે, અક્ષર પટેલ, વોશિગ્ટન સુંદર , અર્શદીપ સિંહ, વરુણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ

  • 02 Nov 2025 01:32 PM (IST)

    Ind vs Aus Live Score: ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો

    આ વખતે, ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો, એટલે કે ઓસ્ટ્રેલિયા પહેલા બેટિંગ કરશે.

  • 02 Nov 2025 01:30 PM (IST)

    India W vs South Africa W Live: ભારતની ત્રીજી ફાઇનલ

    મહિલા વનડે વર્લ્ડ કપમાં ભારતીય ટીમની આ ત્રીજી ફાઈનલ છે. ટીમ ઇન્ડિયા અગાઉની બંને ફાઇનલ હારી ગઈ છે. 2005માં, તેઓ ઓસ્ટ્રેલિયા સામે હારી ગયા હતા. 2017માં, ઇંગ્લેન્ડે ભારતનું સ્વપ્ન ચકનાચૂર કરી નાખ્યું.

  • 02 Nov 2025 01:15 PM (IST)

    Ind vs Aus Live Score: ત્રીજી T20I મેચ

    ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે T20I સિરીઝની ત્રીજી મેચ હોબાર્ટમાં રમાશે. બીજી મેચ હાર્યા બાદ ટીમ ઈન્ડિયા સિરીઝમાં વાપસી કરવાનો પ્રયાસ કરશે.

  • 02 Nov 2025 01:08 PM (IST)

    India W vs South Africa W Live : સાઉથ આફ્રિકાની ટીમ સ્ટેડિયમ પહોંચી

  • 02 Nov 2025 12:58 PM (IST)

    India W vs South Africa W Live: ફાઈનલ રદ થાય તો કોણ બનશે ચેમ્પિયન?

    જોકે, રાહત એ છે કે બાકીની રાત સુધી વરસાદના કોઈ સંકેત નહોતા. જોકે, રવિવારે આ આગાહીઓ બદલાઈ શકે છે. પરંતુ હાલ પૂરતું, એવું લાગે છે કે, નાના વિક્ષેપોને બાદ કરતા, ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની ફાઈનલ રવિવારે પૂર્ણ થશે. જોકે, ICC એ આ ટાઈટલ મેચ માટે રિઝર્વ ડે પણ રાખ્યો છે, જે સોમવાર, 3 નવેમ્બર છે. જો આ બે દિવસમાં ફાઈનલનો નિર્ણય લેવામાં નહીં આવે, તો ભારત અને સાઉથ આફ્રિકાને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવશે.

  • 02 Nov 2025 12:50 PM (IST)

    India W vs South Africa W Live: વર્લ્ડ કપ ફાઈનલમાં વરસાદ ખલનાયક બનશે?

    હવામાન વિભાગની આગાહી મુજબ, રવિવાર, 2 નવેમ્બરના રોજ નવી મુંબઈમાં વરસાદ પડી શકે છે. આ વરસાદ મુખ્યત્વે સવારે 4 થી 7 વાગ્યાની વચ્ચે થવાની સંભાવના છે. જોકે, સાંજે હળવો વરસાદ પણ થવાની સંભાવના છે. Accuweather ના મતે, સાંજે 5 થી 7 વાગ્યાની વચ્ચે હળવો વરસાદ પડી શકે છે. જો આવું થાય, તો ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની ટાઈટલ મેચમાં વિક્ષેપ પડી શકે છે અને થોડી ઓવરો ઓછી થઈ શકે છે.

  • 02 Nov 2025 12:40 PM (IST)

    India W vs South Africa W Live: ભારત vs સાઉથ આફ્રિકા

    ભારતીય મહિલા ટીમ વનડે વર્લ્ડકપના ખિતાબથી માત્ર 1 ડગલું દુર છે. ફાઈનલમાં ભારતીય મહિલા ટીમનો સામનો સાઉથ આફ્રિકાની ટીમ સામે થશે. મેચ મુંબઈના ડીવાઈ પાટીલ સ્ટેડિયમમાં બપોરના 3:00 કલાકથી શરુ થશે. ટોસ બોપરના 2:30 વાગ્યે થશે

  • 02 Nov 2025 12:25 PM (IST)

    World Cup Final : બરાબરીની ટકકર

    બંન્ને ટીમો વચ્ચે વર્લ્ડકપમાં અત્યારસુધઈ 6 મેચ રમાય છે. જેમાં બંન્નેએ 3-3 વખત જીત મેળવી હતી પરંતુ ટીમ ઈન્ડિયા માટે ટેશનની વાત એ છે કે, તેમણે સાઉથ આફ્રિકાને મહિલા વનડે વર્લ્ડકપમાં છેલ્લી વખત 2005માં હરાવ્યું હતુ. ત્યારબાદ સાઉથ આફ્રિકાની ટીમે સતત 3 મેચ જીતી છે. જેમાં આ ટૂર્નામેન્ટની લીગ સ્ટેજ મેચ પણ સામેલ છે.

  • 02 Nov 2025 12:19 PM (IST)

    India Women vs South Africa Women Live Score : ભારતની મજબૂત શરૂઆત રહી

    મહિલા વનડે વર્લ્ડ કપ 2025માં સાઉથ આફ્રિકાની શરૂઆત ખરાબ રહી હતી, જેમાં તે પોતાનો પહેલો મેચ હારી હતી. ત્યારબાદ ટીમે મજબૂત વાપસી કરી, પાંચ મેચ જીતીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો. આ દરમિયાન, ભારતે મજબૂત શરૂઆત કરી હતી પરંતુ તેને સતત હારનો સામનો કરવો પડ્યો હતો. જોકે, ટીમે વાપસી કરી અને ત્રણ જીત સાથે સેમિફાઇનલમાં સ્થાન મેળવ્યું. સાઉથ આફ્રિકાએ સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડને હરાવ્યું, જ્યારે બીજી તરફ ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતુ.

  • 02 Nov 2025 01:20 AM (IST)

    India vs Australia 3rd T20 : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટી20 સીરીઝની ત્રીજી મેચ

    ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટી20 સીરીઝની ત્રીજી મેચ બેલેરિવ ઓવલ મેદાન પર 2 નવેમ્બરના રોજ રમાશે. ત્રીજી ટી20 મેચ માટે ભારતીય ટીમની કેપ્ટનશીપ સૂર્યકુમાર યાદવના હાથમાં છે. તો ઓસ્ટ્રેલિયાની ટીમના કેપ્ટન મિચેલ માર્શ છે. બંન્ને ટીમની પાસે સ્ટાર ખેલાડીઓ છે. જે થોડી જ મિનિટોમાં રમત બદલી નાંખે છે.ઓસ્ટ્રેલિયાએ ત્રીજી મેચ માટે હેઝલવુડને આરામ આપ્યો છે, જે ભારતીય બેટ્સમેન માટે રાહતની વાત રહેશે.

  • 02 Nov 2025 01:10 AM (IST)

    India W vs South Africa W Live : ભારત ટાઈટલ જીતશે તો થશે ઘન વર્ષા

    ભારતીય ટીમે બીજા સેમિફાઈનલમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને હરાવીને ફાઈનલમાં સ્થાન મેળવ્યું. ટીમ ઈન્ડિયાએ 339 રનના વિશ્વ રેકોર્ડ રન ચેઝ સાથે મેચ જીતી, જેનાથી ટાઈટલ જીતવાની તેમની શક્યતાઓ વધી ગઈ. વર્લ્ડ કપ ટ્રોફી કોણ ઉપાડશે તેનો નિર્ણય 2 નવેમ્બરના રોજ થઈ જશે. પરંતુ એક વાત નક્કી છે કે જો ભારત ટાઈટલ જીતશે, તો BCCI ટીમના ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફને મોટી રકમ ઈનામ તીરકે આપી સન્માનિત કરશે.

Published On - Nov 02,2025 12:19 PM

રાજકોટમાં શિક્ષકોને BLOની જવાબદારી સોંપાતા વિરોધ બન્યો ઉગ્ર
રાજકોટમાં શિક્ષકોને BLOની જવાબદારી સોંપાતા વિરોધ બન્યો ઉગ્ર
રાજ્યમાં 48 કલાક બાદ શરૂ થશે ઠંડીનો આવશે ભીષણ રાઉન્ડ
રાજ્યમાં 48 કલાક બાદ શરૂ થશે ઠંડીનો આવશે ભીષણ રાઉન્ડ
માવઠા સામે હારી ગયેલા ખેડૂતોને હવે સતત બદલાતા વાતાવરણે રડાવ્યાં
માવઠા સામે હારી ગયેલા ખેડૂતોને હવે સતત બદલાતા વાતાવરણે રડાવ્યાં
ઋષિ ભારતી બાપુએ અલ્પેશ ઠાકોરનું ખોલ્યું મોટું રાજ, જુઓ Video
ઋષિ ભારતી બાપુએ અલ્પેશ ઠાકોરનું ખોલ્યું મોટું રાજ, જુઓ Video
પનીર, ચીઝ, ઘીનું વેચાણ કરતી 41 દુકાનો પર આરોગ્ય વિભાગના દરોડા
પનીર, ચીઝ, ઘીનું વેચાણ કરતી 41 દુકાનો પર આરોગ્ય વિભાગના દરોડા
રણુજા જતા મિની ટેમ્પાનો થયો ગમખ્વાર અકસ્માત, 5 ગુજરાતીના મોત
રણુજા જતા મિની ટેમ્પાનો થયો ગમખ્વાર અકસ્માત, 5 ગુજરાતીના મોત
દિલ્હી કાર વિસ્ફોટ સ્થળેથી પિસ્તોલ નહીં પણ 9mmના 3 કારતૂસ મળ્યાં
દિલ્હી કાર વિસ્ફોટ સ્થળેથી પિસ્તોલ નહીં પણ 9mmના 3 કારતૂસ મળ્યાં
વડોદરા મનપામાં ₹3.81 કરોડના ફાયર સામાનના કૌભાંડનો મોટો પર્દાફાશ
વડોદરા મનપામાં ₹3.81 કરોડના ફાયર સામાનના કૌભાંડનો મોટો પર્દાફાશ
જેતપુરમાં સાડી પ્રિન્ટિંગ કારખાનામાં લાગી ભીષણ આગ
જેતપુરમાં સાડી પ્રિન્ટિંગ કારખાનામાં લાગી ભીષણ આગ
ખનીજ માફિયાઓ સામે લાલ આંખ ! 11 ડમ્પર જપ્ત કર્યા
ખનીજ માફિયાઓ સામે લાલ આંખ ! 11 ડમ્પર જપ્ત કર્યા
g clip-path="url(#clip0_868_265)">