India vs South Africa, 2nd T20 LIVE Score Highlights: દક્ષિણ આફ્રિકાએ ભારતને 4 વિકેટથી આપી હાર, શ્રેણીમાં 2-0 થી મેળવી સરસાઈ
India vs South Africa 2022, 2nd T20 LIVE Score Highlights and Updates in Gujarati: દક્ષિણ આફ્રિકાએ T20 શ્રેણીની પ્રથમ મેચમાં ભારતને 7 વિકેટે હરાવીને શ્રેણીમાં 1-0 ની સરસાઈ મેળવી લીધી છે.
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પાંચ મેચોની T20 શ્રેણીની બીજી મેચ આજે કટકના બારાબતી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. શ્રેણીની પ્રથમ મેચ દિલ્હીમાં રમાઈ હતી જ્યાં મુલાકાતી ટીમ દક્ષિણ આફ્રિકાએ ઋષભ પંતની આગેવાની હેઠળની ભારતીય ટીમને સાત વિકેટે હરાવીને 1-0ની સરસાઈ મેળવી હતી. ભારતની હારનું સૌથી મોટું કારણ તેની નબળી બોલિંગ હતી, જેમાં તે આજે સુધારો કરવાના ઈરાદા સાથે ઉતરશે. ભારતીય ટીમ આખી મેચમાં માત્ર ત્રણ જ વિકેટ લઈ શકી હતી. ડેવિડ મિલર અને રાસી દુસૈનના તોફાન સામે ટીમની બોલિંગ ટકી શકી ન હતી.
IND vs SA: આજની પ્લેઇંગ XI
ભારત: ઋષભ પંત (કેપ્ટન-વિકેટકીપર), ઇશાન કિશન, ઋતુરાજ ગાયકવાડ, શ્રેયસ ઐયર, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક, અક્ષર પટેલ, હર્ષલ પટેલ, ભુવનેશ્વર કુમાર, યુઝવેન્દ્ર ચહલ અને અવેશ ખાન
દક્ષિણ આફ્રિકા: ટેમ્બા બાવુમા (કેપ્ટન), હેનરીખ ક્લાસેન (વિકેટકીપર), રાસી વાન ડેર ડુસેન, ડેવિડ મિલર, રીઝા હેન્ડ્રીક્સ, વેઈન પર્નેલ, ડ્વેન પ્રિટોરિયસ, કેશવ મહારાજ, તબરીઝ શમ્સી, કાગીસો રબાડા, એનરિક નોરખિયા
LIVE Cricket Score & Updates
-
IND vs SA, LIVE Score: હેનરિક ક્લાસેન આઉટ
46 બોલમાં 81 રન નોંધાવી હેનરિક ક્લાસેન આઉટ થયો છે. હર્ષલ પટેલે તેની વિકેટ ઝડપી છે. તેની રમતે જ ભારતના હાથમાં આવેલી બાજી ધીમે ધીમે દક્ષિણ આફ્રિકા તરફ પલટી દીધી હતી.
-
IND vs SA, LIVE Score: હેનરિક ક્લાસેને 3 છગ્ગા જમાવી દીધા
યુઝવેન્દ્ર ચહલની ઓવર ખૂબ જ મોંઘી રહી છે. ઓવરમાં હેનરિક ક્લાસેને એક બાદ એક ત્રણ છગ્ગા જમાવી દીધા હતા. ઓવરમાં 23 રન ચહલે ગુમાવતા જ દક્ષિણ આફ્રિકાના પક્ષમાં મેચ એકતરફી થઈ ગઈ હતી.
-
-
IND vs SA, LIVE Score: હેનરિક ક્લાસેનની અડધી સદી
હેનરિક ક્લાસેને 32 બોલમાં પોતાની અડધી સદી પુરી કરી હતી. તેણે બાવુમા સાથે મળીને મહત્વની ભાગીદારી રમત પોચાની ટીમ માટે કરી હતી. તેની રમતે જ ટીમને મેચમાં બનાવી રાખ્યુ હતુ.
-
IND vs SA, LIVE Score: ચહલે મહત્વની સફળતા અપાવી
13 મી ઓવર યુઝવેન્દ્ર ચહલ લઈને આવ્યો હતો. ઓવરના બીજા બોલ પર ચહલે મહત્વનુ કામ પાર પાડ્યુ હતુ. ઓપનીંગમાં આવી સેટ થઈ ચુકેલા ટેમ્બા બાવુમાનો શિકાર કર્યો હતો. તે હેનરિક સાથે મળીને ભાગીદારી રમત લક્ષ્ય તરફ આગળ વધી રહ્યો હતો. એવા સમયે તેને ક્લિન બોલ્ડ કર્યો હતો. બાવુમા 35 રન નોંધાવીને આઉટ થયો હતો.
-
IND vs SA, LIVE Score: અક્ષર પટેલની ઓવર મોંઘી પડી
અક્ષર પટેલ 12મી ઓવર લઈને આવ્યો હતો. આ ઓવરમાં હેનરીકે બે ચોગ્ગા અને એક છગ્ગો જમાવી દીધો હતો. આ ઉપરાંત બે ડબલ્સ રન પણ મેળવ્યા હતા. આમ ઓવરમાં 19 રન ગુમાવ્યા હતા.
-
-
IND vs SA, LIVE Score: હાર્દિક પંડ્યાએ 3 બાઉન્ડરી ગુમાવી
હાર્દિક પંડ્યા 11મી ઓવર લઈને આવ્યો હતો. આ ઓવરમાં હાર્દિક પંડ્યાએ એક બાદ એક ત્રણ ચોગ્ગો ગુમાવ્યા હતા. ઓવરના પ્રથમ બોલ પર બાવુમાએ ચોગ્ગો લગાવ્યો હતો. બાદમાં હેનરિકે ત્રીજા અને છઠ્ઠા બોલ પર ચોગ્ગા ફટકાર્યા હતા. ઓવરમાં 13 રન ગુમાવ્યા હતા.
-
IND vs SA, LIVE Score: હેનરીક ક્લાસેને ચોગ્ગો લગાવ્યો
10મી ઓવરમાં હર્ષલ પટેલના બોલ પર હેનિરકે ચોગ્ગો ફટકાર્યો હતો. ઓવરના પ્રથમ બોલ પર ડીપ મીડ વિકેટ પર શોટ લગાવ્યો હતો. ઓવરમાં હર્ષલ પટેલે 8 રન આપ્યા હતા.
-
IND vs SA, LIVE Score: હેનરીક ક્લાસેને છગ્ગો ફટકાર્યો
9મી ઓવર લઈને યુઝવેન્દ્ર ચહલ આવ્યો હતો પરંતુ આ વખતે તેની ઓવર મોંઘી રહી હતી. ઓવરના બીજા બોલ પર હેનરીક ક્લાસેને ચોગ્ગો લગાવ્યો હતો. ત્યારબાદ ચોથા બોલ પર ડીપ મીડ વિકેટ પર છગ્ગો લગાવ્યો હતો. જે 78 મીટર લાંબો છગ્ગો હતો. ઓવરમાં 13 રન ગુમાવ્યા હતા.
-
IND vs SA, LIVE Score: હર્ષલ પટેલ અને ચહલની કરકસર ભરી ઓવર
યુઝવેન્દ્ર ચહલ પણ એટેક પર આવ્યો હતો તેણે પોતાના સ્પેલની પ્રથમ ઓવરમાં માત્ર 4 રન રન આપ્યા હતા. જે સિંગલના રુપમાં આપ્યા હતા. આમ તેણે બાવુમા અને હેનિરીક પર દબાણ રાખવા પ્રયાસ કર્યો હતો. ત્યાર બાદ 8મી ઓવર લઈને આવેલા હર્ષલ પટેલે પણ માત્ર 3 રન આપ્યા હતા. આમ બંનેની જોડીએ તેમની ઓવરમાં 7 રન આપ્યા હતા.
-
IND vs SA, LIVE Score: ભૂવીએ વધુ એક વિકેટ દાંડીયા ઉખેડી મેળવી
ડુસેન માત્ર 1 જ રન 7 બોલનો સામનો કરીને નોંધાવી શક્યો હતો. તે ક્લિન બોલ્ડ આઉટ થયો હતો. આમ પાવર પ્લેમાં 29 રનમાંજ દક્ષિણ આફ્રિકાએ પોતાની ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી.
-
IND vs SA, LIVE Score: બાવુમાએ બાઉન્ડરી ફટકારી
આવેશ ખાન પાંચમી ઓવર લઈને આવ્યો હતો. ઓવરના બીજા બોલ પર ટેમ્બા બાવુમાએ સુંદર શોટ લગાવ્યો હતો. તેણે મીડ વિકેટ પરથી બોલને બાઉન્ડરીની પાર મોકલ્યો હતો. ઓવરમાં 7 રન આવેશ ખાને ગુમાવ્યા હતા.
-
IND vs SA, LIVE Score: બાવુમાએ છગ્ગો ફટકાર્યો
ચોથી ઓવર લઈને હાર્દિક પંડ્યા આવ્યો છે. જેની ઓવરના ચોથા બોલ પર ટેમ્બા બાવુમાએ છગ્ગો ફટકાર્યો હતો. બોલ સીધો જ સાઈટ સ્ક્રિન પર જઈને અથડાયો હતો. ઓવરમાં 8 રન હાર્દિકે આપ્યા હતા.
-
IND vs SA, LIVE Score: ભૂવનેશ્વરનો કમાલ, બીજો શિકાર ઝડપ્યો
ભૂવનેશ્વર કુમારે બીજી સફળતા હાંસલ કરી છે. તેણે આ વખતે ડ્વેન પ્રિટોરિયસની વિકેટ ઝડપી છે. ત્રીજી ઓવરમાં ભૂવીએ ધીમી ગતિના બોલ વડે પ્રિટોરિયસને પોતાની જાળમાં ફસાવી શિકાર કર્યો હતો. તે માત્ર 4 રન નોંધાવીને પરત ફર્યો હતો. આમ ભારતને શરુઆતમાં જ બે વિકેટ મળતા રાહત સર્જાઈ છે.
-
IND vs SA, LIVE Score: બાવુમાની બાઉન્ડરી
બીજી ઓવર લઈને આવેશ ખાન આવ્યો હતો. ઓવરના ચોથા બોલ પર દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બાવુમાએ બાઉન્ડરી માટે શોટ લગાવ્યો હતો. બહારના બોલને બાવુમાએ બીજી સ્લિપમાં અય્યરની ઉપર થઈને પસાર કરાવ્યો હતો. ઓવરમાં આ એક માત્ર શોટથી રન આવ્યા હતા.
-
IND vs SA, LIVE Score: ભૂવનેશ્વર કુમારે ઉડાવી દીધી ગીલ્લી, રીઝા હેન્ડ્રીક્સ બોલ્ડ
પ્રથમ ઓવરમાં જ ભારતને પહેલી સફળતા મળી છે. આ સફળતા ભૂવનેશ્વર કુમારે અપાવી છે. તેણે દક્ષિણ આફ્રિકાના ઓપનર રિઝા હેન્ડ્રીક્સને ક્લિન બોલ્ડ કરી દીધો હતો. તે માત્ર 4 રન જ નોંધાવી શક્યો હતો.
-
IND vs SA, LIVE Score: રીઝા હેન્ડ્રીક્સે ચોગ્ગો લગાવ્યો
રીઝા હેન્ડ્રીક્સે પ્રથમ ઓવરના ચોથા બોલ પર બાઉન્ડરી મેળવી હતી. ભૂવનેશ્વર કુમારના બોલ પર તેણે બેકફુટ પર શોટ લગાવ્યો હતો. તેનો આ શોટ સુંદર હતો અને કવર પર થઈને બોલ ચાર રન માટે ગયો હતો.
-
IND vs SA, LIVE Score: દક્ષિણ આફ્રિકાની બેટીંગ શરુ
ટેમ્બા બાવુમા અને રીઝા હેન્ડ્રીક્સની જોડી દક્ષિણ આફ્રિકાની ટીમનુ ઓપનીંગ કરવા માટે ક્રિઝ પર આવી છે. જ્યારે ભૂવનેશ્વર કુમાર ભારતીય ટીમ તરફથી પ્રથમ ઓવર લઈને આવ્યો હતો.
-
IND vs SA, LIVE Score: અંતિમ ઓવરમાં દિનેશ કાર્તિકે આક્રમક બેટીંગ દર્શાવી
અંતિમ ઓવરમાં દિનેશ કાર્તિકે 2 છગ્ગા જમાવી દીધા હતા. તેની આ રમતને લઈ ભારતીય ટીમનો સ્કોર થોડો મોટો નોંધાવી શકાયો હતો. કાર્તિકની રમતને લઈને અંતિમ ઓવરમાં 18 રન ભારતને મળ્યા હતા. આમ ભારતે 148 રનનો સ્કોર 6 વિકેટ ગુમાવીને 20 ઓવરમાં નોંધાવ્યો હતો.
-
IND vs SA, LIVE Score: દિનેશ કાર્તિકે બાઉન્ડરી લગાવી
19મી ઓવરમાં એક બાદ એક બે ચોગ્ગા દિનેશ કાર્તિકે બાઉન્ડરી ફટકારી હતી. એનરિક નોરખિયાની ઓવરમાં દિનેશ કાર્તિકે ચોગ્ગો લગાવ્યો હતો.
-
IND vs SA, LIVE Score: અક્ષર પટેલ ક્લિન બોલ્ડ
17મી ઓવરના અંતિમ બોલ પર અક્ષર પટેલ આઉટ થયો છે. તે 11 બોલમાં 10 રન નોંધાવીને આઉટ થયો છે. તેને નોરખિયાએ ક્લિન બોલ્ડ કરી દીધો હતો.
-
IND vs SA, LIVE Score: પર્નેલનો સ્પેલ સમાપ્ત
વેઈન પર્નેલે 15મી ઓવરમાં 5 રન આપ્યા હતા. ઓવરનો પાંચમો બોલ વાઈડ હતો. પર્નેલનો સ્પેલ સમાપ્ત થયો છે. તેણે ચાર ઓવરમાં 23 રન આપીને એક વિકેટ લીધી હતી.
-
IND vs SA, LIVE Score: શ્રેયસ અય્યર આઉટ
શ્રેયસ અય્યર સેટ બેટ્સમેન હતો અને હવે તેની પણ વિકેટ ગુમાવવાને લઈ ભારતીય ટીમના સ્કોરને યોગ્ય રીતે આગળ લઈ જવામાં મુશ્કેલ સ્થિતી સર્જાઈ છે. પ્રિટોરિયસે 14મી ઓવરમાં તેને કેચ આઉટ કરાવીને વિકેટ મેળવી હતી. અય્યરે 35 બોલમાં 40 રન નોંધાવ્યા હતા.
-
IND vs SA, LIVE Score: અક્ષર પટેલે ચોગ્ગો ફટકાર્યો
ડ્વેન પ્રિટોરિયસ તેના સ્પેલની ત્રીજી ઓવર લઈને આવ્યો છે. ઈનીંગની 14 મી ઓવરના બીજા બોલ પર અક્ષર પટેલે બાઉન્ડરી ફટકારી હતી.
-
IND vs SA, LIVE Score: હાર્દિક પંડ્યા આઉટ
-
IND vs SA, LIVE Score: શ્રેયસ અય્યરે લગાવ્યો છગ્ગો
કેશવ મહારાજને આ વખતે ઓવરની શરુઆતમાં છગ્ગાનો માર સહન કરવો પડ્યો હતો. શ્રેયસ અય્યરે 12મી ઓવરના પ્રથમ બોલ પર લોંગ ઓફ પર છગ્ગો લગાવ્યો હતો. ઓવરમાં 9 રન મળ્યા હતા.
-
IND vs SA, LIVE Score: ઋષભ પંત આઉટ
કેશવ મહારાજ તેની પ્રથમ ઓવર મેચની લઈને આવ્યો છે. ઋષભ પંતને પોતાની પ્રથમ અને ઈનીંગની 10મી ઓવરની શરુઆતે જ પોતાનો શિકાર કર્યો હતો. મહારાજના બોલ પર પંતે ડેર ડુસેનને કેચ આપી દીધો હતો. પંત 5 રન બનાવીને પરત ફર્યો હતો.
-
IND vs SA, LIVE Score: શ્રેયસ અય્યરે ચોગ્ગો-છગ્ગો ફટકાર્યો
9મી ઓવર લઈને તબરેઝ શમ્સી આવ્યો હતો. આ તેની પ્રથમ ઓવર હતી. પરંતુ તેની ઓવરમાં ભારતીય બેટ્સમેન અય્યરે પ્રમાણમાં સારા રન લુંટી લીધા હતા. ઓવરના પાંચમાં બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો અને બાદમાં અંતિમ બોલ પર છગ્ગો ફટકાર્યો હતો. આમ ઓવરમાં 14 રન આવ્યા હતા.
-
IND vs SA, LIVE Score: ઈશાન કિશન આઉટ
ઈશાન કિશન આઉટ થઈ ગયો છે. તે સાતમી ઓવરમાં એનિરીક નોરખિયાના બોલ પર ડેર ડુસેનના હાથમાં કેચ આપી બેઠો હતો. શોર્ટ બોલને તે ફટકાર્યો હતો. પરંતુ ડીપ સ્ક્વેર પર ડુસેને તેનો કેચ ઝડપી લીધો હતો. 21 બોલમાં તેણે 34 રન ફટકાર્યા હતા. જેમાં 3 છગ્ગા સામેલ છે.
-
IND vs SA, LIVE Score: ઈશાનની વધુ એક બાઉન્ડરી
એનરિક નોરખિયા સાતમી ઓવર લઈને આવ્યો છે. આ તેની બીજી ઓવર છે. ઓવરના ત્રીજા બોલ પર ઈશાન કિશને પોઈન્ટ પાસેથી બોલને પસાર કરાવીને બાઉન્ડરી મેળવી હતી.
-
IND vs SA, LIVE Score: પ્રિટોરિયસનુ સ્વાગત સિક્સર વડે
ડ્વેન પ્રિટોરિયસ ઈનીંગની છઠ્ઠી ઓવર લઈ આવ્યો હતો. તેણે ઓવરના પ્રથમ બોલ શોર્ટ નાંખ્યો હતો. ઈશાન કિશને લોંગ ઓન પર તે બોલને છગ્ગા માટે ફટકારી દીધો હતો. ઈશાન કિશને ત્રીજી સિક્સર જમાવી હતી. ઓવરમાં ભારતના ખાતમાં 11 રન આવ્યા હતા.
-
IND vs SA, LIVE Score: ઈશાનની બાઉન્ડરી
પાંચમી ઓવર વેઈન પર્નેલ લઈને આવ્યો હતો. આ ઓવરનો ત્રીજો બોલ તેણે સ્લોવર નાંખ્યો હતો. ઈશાન કિશને પાછળ જઈને બોલને ડીપ સ્ક્વેર પર બાઉન્ડરી માટે ફટકાર્યો હતો અને ગેપમાથી ચાર નિકાળી લીધા હતા. ઓવરમાં 6 રન આવ્યા હતા.
-
IND vs SA, LIVE Score: ઈશાન કિશને જમાવ્યા 2 છગ્ગા
ચોથી ઓવર લઈને એનિરક નોરખિયા આવ્યો છે. તેની ઓવરના બીજા બોલ પર જ ઈશાન કિશને છગ્ગો જમાવી દીધો છે. કિશને ત્યાર બાદ ચોથા બોલ પર વધુ એક છગ્ગો બેકવર્ડ સ્કેવર લેગ પર જમાવ્યો હતો. નોરખિયાની ઓવરમાં ભારતના ખાતામાં 13 રન આવ્યા હતા
-
IND vs SA, LIVE Score: રબાડાની કરકસર ભરી ઓવર
કાગીસો રબાડાએ વધુ એક ઓવર કરકસર ભરી કરી છે. ઈનીંગની તે ત્રીજી ઓવર લઈને આવ્યો હતો. આ ઓવરમાં તેણે માત્ર એક સિંગલ રન લેવાનો મોકો જ ભારતને આપ્યો હતો. ઓવરના પાંચમા બોલ પર શ્રેયસ અય્યરે તે સિંગલ રન મેળવ્યો હતો.
-
IND vs SA, LIVE Score: અય્યરની બાઉન્ડરી
બીજી ઓવર લઈને વેઈન પર્નેલ આવ્યો હતો. તેની ઓવરના ત્રીજા બોલ પર શ્રેયસ અય્યરે શાનદાર બાઉન્ડરી જમાવી છે. ત્યાર બાદ ફરી એક વાર બાઉન્ડરી માટેનો શોટ રમ્યો હતો. પરંતુ તેની પર ત્રણ રન મળ્યા હતા. આમ બીજી ઓવરમાં 8 રન આવ્યા હતા.
-
IND vs SA, LIVE Score: ભારતને પ્રથમ ઝટકો, ગાયકવાડ આઉટ
પ્રથમ ઓવરમાં જ ભારતીય ટીમને ઝટકો લાગ્યો છે. ભારતીય ઓપનર ઋતુરાજ ગાયકવાડ માત્ર 1 જ રન નોંધાવીને પોતાની વિકેટ ગુમાવી બેઠો હતો. કેશવ મહારાજે પોઈન્ટ પર આસાન કેચ ઝડપ્યો હતો. આમ રબાડાએ પ્રથમ ઓવરમાં જ દક્ષિણ આફ્રિકાને સફળતા આપી હતી. રબાડાની ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં આ 50મી વિકેટ હતી.
-
IND vs SA, LIVE Score: ભારતની બેટીંગ શરુ
-
IND vs SA, LIVE Score: ભારતની પ્લેઇંગ XI
ભારત: ઋષભ પંત (કેપ્ટન-વિકેટકીપર), ઇશાન કિશન, ઋતુરાજ ગાયકવાડ, શ્રેયસ ઐયર, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક, અક્ષર પટેલ, હર્ષલ પટેલ, ભુવનેશ્વર કુમાર, યુઝવેન્દ્ર ચહલ અને અવેશ ખાન
-
IND vs SA, LIVE Score: દક્ષિણ આફ્રિકાની પ્લેઇંગ XI
દક્ષિણ આફ્રિકાની પ્લેઈંગ ઈલેવનમાં બે ફેરફાર કરવામાં આવ્યા છે. ક્વિન્ટન ડી કોક ઈજાના કારણે બહાર છે, જ્યારે સ્ટબ્સને પણ તક મળી નથી. હેનરિક ક્લાસેન અને રીઝા હેન્ડ્રીક્સને ટીમમાં તક મળી છે.
દક્ષિણ આફ્રિકા: ટેમ્બા બાવુમા (કેપ્ટન), હેનરીખ ક્લાસેન (વિકેટકીપર), રાસી વાન ડેર ડુસેન, ડેવિડ મિલર, રીઝા હેન્ડ્રીક્સ, વેઈન પર્નેલ, ડ્વેન પ્રિટોરિયસ, કેશવ મહારાજ, તબરીઝ શમ્સી, કાગીસો રબાડા, એનરિક નોરખિયા
-
IND vs SA, LIVE Score: ભારત વાપસી માટે પ્રયાસ કરશે
દક્ષિણ આફ્રિકાએ શ્રેણીની પ્રથમ મેચમાં યજમાન ભારતને સાત વિકેટે હરાવ્યું હતું. આ સાથે તેણે શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે.
-
IND vs SA, LIVE Score: દક્ષિણ આફ્રિકાએ ટોસ જીત્યો
દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બાવુમાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. બાવુમાએ કહ્યું, ‘અમે પહેલા બોલિંગ કરીશું. અમને ખબર નથી કે વિકેટ કેવી રીતે કામ કરશે. છેલ્લી મેચમાં બેટિંગ કરવી સરળ હતી. તમે નાની બાઉન્ડ્રીના ક્ષેત્રમાં કોઈપણ મોટા સ્કોરનો પીછો કરી શકો છો.
Published On - Jun 12,2022 6:37 PM