India vs South Africa T20 Weather Report: 5મી T20 મેચમાં વિલન બનશે વરસાદ! જાણો કેવું રહેશે બેંગ્લોરનું હવામાન

IND Vs SA T20 Weather Forecast Report Today: ભારત અને સાઉથ આફ્રિકા (India vs South Africa) વચ્ચે રમાનારી 5મી T20 સિરીઝની છેલ્લી મેચ બેંગ્લુરુમાં રમાશે. આ નિર્ણાયક મુકાબલામાં હવામાનનો મહત્વનો રોલ રહેવાનો છે.

India vs South Africa T20 Weather Report: 5મી T20 મેચમાં વિલન બનશે વરસાદ! જાણો કેવું રહેશે બેંગ્લોરનું હવામાન
Image Credit source: BCCI
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 18, 2022 | 6:05 PM

IND Vs SA: ઋષભ પંત (Rishabh Pant)ની કેપ્ટનશીપ વાળી ટીમે સાઉથ આફ્રિકા સામે T20 સિરીઝમાં શાનદાર વાપસી કરી છે, દિલ્હી અને કટકમાં રમાયેલ 2 મેચમાં સાઉથ આફ્રિકાએ ભારતને હાર આપી હતી. ત્યારબાદ ભારતીય ટીમ (Indian Cricket Team) શાનદાર ફોર્મમાં પરત ફરી અને વિશાખાપટ્ટનમ અને રાજકોટમાં સિરીઝ જીતી 2-2ની બરાબરી કરી હતી. હવે આ સિરીઝ કોના નામ પણ રહેશે એ તો રવિવારના રોજ બેંગ્લુરુમાં રમાયેલી મેચ બાદ જ ખબર પડશે. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં પાંચમી અને નિર્ણાયક મેચ રમાશે, આ મેચમાં વરસાદની ભુમિકામાં મહત્વની રહેશે.

બેંગ્લોરમાં વરસાદ વિલન બનશે

સિરીઝના પહેલા 4 મેચ જ્યાં રમાઈ ત્યાં બંન્ને ટીમોએ ગરમી સહન કરવી પડી હતી. હવે બેંગ્લોરમાં ટીમને રાહત મળશે, પરંતુ ત્યાં વરસાદ વિલન બની શકે છે, હવામાન વિભાગ અનુસાર રવિવારે બેંગ્લોરમાં દિવસભર વરસાદ થવાની સંભાવના છે ખાસ કરીને રાત્રે ત્યારે જરુર કહી શકાય કે મેચમાં વરસાદ અસર કરી શકે છે.

જો આવું થયું તો મેચ મોડી શરુ કરાશે અથવા ઓવરો કાપવામાં આવશે, બેંગ્લોરમાં અત્યાર સુધીમાં 8 આંતરરાષ્ટ્રીય અને ટી20 મુકાબલા રમાયા છે, આ 8મેચમાંથી 5 વખત બોલિગ કરનારી ટીમ જીતી છે તો ત્રણ વખત બેટિંગ કરનારી ટીમ જીતી છે, આ પીચ પર પહેલા બેટિંગ કરતા સ્કોર 153 છે, બીજી ઈનિંગનો સ્કોર 144 છે. આ ગ્રાઉન્ડ પર હાઈસ્કોરિગ મેચ રમાઈ શકે છે

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

રાજકોટની સિરીઝથી બરાબરી કરી

દિનેશ કાર્તિક 55 રન ટી 20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રથમ અડધી સદી બાદ આવેશ ખાન 18 રન, 4 વિકેટ અન્ય બોલરોએ શાનદરા રમત રમી ભારતે શુક્રવારના રોજ દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ 82 રને જીત મેળવી પાંચ મેચની સિરીઝમાં 2-2ની બરાબરી કરી છે.

ભારતે 82 રને રાજકોટમાં રમાયેલી ચોથી મેચ જીતી લીધી

રાજકોટ ટી-20માં પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે દિનેશ કાર્તિક (Dinesh Kartik) (55) અને હાર્દિક પંડ્યા (Hardik Pandya) (46)ની ઈનિંગ્સના કારણે 6 વિકેટ ગુમાવીને 169 રન બનાવ્યા હતા. જવાબમાં દક્ષિણ આફ્રિકાની ટીમે શરૂઆતથી જ નિયમિત અંતરે વિકેટ ગુમાવવાનું ચાલુ રાખ્યું હતું. સાઉથ આફ્રિકાના રાસી વાન ડેર ડુસેને (20) સૌથી વધુ રન બનાવ્યા હતા. આફ્રિકાની આખી ટીમ માત્ર 87 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને ભારતે 82 રનના વિશાળ અંતરથી મેચ જીતી લીધી હતી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">