ભારત અને દક્ષિણ આફ્રિકા (India vs South Africa) વચ્ચે T20 શ્રેણીની બીજી મેચ કટકના બારાબતી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બાવુમાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારતીય ટીમ (Team India) પાંચ મેચની શ્રેણીમાં પહેલાથી જ 0-1 થી પાછળ છે. દિલ્હીમાં રમાયેલી પ્રથમ મેચમાં ભારતનો 7 વિકેટે પરાજય થયો હતો. હવે ટીમ ઈન્ડિયા પાસે શ્રેણીમાં સમાન તક છે. દિલ્હીમાં હાર છતાં ભારતીય ટીમે તેની પ્લેઈંગ ઈલેવન (Playing 11) માં કોઈ ફેરફાર કર્યો નથી જ્યારે દક્ષિણ આફ્રિકાએ જીત બાદ પણ બે ખેલાડીઓ બદલ્યા છે.
A look at the Playing XI for the 2nd T20I.
Live – https://t.co/fLWTMjhyKo #INDvSA @Paytm https://t.co/CHnUIyzxlS pic.twitter.com/WGoEuX8X2m
— BCCI (@BCCI) June 12, 2022
ભારત: ઋષભ પંત (કેપ્ટન-વિકેટકીપર), ઇશાન કિશન, ઋતુરાજ ગાયકવાડ, શ્રેયસ ઐયર, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક, અક્ષર પટેલ, હર્ષલ પટેલ, ભુવનેશ્વર કુમાર, યુઝવેન્દ્ર ચહલ અને અવેશ ખાન
દક્ષિણ આફ્રિકા: ટેમ્બા બાવુમા (કેપ્ટન), હેનરીખ ક્લાસેન (વિકેટકીપર), રાસી વાન ડેર ડુસેન, ડેવિડ મિલર, રીઝા હેન્ડ્રીક્સ, વેઈન પર્નેલ, ડ્વેન પ્રિટોરિયસ, કેશવ મહારાજ, તબરીઝ શમ્સી, કાગીસો રબાડા, એનરિક નોરખિયા
Published On - 6:50 pm, Sun, 12 June 22